US રાષ્ટ્રપતિ જો બાઈડેનની જાહેરાત- યુક્રેનમાં સેના ઉતારીશું નહીં, પરંતુ રશિયાને પોતાનું ધાર્યું નહીં કરવા દઈએ
Russia ukraine war: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને આજે અમેરિકી સંસદને સંબોધન કરતા કહ્યું કે અમેરિકાની સેના રશિયા સાથે યુદ્ધમાં ઉતરશે નહીં. પરંતુ રશિયાને તેની મનમાની કરવા દેવામાં નહીં આવે.
Trending Photos
Russia ukraine war: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને આજે અમેરિકી સંસદને સંબોધન કરતા કહ્યું કે અમેરિકાની સેના રશિયા સાથે યુદ્ધમાં ઉતરશે નહીં. પરંતુ રશિયાને તેની મનમાની કરવા દેવામાં નહીં આવે. તેમણે કહ્યું કે અમેરિકા રશિયા પર આર્થિક પ્રતિબંધ લગાવી રહ્યું છે. અમે રશિયાના જૂઠ્ઠાણાનો સત્ય સાથે મુકાબલો કર્યો છે. બાઈડેને કહ્યું કે રશિયાએ યુક્રેનમાં જંગ છેડીને મોટી ભૂલ કરી નાખી છે. અત્રે જણાવવાનું કે બાઈડેનનું આ પહેલું State of the Union address છે. બાઈડેનના સંબોધન વખતે યુક્રેની રાજદૂત પણ ત્યાં હાજર રહ્યા.
રશિયાએ કિંમત ચૂકવવી પડશે
બાઈડેને કહ્યું કે પુતિન હાલ દુનિયાથી એટલા અલગ થલગ થઈ ગયા છે જેટલા તેઓ પહેલા ક્યારેય થયા નહતા. અમે રશિયા પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ અને રશિયાની આર્થિક વ્યવસ્થા તબાહ છે. તેમણે કહ્યું કે યુરોપિયન યુનિયનના લગભગ 27 દેશો હાલ યુક્રેન સાથે છે અને અમે યુક્રેનને 1 અબજની મદદ કરીશું. રશિયાએ દુનિયાના પાયા હચમચાવવાની કોશિશ કરી છે અને રશિયાએ તેની કિંમત ચૂકવવી પડશે. આ જંગ લોકતંત્ર વિરુદ્ધ તાનાશાહીની છે અને તાનાશાહોએ હંમેશા કિંમત ચૂકવવી પડે છે. તેમણે કહ્યું કે રશિયન શેર બજારમાં 40 ટકાનો ઘટાડો છે. તેમની અર્થવ્યવસ્થા ચોપટ થઈ જશે. અમેરિકા યુરોપીયન સંઘ સાથે મળીને કામ કરે છે. તેમાં યુરોપીયન સહયોગીઓનો સાથ આપીને રશિયામાં શાસન કરનારા લોકોની બોટ્સ, લક્ઝરી એપાર્ટમેન્ટ્સ, તેમના ખાનગી જેટ વિમાનોને જપ્ત કરવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું કે જ્યારે તેનો ઈતિહાસ લખાશે ત્યારે પુતિન દ્વારા યુક્રેન પર છેડાયેલી જંગના કારણે રશિયાને નબળું અને દુનિયાના બાકીના દેશોને શક્તિશાળી ગણવામાં આવશે. બાઈડેને કહ્યું કે પુતિન યુદ્ધ ક્ષેત્રમાં જરૂર આગળ હશે પરંતુ તેના માટે તેમણે ઊંચી કિંમત ચૂકવવી પડશે. આ અગાઉ બાઈડેને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કી સાથે વાત કરી હતી. જેમાં જેલેન્સ્કીએ બાઈડેનને કહ્યું હતું કે રશિયાને જલદી રોકવું જોઈએ.
The US & our allies will defend every inch of NATO territory with full force of our collective power. Ukrainians are fighting back with pure courage. Putin may gain makes gains on the battlefield but he'll have to continue to pay a high price over the long run: US President Biden pic.twitter.com/Bd589aaHFI
— ANI (@ANI) March 2, 2022
રશિયન વિમાનો માટે એરસ્પેસ બંધ
પોતાના સંબોધનમાં જો બાઈડેને કહ્યું કે સંકટની આ ઘડીમાં અમે યુક્રેન સાથે છીએ. અમે રશિયન વિમાનો માટે અમેરિકાનો એરસ્પેસ બંધ કર્યો છે. અમે નાટોની એક એક ઈંચ જમીનની રક્ષા કરીશું. તેમણે વધુમાં કહ્યું કે રશિયા જે પ્રકારે યુક્રેન પર હુમલા કરી રહ્યું છે તે વિશ્વ શાંતિ માટે જોખમ છે. મોસ્કોએ કોઈ પણ ઉશ્કેરણી વગર યુક્રેન પર હુમલો કર્યો છે.
NATO દેશોની રક્ષા માટે પ્રતિબદ્ધ
જો બાઈડેને કહ્યું કે તાનાશાહોએ હંમેશા કિંમત ચૂકવવી પડે છે અને હવે તાનાશાહને તેના કર્યાની સજા આપવી ખુબ જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે અમેરિકા અને અમારા સહયોગી અમારી સામૂહિક શક્તિ સાથે નાટોની એક એક ઈંચ જમીનની રક્ષા કરશે.
અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનનું સંબોધન... યુક્રેન-રશિયા યુદ્ધ અંગે મોટું નિવેદન....
🔴જુઓ LIVE : https://t.co/UwTWHNeCzl 🔴#RussianUkrainianWar #RussiaUkraine #America #JoeBiden #LIVe #ZEE24Kalak pic.twitter.com/myhv9e8Rhk
— Zee 24 Kalak (@Zee24Kalak) March 2, 2022
રશિયા સાથે ભીડશે નહીં અમેરિકી સેના
બાઈડેને આજે અમેરિકી સંસદને સંબોધન કરતા કહ્યું કે વ્લાદિમિર પુતિનને લાગતું હતું કે પશ્ચિમી દેશ અને નાટો કોઈ પ્રતિક્રિયા નહીં આપે. તેઓ યુરોપના ભાગલા પાડવા માંગતા હતા. અમે એક સાથે છીએ અને એક સાથે રહીશું. યુક્રેને રશિયાના જૂઠ્ઠાણાનો મુકાબલો સચ્ચાઈ સાથે કર્યો. બાઈડેને કહ્યું કે અમેરિકાની સેના રશિયા સાથે ભીડશે નહીં. પરંતુ રશિયાને મનમાની કરવા દેવામાં નહીં આવે. તેમણે એમ પણ કહ્યું કે અમે રશિયા પર કડક પ્રતિબંધો લગાવવાની સાથે સાથે યુક્રેનને એક અબજ ડોલરની મદદ પણ કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે