પાકિસ્તાનની કોર્ટમાં વિચિત્ર અરજી, 'કોરોના ભગાડવા 10 ગ્રામ ચરસ પીવા દો'

પાકિસ્તાન (Pakistan) માં કહેવાય છે કે કોરોના (Corona Virus) ને જો ભગાડવો હોય તો ચરસ પીવી પડશે. આ માટે કાયદેસર રીતે કોર્ટમાં અપીલ પણ કરાઈ છે અને નિવેદનમાં કહેવાયું છે કે પાકિસ્તાનના લોકોને ચરસ પીવાની મંજૂરી આપવામાં આવે જેથી કરીને જનતા કોરોનાને ભગાડે. હવે જોવાનું એ રહેશે કે કોરોના અને ચરસની જંગમા કોણ જીતે છે. 
પાકિસ્તાનની કોર્ટમાં વિચિત્ર અરજી, 'કોરોના ભગાડવા 10 ગ્રામ ચરસ પીવા દો'

નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) માં કહેવાય છે કે કોરોના (Corona Virus) ને જો ભગાડવો હોય તો ચરસ પીવી પડશે. આ માટે કાયદેસર રીતે કોર્ટમાં અપીલ પણ કરાઈ છે અને નિવેદનમાં કહેવાયું છે કે પાકિસ્તાનના લોકોને ચરસ પીવાની મંજૂરી આપવામાં આવે જેથી કરીને જનતા કોરોનાને ભગાડે. હવે જોવાનું એ રહેશે કે કોરોના અને ચરસની જંગમા કોણ જીતે છે. 

'દસ ગ્રામ ચરસ પીવા દો'
પાકિસ્તાન કોરોનાને લઈને કેટલું ગંભીર છે તેનું ઉદાહરણ તો આ અહેવાલથી જાણી શકાય છે. પાકિસ્તાનની કોર્ટમાં અપીલ કરાઈ છે કે જો કોરોના વાયરસની સારવાર કરવી હોય તો સરકારે 10 ગ્રામ ચરસ પીવાની અને એટલી જ ચરસ પાસે રાખવાની મંજૂરી આપવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો કોરોનાથી બચવા અને ચરસને બચાવવા માટે કોર્ટમાં અરજી કરાઈ છે કે ચરસને કાયદેસર માન્યતા આપવામાં આવે. 

અપીલ ફગાવવામાં આવી તો મોટી કોર્ટમાં ગયા
આવી અજીબોગરીબ અપીલને ધ્યાનમાં લેતા પહેલા જ કોર્ટે ચરસને માન્યતા આપવાની મંજૂરી આપવાની અપીલ કરતી અરજી ફગાવી દીધી. અરજીકર્તા ગુલામ અસગર સેનની આ અરજી પર સિંધ હાઈકોર્ટે વાંધો ઉઠાવ્યો અને તેને કડક શબ્દોમાં ફટકાર લગાવી. ભડકેલા અરજીકર્તાએ મોટી કોર્ટમાં જઈને અપીલ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનના આ સમજદાર અને હોશિયાર અરજીકર્તાએ જે દાવો કર્યો છે તેના પર WHOએ ધ્યાન આપવું જોઈએ કે ચરસ પીવાથી કોરોના વાયરસના સંક્રનમણથી બચી શકાય છે ખરું?

પોતાના રદ્દી દાવાને સાબિત કરવા સર્વેનો હવાલો આપ્યો
આ અરજીકર્તા ચોક્કસ ચરસ ખાઈને નીકળ્યો હશે કારણ કે તે સતત ચરસને કાયદેસર માન્યતા અપાવવા પર તુલ્યો છે. 'ચરસથી કોરોના વાયરસ ભાગી જાય છે' એવા પોાતના આ દાવાના સમર્થનમાં તેણે અનેક દેશોમાં થયેલા વૈજ્ઞાનિક સર્વેનો હવાલો પણ આપ્યો છે. જો કે સચ્ચાઈ તો એ છે કે હજુ સુધી કોઈ પણ અભ્યાસમાં કોઈ પણ દેશ એ સાબિત કરી શક્યો નથી કે ચરસ પીવાથી કોરોના વાયરસની સારવાર શક્ય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news