Russia-Ukraine War: રશિયાની સેનાના હુમલાથી યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટમાં લાગી આગ, મચી શકે છે ભારે તબાહી
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે નવમો દિવસ છે. હાલાત બદથી બદતર થઈ રહ્યા છે. શક્તિશાળી રશિયા સતત યુક્રેનને વેરવિખેર કરવામાં લાગ્યુ છે. બંને બાજુથી જાનમાલનું ખુબ નુકસાન થઈ રહ્યું છે. આ બધા વચ્ચે એક ચિંતાજનક સમાચાર એ છે કે Zaporizhzhia Oblast પ્રાંતના એનરહોદર શહેરમાં રશિયાએ મોટો હુમલો કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે નવમો દિવસ છે. હાલાત બદથી બદતર થઈ રહ્યા છે. શક્તિશાળી રશિયા સતત યુક્રેનને વેરવિખેર કરવામાં લાગ્યુ છે. બંને બાજુથી જાનમાલનું ખુબ નુકસાન થઈ રહ્યું છે. આ બધા વચ્ચે એક ચિંતાજનક સમાચાર એ છે કે Zaporizhzhia Oblast પ્રાંતના એનરહોદર શહેરમાં રશિયાએ મોટો હુમલો કર્યો છે. યુક્રેની અધિકારીનો દાવો છે કે આ હુમલા બાદ ઝેપોરીજિયા સ્થિત યુરોપના સૌથી મોટા પરમાણુ ઉર્જા કેન્દ્રમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
ચેર્નોબિલથી 10 ગણો મોટો વિસ્ફોટ
યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ ટ્વીટ કરીને કહ્યું કે રશિયન સેના યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ ઝાપોરિઝજયા એનપીપી (Zaporizhzhia Nuclear Power Plant) પર ચારેબાજુથી ગોળીબાર કરી રહી છે. તેમણે કહ્યું કે આગ પહેલેથી લાગી ચૂકી છે. વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ આગ લાગ્યા બાદ રશિયન સૈનિકોને યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પર હુમલો બંધ કરવા જણાવ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે જો આ ઉડ્યું તો અહીં ચેર્નોબિલથી પણ 10 ગણો મોટો વિસ્ફોટ થશે. રશિયનોએ આ આગ તરત ઓલવવી જોઈએ. અત્રે જણાવવાનું કે 26 એપ્રિલ 1986 ના રોજ ચેર્નોબિલ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટના ચોથા રિએક્ટરમાં વિસ્ફોટ થયો હતો. તેને અત્યાર સુધીની સૌથી ભયાનક પરમાણુ દુર્ઘટના કહેવામાં આવે છે.
Russian army is firing from all sides upon Zaporizhzhia NPP, the largest nuclear power plant in Europe. Fire has already broke out. If it blows up, it will be 10 times larger than Chornobyl! Russians must IMMEDIATELY cease the fire, allow firefighters, establish a security zone!
— Dmytro Kuleba (@DmytroKuleba) March 4, 2022
રશિયાએ યુક્રેનના એનરહોદર શહેર પર હુમલો કર્યો છે. યુક્રેનમાં Zaporizhzhia Oblast ના ઉત્તર પશ્ચિમ ભાગમાં એનરહોદર એક શહેર અને નગરપાલિકા છે. ઝેપોરીજિયાથી એનરહોદર થોડે જ દૂર છે. Enerhodar, Nikopol અને Chervonohryhorivka ની સામે Kakhovka જળાશય પાસે નીપર નદી પાસે વસેલુ છે.
#WATCH | Adviser to the Head of the Office of President of Ukraine Volodymyr Zelenskyy tweets a video of "Zaporizhzhia NPP under fire..."#RussiaUkraine pic.twitter.com/R564tmQ4vs
— ANI (@ANI) March 4, 2022
અત્રે જણાવવાનું કે યુક્રેનમાં Zaporizhzhia પરમાણુ પ્લાન્ટમાં 6 રિએક્ટર છે. જે સમગ્ર યુરોપમાં સૌથી મોટું અને પૃથ્વીનું 9મું સૌથી મોટું રિએક્ટર ગણાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રશિયા હાલમાં તેના પર મોર્ટાર અને આરપીજીથી હુમલા કરી રહ્યું છે. ઉર્જા કેન્દ્રના કેટલાક ભાગમાં હાલ આગ લાગી છે. રશિયનોએ ફાયરકર્મીઓ ઉપર પણ ફાયરિંગ કર્યું હોવાના મીડિયા રિપોર્ટ્સ છે.
BREAKING: Ukrainian government official says smoke visible from Europe's largest nuclear power station as Russia attacks city of Enerhodar. https://t.co/NnsA3DkhOs
— The Associated Press (@AP) March 4, 2022
યુક્રેન અને રશિયા વચ્ચે વધતી લડાઈ નિર્ણાયક તબક્કામાં પ્રવેશતી જોવા મળી રહી નથી. આ જંગમાં ફરીથી પરમાણુ યુદ્ધનું જોખમ વધી ગયું છે. યુક્રેન પર ચડાઈ દરમિયાન જ રશિયાના નિશાન પર યુક્રેનના પરમાણુ ઉર્જા કેન્દ્ર રહ્યા છે. આ અગાઉ ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ પર રશિયન સૈનિકોએ 24 ફેબ્રુઆરીના રોજ કબજો જમાવ્યો હતો.
અમેરિકા અને પશ્ચિમી દેશો યુક્રેનની મદદ કરી રહ્યા છે અને રશિયન રાષ્ટ્રપતિ પહેલેથી જ ચેતવી ચૂક્યા છે કે જો કોઈ પણ બહારના વચ્ચે પડ્યા તો અંજામ એવો થશે જે પહેલા જોયો નહીં હોય. એક્સપર્ટ પુતિનની આ ધમકીને એટમી યુદ્ધ સાથે જોડી રહ્યા છે. ઈન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યૂક્લિયર વેપન એટલે કે ICAN મુજબ જો અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ યુદ્ધ છેડાયું તો મૃતકોની સંખ્યા 10 કરોડ પાર પહોંચી જશે.
બાઈડેને કરી જેલેન્સ્કી સાથે વાત
આ બાજુ International Atomic Energy Agency ના મહાનિદેશક રાફેલ મારિયાનો ગ્રાસીએ યુક્રેનના પ્રધાનમંત્રી અને યુક્રેની પરમાણુ નિયામક અને ઓપરેટર સાથે વાત કરી. આ સાથે જ તેમણે ગોળીબાર રોકવાની અપીલ કરતા કહ્યું કે તેના પરિણામ ઘાતક આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ આ મુદ્દે યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમિર જેલેન્સ્કી સાથે વાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે