Shinzo Abe ને PM Modi એ કેમ ભેટમાં આપ્યાં હતાં બે વાટકા? જાણો વાટકા જોઈને મિસિસ આબેએ શું કહ્યું હતું?

8 જુલાઈ 2022ના દિવસે સમગ્ર જાપન હલી ગયું. કેમ જાપાનમાં પ્રથમ વખત એવું બન્યું હતું કે જેમાં તેમણે પોતાના પૂર્વ પ્રધાનમંત્રી ગુમાવવા પડ્યા હતા. ચાલુ ભાષણમાં ગોળીબાર થતા શિંજો આબેનું દુખદ નિધન થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. જોકે, હજુ સુધી જાપાન સરકારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી નથી.

Shinzo Abe ને PM Modi એ કેમ ભેટમાં આપ્યાં હતાં બે વાટકા? જાણો વાટકા જોઈને મિસિસ આબેએ શું કહ્યું હતું?

Shinzo Abe Shot: ભારત અને જાપાનની મિત્રતાથી દુનિયા વાકેફ છે. તેમા પણ શિંજો આબે અને પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીની મિત્રતાએ દુનિયાને નવો જ સંદેશ આપ્યો હતો. આજે જ્યારે શિંજો આબે દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે એવું સૂત્રો જણાવી રહ્યાં છે. જોકે, હજુ જાપાન સરકારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી નથી. ત્યારે તેમની હત્યાથી સૌથી વધુ દુખ ભારતને છે. શિંજો આબે સાથે જોડાયેલી કેટલીક ભારતીય યાદો પણ હવે યાદગીરી બનીને રહી જશે.

 

— Narendra Modi (@narendramodi) July 8, 2022

 

2018માં શરૂ થયો મિત્રતાનો નવો અધ્યાય:
ઓક્ટોબર 2018નો પ્રધાનંત્રી મોદીનો જાપાન પ્રવાસ ખુબ જ ખાસ રહ્યો હતો. જેમાં સૌથી વધુ શિંજો આબેને પ્રધાનમંત્રીએ આપેલ બે વાટકાની ભેટ દુનિયાને આકર્ષિત કરી. મિત્ર શિંજો આબે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગિફ્ટમાં ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં બનેલા બે બાઉલ લઈ ગયા હતા. પીએમ મોદી આબે માટે જે ગિફ્ટ લઈ ગયા હતા તેમાં અલગ અલગ આકારના બે બાઉલ હતા. જેની ખાસ વાત એ છે કે બંને બાઉલ ગુલાબી સ્ફટિક અને પીળા સ્ફટિકના બનેલા હતા. મિરઝાપુરના કલાકારોએ તેને પોતાના હાથથી તૈયાર કર્યા હતા. આ ભેટ જોઈને ન માત્ર શિંજો આબે પરંતુ તેમના પત્ની પણ ખુબ ખુશ થઈ ગયા હતાં. વાટકા જોઈને મિસિસ આબેએ કહ્યું હતુંકે, આ એક ખુબ સરસ ભેટ છે. અમે હંમેશા તેને ભારત સાથેના સંબંધોની જેમ સાચવીને રાખીશું.

મિરઝાપુરને અપાવી હતી આંતરરાષ્ટ્રીય ઓળખ:
વિપક્ષ હંમેશ કટાક્ષ કરી કહેતા હોય કે અમે સત્તામા આવીશું તો જિલ્લાઓના નામથી તેમની ઓળખ ઊભી કરીશું. પરંતુ પ્રધાનમંત્રી મોદી વિદેશ પ્રવાસમાં પણ ભારતના વિસ્તારોને ઓળખ આપવામાં પાછળ રહેતા નથી.2018માં પીએમ મોદી મિરઝાપુરમાં સ્ફટિકથી બનેલા બાઉલ જાપાનના વડાપ્રધાનને ગિફ્ટ આપી હતી. જેનાથી મેડ ઈન મિરઝાપુરની આ પ્રોડક્ટ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની હતી.

ભારત માટે જાપાન હંમેશા રહ્યું છે મૂલ્યવાન:
શિંજો આંબેની મિત્રતાની સાથે પ્રધાનમંત્રી મોદી કહી ચૂક્યા છે જાપાન ભારત માટે હંમેશ મૂલ્યવાન અને વિશ્વસનીય રહ્યું છે. એટલે જ દરેક પ્રવાસમાં ભારત અને જાપાન વચ્ચે વેપાર, રોકાણ અને સ્વાસ્થ્ય સેવા, ડિજીટલ ટેક્નોલોજી, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, આફત નિવારણ અને આફતોનો સામનો કરવા માટે ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચર જેવા નવા ક્ષેત્રમાં સહયોગ વધારવા વ્યૂહરચના ઘડાઈ છે.

શિંજો આબે સૌથી વધુ સમય સુધી જાપાનના પ્રધાનમંત્રી રહ્યા:
જાપાનમાં સૌથી લાંબા સમય માટે પ્રધાનમંત્રી રહેલા શિંજો આબેની 67 વર્ષની ઉંમરે ગોળી મારી હત્યા કરવામાં આવી. 1954માં જન્મેલા શિંજો આબેનું 8 જુલાઈ 2022ના 67 વર્ષની ઉંમરે નિધન થયું. જાપાનના ઉચ્ચ સદનની ચૂંટણી માટે શિંજો આંબે પ્રચાર કરતા હતા. ત્યારે ચાલુ ભાષણમાં આબેને બે ગોળી મારવામાં આવી હતી. જે બાદ હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં તેમનું મોત થયું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news