Research માં દાવો: Corona Vaccine ના પ્રથમ ડોઝ બાદ આટલો ઓછો થઇ જાય છે Infection નો ખતરો
વેક્સીનને લઇને લોકોના મનમાં ઘણા પ્રકારના સવાલ છે. વેક્સીનેશન બાદ પણ સંક્રમણના સમાચારે રસીને લઇને તેમના વિશ્વાસને પ્રભાવિત કર્યો છે, પરંતુ આ સ્ટડીઝથી સ્પષ્ટ થાય છે કે વેક્સીન લગાવવી કેટલી જરૂરી છે.
Trending Photos
લંડન: કોરોના વેક્સીન (Corona Vaccine) ને લઇને ઉદભવી રહેલા પ્રશ્નો વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. બ્રિટન (UK) માં થયેલા રિસર્ચોમાં જાણવા મળ્યું છે કે વેક્સીનનો પ્રથમ ડોઝ લીધા બાદ જ સંક્રમણનો (Infection) ખતરો ઓછો થવા લાગે છે. વૈજ્ઞાનિકોએ બ્રિટનમાં ઉપયોગ થનાર ઓક્સફોર્ડ/AstraZeneca અથવા Pfizer/BioNTech વેક્સીનને પોતાના રિસર્ચમાં સામેલ કરી. આ દરમિયાન તેમને જાણવા મળ્યું કે રસીના પ્રથમ ડોઝ (First Dose) બાદ જ સંક્રમણનો ખતરો 65 ટકા ઓછો થઇ જાય છે.
Vaccine ને તમામ પર બતાવી અસર
ઓક્સફોર્ડ યુનિવર્સિટી (University of Oxford) અને ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક (ઓએનએસ) દ્વારા કરવામાં આવેલા બે રિસર્ચ જોકે હજુ સુધી પ્રકાશિત થયા નથી, પરંતુ બંનેમાં જાણવા મળ્યું છે કે રસીના બેમાંથી એક ડોઝે પણ વડીલો, યુવાનો અને સ્વસ્થ લોકોમાં કોરોના સંક્રમણ (Corona Infection) ના ખતરાને ઓછો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વેક્સીનના બે ડોઝ લગાવવામાં આવે છે, પહેલા ડોઝના 28 દિવસ બાદ જ બીજો ડોઝ આપવામાં આવે છે.
Mask અને Social Distancing પર મુક્યો ભાર
માનવામાં આવી રહ્યું છે કે આ રિસર્ચ કોરોના વેક્સીનનને લઇને ઉદવેલી શંકાઓને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વેક્સીનને લઇને લોકોના મનમાં ઘણા પ્રકારના સવાલ છે. વેક્સીનેશન બાદ પણ સંક્રમણના સમાચારે રસીને લઇને તેમના વિશ્વાસને પ્રભાવિત કર્યો છે, પરંતુ આ સ્ટડીઝથી સ્પષ્ટ થાય છે કે વેક્સીન લગાવવી કેટલી જરૂરી છે. જોકે રિસર્ચકર્તાએ સતર્ક કર્યા છે કે વેક્સીન લગાવ્યા પછી પણ વ્યક્તિ સંક્રમિત થઇ શકે છે અને લક્ષણો વિના સંક્રમિત થયા બાદ તે જીવલેણ વાયરસને ફેલાવી શકે છે. જેથી માસ્ક (Mask) લગાવવું અને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું જરૂરી છે.
આ પ્રકારે થઇ Studies
રિસર્ચકર્તઓએ સપ્ટેમ્બર 2020થી એપ્રિલ 2021 વચ્ચે બ્રિટનમાં 350000 લોકોના ટેસ્ટનું વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે રસીના પ્રથમ ડોઝ બાદ 21 દિવસમાં કોરોના વાયરસ સંક્રમણમાં ઘટાડો થવામાં 21 દિવસનો સમય લાગે છે. ડોક્ટરોના અનુસાર રસી લગાવ્યા બાદ 21 દિવસમાં કોરોના વાયરસના વિરૂદ્ધ રોગપ્રતિરોધક ક્ષમતા વિકસિત થવામાં 21 દિવસનો સમય લાગે છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ ડોઝ બાદ તે 21 દિવસમાં સંક્રમણનો ખતરો 65 ટકા સુધી ઓછો થઇ ગયો અને બીજા ડોઝ બાદ તેમાં 70 થી 77 ટકાનો ઘટાડો નોંધાયો છે. મોટાપાયે સમુદાયના સર્વિલાંસની મદદથી કરવામાં આવેલા રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું છે કે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા અથવા ફાઇઝ-બાયોએનટેક રસીનો એક ડોઝ પણ COVID-19 ના ખતરામાં ઘણી હદે કામ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે