શું થવા જઈ રહ્યું છે પરમાણુ યુદ્ધ? જાણો કેમ ચીન 300 ટકા વધારવા માગે છે ન્યૂક્લિયર હથિયાર
દુનિયાભરમાં ખલનાયક બનેલું ચીન (China) કોરોના વાયરસ (Coronavirus) બાદ હવે દુનિયાને ઉગ્ર પરમાણુ યુદ્ધ (Nuclear War)ની મુશ્કેલીમાં મૂકવાની તૈયારી કરી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: દુનિયાભરમાં ખલનાયક બનેલું ચીન (China) કોરોના વાયરસ (Coronavirus) બાદ હવે દુનિયાને ઉગ્ર પરમાણુ યુદ્ધ (Nuclear War)ની મુશ્કેલીમાં મૂકવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકા (America) અને ચીન વચ્ચે દક્ષિણ ચીન સમુદ્ર (South China Sea)માં તણાવ વધી રહ્યો છે. ઉગ્ર હથિયારોની સાથે બંને દેશો ઘણી વખત આમને-સામને આવી ચૂક્યા છે. આવી સ્થિતિમાં ચીનના નિષ્ણાતો હવે પરમાણુ શસ્ત્રોનો સંગ્રહ વધારવાની સલાહ આપી રહ્યા છે. ચીનના આ વલણ પછી આ વાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, શું ડ્રેગનના કારણે વિશ્વમાં ઉગ્ર પરમાણુ યુદ્ધ થશે.
કોરોના કાળમાં, અમેરિકા અને ચીન વચ્ચેની ચર્ચા એક તરફ છે. પરંતુ જે રીતે દક્ષિણ ચીન સમુદ્રમાં વર્ચસ્વના યુદ્ધની વચ્ચે આ ક્ષેત્રમાં ચીન અને અમેરિકા ઘાતક શસ્ત્રોનો સંગ્રહ કરી રહ્યા છે, અને ચીને અમેરિકાની પરમાણુ શક્તિ સામેના કાઉન્ટરની તૈયારી શરૂ કરી છે, આવી સ્થિતિમાં વિશ્વ ભયભીત છે કે, શું તે મહા યુદ્ધની શરૂઆત તો નથી થવાની જે માનવતા માટેનો સૌથી મોટો શ્રાપ સાબિત થશે.
હવે અમે તમને જણાવીએ કે અમેરિકા અને ચીન વચ્ચે પરમાણુ યુદ્ધનો ભય કેમ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ આશંકાની પાછળ ચીનનો તાકાત વધારવાનો ક્રેઝ, તેની સરહદોના વિસ્તારની ઇચ્છા અને વિશ્વ પર પ્રભુત્વ મેળવવાની ઇચ્છા છે. આ કારણોસર, કોરોના કાળમાં પણ ચીનને એટમ બોમ્બનો સ્ટોક વધારવાનો ક્રેઝ થઈ રહ્યો છે.
દક્ષિણ ચીન સમુદ્રમાં અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે, ત્યારબાદ નિષ્ણાતોએ ચીનને તેના પરમાણુ શસ્ત્રોની સંખ્યા વધારવાની સલાહ આપી છે. ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સના સંપાદક હુ શિજિનના જણાવ્યા મુજબ અમેરિકાનો સામનો કરવા માટે ચીને પરમાણુ શસ્ત્રો વધારવાના પડશે. ચીને તેના પરમાણુ શસ્ત્રોની સંખ્યા વધારીને 1000 કરવી પડશે. અમેરિકા પાસે ચીન કરતા પરમાણુ શસ્ત્રોનો મોટો સંગ્રહ છે.
તમને જણાવી દઈએ કે ડ્રેગન તેના પરમાણુ શસ્ત્રોનો સ્ટોક ત્રણ ગણો વધારવાની યોજના બનાવી રહ્યો છે જેથી તે અમેરિકાને સખત ટક્કર આપી શકે. ચીનમાં પ્રેસને આઝાદી મળી નથી, એવામાં સરકારી મીડિયા જે કંઈપણ કહે છે તેને ચીન સરકારની વાત સમજવામાં આવે છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે ચીનના આ નિવેદન પાછળનું સાચું કારણ શું છે.
ખરેખરમાં, ચીવના નિશાના પર સીધે સીધું અમેરિકા અમેરિકા છે. એટલે કે, ચીન અમેરિકાને દુનિયાના સુપરપાવરના તખ્તથી દૂર કરવા અને ત્યાં બેસવા માગે છે. આ માટે ચીન આર્થિક જ નહીં પણ વ્યૂહાત્મક મોરચે પણ ચક્રવ્યુહની તૈયારી કરી રહ્યું છે.
દુનિયાભરમાં ન્યૂક્લિયર હથિયારોને લઇને રિસર્ચ કરનારી સંસ્થા સિપરીના જણાવ્યા મુજબ ચીન પાસે 290 પરમાણુ શસ્ત્રો છે. જ્યારે યુએસ પાસે 6185 પરમાણુ શસ્ત્રોનો સંગ્રહ છે.
એટલે કે, પરમાણુ ક્ષમતાની દ્રષ્ટિએ અમેરિકા ચીન પર ભારે છે. અમેરિકન સૈન્ય, ચીન કરતા 20 ગણા કરતા વધુ પરમાણુ શસ્ત્રોની તાકાતથી સજ્જ છે. આ તફાવત ઘણો મોટો છે અને આ વાત ચીનને ખુંચી રહી છે. તેથી, ચીન હવે અમેરિકાના સૈન્યને પડકારવા માટે તેની પરમાણુ શક્તિ ત્રણ ગણી વધારવાની તૈયારી કરી રહ્યું છે.
ચીને પોતાના પરમાણુ શસ્ત્રોમાં 300 ટકાથી વધુનો વધારો કરવાનો ઇરાદો સ્પષ્ટ કર્યો છે, કે તે અમેરિકાને પોતાના માટે સૌથી મોટો પડકાર માને છે. જો ચીન ખરેખર તેની પરમાણુ યોજનાનો અમલ કરે તો દુનિયામાં ફરી એકવાર વિનાશક શસ્ત્રોની રેસ શરૂ થઈ શકે છે. (બ્યૂરો રિપોર્ટ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે