પ્રીતિ પટેલ બ્રિટનના પહેલા ભારતીય મૂળના ગૃહ મંત્રી બન્યાં, PM મોદીના સમર્થક

પૂર્વની થેરેસા મે સરકારની પ્રમુખ આલોચક અને બ્રેક્ઝિટના સમર્થક પ્રીતિ પટેલ બ્રિટનની નવી બોરિસ જોનસન સરકારમાં ગૃહ મંત્રી બન્યાં છે.

પ્રીતિ પટેલ બ્રિટનના પહેલા ભારતીય મૂળના ગૃહ મંત્રી બન્યાં, PM મોદીના સમર્થક

લંડન: પૂર્વની થેરેસા મે સરકારની પ્રમુખ આલોચક અને બ્રેક્ઝિટના સમર્થક પ્રીતિ પટેલ બ્રિટનની નવી બોરિસ જોનસન સરકારમાં ગૃહ મંત્રી બન્યાં છે. વડાપ્રધાન બોરિસ જોનસનની ટીમમાં મહત્વના પદ પર પહોંચનારા તેઓ પહેલા ભારતીય મૂળના નેતા છે. કંઝર્વેટિવ પાર્ટીના નેતા પ્રીતિ પટેલને સાજીદ જાવીદની જગ્યાએ ગૃહ મંત્રી બનાવવામાં આવ્યાં છે. સાજીદ જાવીદ પાકિસ્તાની મૂળના છે અને તેઓ નાણા મંત્રી બન્યા છે. આ પદ પર પહોંચનારા તેઓ પહેલા જાતીય અલ્પસંખ્યક સમુદાયના નેતા છે. 

પ્રીતિ પટેલ મૂળ ગુજરાત સાથે ઘરોબો ધરાવે છે અને બ્રિટનમાં થનારા પ્રવાસી ભારતીય કાર્યક્રમોમાં મોટાભાગે પ્રમુખ રીતે ભાગ લે છે. તેમને બ્રિટનમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જબરદસ્ત સમર્થક ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છેકે બ્રેક્ઝિટના મુદ્દે થેરેસા મેના રાજીનામા બાદ બ્રિટનની સત્તાધારી કંઝર્વેટિવ પાર્ટીએ બોરિસ જોનસનને પાર્ટીના નવા નેતા તરીકે પસંદ કર્યા છે. ત્યારબાદ જોનસને મહારાણી એલિઝાબેથ દ્વિતિય સાથે મુલાકાત કરી અને તેમને દેશના નવા વડાપ્રધાન તરીકે જાહેર કરવામાં આવ્યાં. 

ब्रिटेन के मंत्री प्रीति पटेल ने नोटबंदी के लिए मोदी को सराहा

આ અગાઉ બ્રિટનમાં સત્તાધારી કંઝર્વેટિવ પાર્ટીના નેતા તથા પૂર્વ વિદેશ સચિવ બોરિસ જોનસન મંગળવારે બ્રિટનના આગામી વડાપ્રધાન તરીકે પસંદ થયાં. તેમણે પોતાના વિજયી ભાષણમાં સમર્થકોને ઝડપ સાથે સારી રીતે કામ કરવાનો ભરોસો જતાવ્યો. જોનસનની જીત શાનદાર રહી અને તેમણે 92,153 મત મેળવ્યાં. જ્યારે તેમના હરિફ જેરેમી હંટ માત્ર 46,656 મતો પર સમેટાઈ ગયાં. 

બોરિસ જોનસન
પોતાના વિજય ભાષણમાં તેમણે કહ્યું કે મને ખબર છે કે આપણી આસપાસ એવા લોકો પણ હશે જે તમારા નિર્ણયની બુદ્ધિમત્તા પર સવાલ ઉઠાવશે. અહીં કેટલાક એવા લોકો પણ હોઈ શકે છે જે હજુ પણ આશ્ચર્યચકિત છે કે તેમણે શું કર્યું છે. તેમણે કહ્યું કે હું શંકા રાખનારા લોકોને પણ કહું છું કે અમે દેશને ઉર્જાવાન બનાવવા જઈ રહ્યાં છીએ. અમે એકવાર ફરીથી પોતાના પર વિશ્વાસ કરવા જઈ રહ્યાં છીએ. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે હું મારી ટીમ સાથે ઝડપથી કામ કરીશ. અભિયાન સમાપ્ત થઈ ગયું છે અને કામ શરૂ થઈ ગયું ચે. તેમણે પૂર્વ વડાપ્રધાન થેરેસા મેને પણ શુભેચ્છા પાઠવી, જેમના તે લાંબા સમયથી આલોચક પણ રહ્યાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જોનસનને શુભેચ્છા પાઠવતી ટ્વીટ કરીને લખ્યું કે તેઓ મહાન બનશે. 

પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા
જોનસનની શાનદાર જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને તેમને શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે હું તમારી સફળતાની કામના કરું છું. ભારત-યુકેની ભાગીદારીને મજબુત કરવા માટે તમારી સાથે કામ કરવાની આશા રાખું છું. અત્રે જણાવવાનું કે 55 વર્ષના બોરિસ જોનસન બ્રેક્ઝિટના પ્રબળ સમર્થક છે. તેમણે તેના પક્ષમાં મોટું અભિયાન ચલાવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news