'સંસદમાં પ્રાર્થના કક્ષનો ઉપયોગ સેક્સ માટે થતો હતો, સાંસદો માટે આવતી હતી સેક્સ વર્કર્સ', જાણો કોણે કહ્યું?

ઓસ્ટ્રેલિયા (Australia) માં સંસદની અંદર સેક્સ્યુઅલ એક્ટિવિટિઝમાં સામેલ સરકારી સ્ટાફની તસવીરો અને વીડિયો લીક થવાના કારણે રાજકીય ભૂકંપ આવી ગયો છે.

'સંસદમાં પ્રાર્થના કક્ષનો ઉપયોગ સેક્સ માટે થતો હતો, સાંસદો માટે આવતી હતી સેક્સ વર્કર્સ', જાણો કોણે કહ્યું?

મેલબર્ન: ઓસ્ટ્રેલિયા (Australia) માં સંસદની અંદર સેક્સ્યુઅલ એક્ટિવિટિઝમાં સામેલ સરકારી સ્ટાફની તસવીરો અને વીડિયો લીક થવાના કારણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ તો એક મહિલા સાંસદની ડેસ્ટ પાસે માસ્ટરબેટ કરી રહ્યો છે. આ ચોંકાવનારા ખુલાસા બાદ મંગળવારે સ્કોટ મોરિસનની સરકાર એક મોટા સ્કેન્ડલમાં ઘેરાઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ આ ઘટનાને ખુબ જ શરમજનક અને ધૃણાસ્પદ ગણાવી છે. આ સેક્સ (Sex) વીડિયોને એક ગ્રુપ ચેટ પર શેર કરાયા હતા જેને કોઈએ લીક કરી દીધા. આ વીડિયોનો મીડિયામાં ખુલાસો થયા બાદ હડકંપ મચી ગયો છે. 

ઓસ્ટ્રેલિયા (Australia) ના અખબાર ધ ઓસ્ટ્રેલિયન અને ચેનલ 10 એ સંસદમાં સેક્સ્યુઅલ એક્ટના વીડિયો બહાર પાડ્યા છે. વીડિયો એક વ્હિસલબ્લોઅર તરફથી લીક કરાયા છે. વીડિયો સામે આવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની મહિલા સાંસદો અને સામાન્ય જનતા તરફથી એકવાર ફરીથી સરકાર પ્રત્યે વિરોધ તેજ થયો છે.

પ્રાર્થના કક્ષનો ઉપયોગ સેક્સ કરવા માટે!
સમગ્ર દેશમાં આરોપીઓ વિરુદ્ધ આરોપીઓ વિરુદ્ધ જોરદાર પ્રદર્શન શરૂ થઈ ગયું છે. આ પ્રદર્શનમાં ઓસ્ટ્રેલિયાના મહિલા સાંસદ પણ સામેલ છે. આ બાજુ વીડિયો લીક કરનારાની ઓળખ ટોમ તરીકે થઈ છે. તેણે જણાવ્યું કે સરકારી કર્મચારી અને સાંસદ છાશવારે સંસદના પ્રાર્થના કક્ષનો ઉપયોગ સેક્સ કરવા માટે કરતા હતા. તેણે આરોપ લગાવ્યો કે સેક્સ વર્કર (Sex Worker) ને સંસદની ઈમારતની અંદર લાવવામાં આવે છે જેથી કરીને ગઠબંધન સરકારના સાંસદોને ખુશ કરી શકાય. 

ટોમે જણાવ્યું કે કર્મચારીઓ વચ્ચે હંમેશા અશ્લીલ તસવીરોનું આદાન પ્રદાન થાય છે. આ એટલું વધારે થાય છે કે હવે તેઓ તેના આદી બની ગયા છે. તેણે કહ્યું કે અહીંના પુરુષ કર્મચારીઓ એવું વિચારે છે કે તેઓ કઈ પણ કરી શકે છે. આ લોકો એવું પણ માને છે કે તેમણે કોઈ કાયદાનો ભંગ કર્યો નથી અને ન તો તે નૈતિક રીતે ભ્રષ્ટ છે. 

આ બધા ખુલાસા બાદ સરકારે તત્કાળ પોતાના એક કર્મચારીને બરખાસ્ત કર્યો છે. મહિલા મામલાઓના મંત્રી મરિસે પાયનેએ કહ્યું કે સરકારે આ સમગ્ર મામલે તપાસ કરાવવી જોઈએ. અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે સંસદ પરિસરમાં તેમની સાથે શારીરિક શોષણ થયું અને સરકારના અનેક મહત્વના લોકોને જાણકારી હોવા છતાં આરોપી પર કોઈ કાર્યવાહી થઈ નહીં.

ઓસ્ટ્રેલિયાની સરકારની એક મહિલા એડવાઈઝરે ક હ્યું હતું કે 2019માં એક સહકર્મીએ તેમનો રેપ કર્યો. પરંતુ સરકારે ઘટના અંગે કોઈ કાર્યવાહી કરી નહી. ઘટનાના ખુલાસા બાદ ઓસ્ટ્રેલિયાના અનેક શહેરોમાં પ્રદર્શન પણ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news