PM Modi US Visit: આ વખતે એકદમ અલગ હશે PM મોદીનો અમેરિકા પ્રવાસ, જાણો કેમ છે ખુબ મહત્વનો
PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20મી જૂનથી લઈને 25 જૂન સુધી અમેરિકા અને ઈજિપ્તના પ્રવાસે રહેશે. પીએમ મોદીના આ પ્રવાસ માટે અમેરિકામાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. ભારતીય સમુદાયના લોકો પણ પીએમ મોદીના પ્રવાસને લઈને ખુબ ઉત્સાહ છે.
Trending Photos
PM Modi US Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20મી જૂનથી લઈને 25 જૂન સુધી અમેરિકા અને ઈજિપ્તના પ્રવાસે રહેશે. પીએમ મોદીના આ પ્રવાસ માટે અમેરિકામાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. ભારતીય સમુદાયના લોકો પણ પીએમ મોદીના પ્રવાસને લઈને ખુબ ઉત્સાહ છે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે 22 જૂનના રોજ વોશિંગ્ટનમાં મુલાકાત કરશે. આ યાત્રા દરમિયાન બાઈડેન અને અમેરિકાના ફર્સ્ટ લેડી ઝીલ બાઈડેન 22 જૂનના રોજ સાંજે પ્રધાનમંત્રી મોદીના સન્માનમાં રાજકીય ડીનરની મેજબાની કરશે.
પીએમ મોદી 21 જૂનના રોજ ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમારોહનું નેતૃત્વ કરશે. પીએમ મોદી 22 જૂનના રોજ અમેરિકી કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે તથા તેના એક દિવસ બાદ એટલે કે 23 જૂનના રોજ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને વિદેશ મંત્રી એન્ટની બ્લિંકિન તેમના સન્માનમાં લંચની મેજબાની કરશે.
આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી વોશિંગ્ટનમાં અનેક પ્રમુખ કંપનીઓના સીઈઓ, વ્યવસાયિકો અને અન્ય હિતધારકોની સાથે પણ વાતચીત કરશે. અત્રે જણાવવાનું કે પીએમ મોદી 2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ સાતમીવાર અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે.
કેમ મહત્વનો છે પીએમ મોદીનો આ પ્રવાસ
વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમેરિકાનો પહેલો રાજકીય પ્રવાસ ઉચ્ચતમ સ્તરના સન્માનને દર્શાવે છે તથા આવું ભારતના ઈતિહાસમાં ફક્ત બેવાર બન્યું છે. તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદી અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કરશે અને આવું કરનારા તેઓ પહેલા ભારતીય પ્રધાનમંત્રી હશે. પ્રધાનમંત્રીએ આ અગાઉ 2016માં અમેરિકી કોંગ્રેસને સંબોધન કર્યું હતું.
વિદેશમંત્રીએ કહ્યું કે કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીએ આ રીતે બેવાર સંબોધન કર્યું નથી. આવું પહેલીવાર બનશે. દુનિયાભરમાં બહુ ઓછા લોકોએ આવું કર્યું છે. વિન્સ્ટન ચર્ચિલ, નેલ્સન મંડેલા. આથી બહુ ઓછા લોકો છે તેમણે અમેરિકી કોંગ્રેસને બેવાર સંબોધન કર્યું છે. એટલે તેનું મહત્વ વધુ છે. પીએમ મોદી અમેરિકાની રાજકીય યાત્રા કરનારા ત્રીજા ભારતીય નેતા છે. ગત બે રાજકીય પ્રવાસ જૂન 1963માં પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અને નવેમ્બર 2009માં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ દ્વારા કરાયા હતા.
થઈ શકે છે આ કરાર
પીએમ મોદીના પ્રવાસ દરમિયાન અનેક બિઝનેસ અને ડિફેન્સ ડીલ થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. અત્યાર સુધીમાં 22 હજાર કરોડ રૂપિયાના આર્મ્ડ ડ્રોન્સ અને 350 ફાઈટર વિમાનો માટે એન્જિન બનાવવાની ટેક્નિક અમેરિકાથી ખરીદવાની ડીલ નક્કી કરાઈ છે. આ ઉપરાંત આ પ્રવાસાં બંને મોરચે કેટલીક વધુ મોટી ડીલ થવાની પણ શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે