PM Modi in Papua New Guinea: પાપુઆ ન્યૂ ગિનીમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, પ્રધાનમંત્રી જેમ્સ મારાપે પગે લાગ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન બાદ પાપુઆ ન્યૂ ગિની પહોંચી ચુક્યા છે. પાપુઆ ન્યૂ ગિનીના પ્રધાનમંત્રી જેમ્સ મારાપેએ એરપોર્ટ પર પીએમ મોદીનું પગે લાગી સ્વાગત કર્યુ છે. ત્યારબાદ પીએમ મોદીએ જેમ્સ મારાપેને ગળે લગાવી લીધા હતા.
Trending Photos
ગિનીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન બાદ પાપુઆ ન્યુ ગિની પહોંચી ગયા છે. પાપુઆ ન્યુ ગિનીના પ્રધાનમંત્રી જેમ્સ મારાપેએ એરપોર્ટ પર પીએમ મોદીનું પગે લાગીને સ્વાગત કર્યું. આ પછી પીએમ મોદીએ જેમ્સ મારાપેને ગળે લગાવ્યા. પીએમ મોદી પાપુઆ ન્યુ ગીની પહોંચનાર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા છે. તેમના પહેલા કોઈ ભારતીય પીએમે પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત લીધી નથી. પાપુઆ ન્યુ ગિનીના પોર્ટ મોરેસ્બી ખાતે પીએમ મોદીનું ગાર્ડ ઓફ ઓનર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી પાપુઆ ન્યુ ગિનીમાં ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા હતા.
પાપુઆ ન્યુ ગીનીમાં પીએમ મોદીનો આ કાર્યક્રમ
PM મોદી પાપુઆ ન્યુ ગિનીના પ્રધાનમંત્રી જેમ્સ મારાપે સાથે સંયુક્ત રીતે ફોરમ ફોર ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ કો-ઓપરેશન (FIPIC) ની 3જી સમિટનું આયોજન કરશે. પાપુઆ ન્યુ ગિની જતા પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે હું આભારી છું કે તમામ 14 પેસિફિક ટાપુ દેશો (પીઆઈસી) એ મહત્વપૂર્ણ સમિટ (એફઆઈપીઆઈસી) માં હાજરી આપવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. પોતાના પ્રવાસના ત્રીજા અને અંતિમ તબક્કામાં મોદી 22 થી 24 મે દરમિયાન ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે.
#WATCH | Prime Minister of Papua New Guinea James Marape seeks blessings of Prime Minister Narendra Modi upon latter's arrival in Papua New Guinea. pic.twitter.com/gteYoE9QOm
— ANI (@ANI) May 21, 2023
પીએમ મોદી જાપાન બાદ પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા
PM મોદી જાપાનના હિરોશિમામાં G-7 સમિટ અને ક્વાડ સમિટમાં ભાગ લીધા બાદ પાપુઆ ન્યૂ ગિની પહોંચી ગયા છે. જાપાનથી પાપુઆ ન્યુ ગિની જતા સમયે મોદીએ ટ્વિટ કર્યું કે તેમની જાપાનની મુલાકાત ફળદાયી રહી. જી-7 સમિટ દરમિયાન અનેક નેતાઓને મળ્યા અને તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. હું આ હૂંફ માટે પીએમ કિશિદા, જાપાન સરકાર અને તેના લોકોનો આભારી છું. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, ઇટાલી, જર્મની, કેનેડા અને જાપાન G7 ના સભ્ય દેશો છે. આ જૂથ વિશ્વના સૌથી ધનિક લોકશાહીનું પ્રતિનિધિત્વ કરે છે. તેની અધ્યક્ષતામાં જાપાને આ કોન્ફરન્સમાં ભારત અને અન્ય સાત દેશોને મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હતું.
Prime Minister Narendra Modi accorded the Guard of Honour at Port Moresby in Papua New Guinea. pic.twitter.com/TfmhG9dTKG
— ANI (@ANI) May 21, 2023
પાપુઆ ન્યૂ ગિનીથી ઓસ્ટ્રેલિયા જશે પીએમ મોદી
પીએમ મોદી જાપાનમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, જાપાનના પીએમ કિશિદા, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલ અને બ્રિટિશ પીએમ ઋષિ સુનાક સહિત અનેક વિશ્વ નેતાઓને મળ્યા હતા. મોદી 24 મેના રોજ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ સિડનીમાં એક કોમ્યુનિટી ઈવેન્ટમાં ઓસ્ટ્રેલિયન કંપનીઓના સીઈઓ અને બિઝનેસ લીડર્સ સાથે વાતચીત કરશે અને ભારતીય સમુદાયના સભ્યોને પણ સંબોધશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે