World's Top Leader: PM મોદી બન્યા નંબર 1 લોકપ્રિય નેતા, 5મા સ્થાન પર છે આ નેતા
દુનિયાભરના નેતાઓની ગ્લોબલ એપ્રૂવલ રેટિંગને લઇને અમેરિકા (America) ની ડેટા ઇંટેલિજેંસ ફર્મ મોર્નિગ કંસલ્ટએ એક સર્વે કર્યો જેમાં જાણકારી સામે છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) વૈશ્વિક નેતાઓમાં સૌથી આગળ છે.
Trending Photos
નવી દિલ્હી: દુનિયાભરના નેતાઓની ગ્લોબલ એપ્રૂવલ રેટિંગને લઇને અમેરિકા (America) ની ડેટા ઇંટેલિજેંસ ફર્મ મોર્નિગ કંસલ્ટએ એક સર્વે કર્યો જેમાં જાણકારી સામે છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) વૈશ્વિક નેતાઓમાં સૌથી આગળ છે. તમને જણાવી દઇએ કે ડેટા ઇંટેલિજેંસ ફર્મ મોર્નિંગ કંસલ્ટે જે આંકડા સામે રાખ્યા છે, તેનાથી સ્પષ્ટ થઇ ગયું છે કે પીએમ મોદી (PM Modi) ની લોકપ્રિયતા દુનિયાભરના નેતાઓમાં સૌથી વધુ છે.
એક સર્વે અનુસાર પીએમ મોદી (PM Modi) દુનિયાના સૌથી મનપસંદ લીડર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અન્ય વૈશ્વિક નેતાઓની તુલનામાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. ફક્ત ત્રણ વિશ્વના નેતાઓની સ્વિકૃતિ રેટિંગ 60 ટકા ઉપર છે જેમાં પીએમ મોદી સૌથી ઉપર છે. પીએમ મોદીની સ્વિકૃતિ 70 ટકા છે.
Global Leader Approval: Among All Adults https://t.co/dQsNxouZWb
Modi: 70%
López Obrador: 64%
Draghi: 63%
Merkel: 52%
Biden: 48%
Morrison: 48%
Trudeau: 45%
Johnson: 41%
Bolsonaro: 39%
Moon: 38%
Sánchez: 35%
Macron: 34%
Suga: 25%
*Updated 9/2/21 pic.twitter.com/oMhOH3GLqY
— Morning Consult (@MorningConsult) September 4, 2021
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) આ સર્વેમાં પાંચમા સ્થાન પર છે. આ આંકડા ખરેખર ચોંકવનારા છે. તેને લઇને આશ્વર્ય એટલા માટે પણ છે કારણ કે કોરોનાકાળ બાદ પણ પીએમ મોદીની લોકપ્રિયતા દુનિયાભરમાં ઓછી થઇ નથી. તેમણે 70 ટકા લોકોની સ્વિકાર્યતા પ્રાપ્ત થઇ છે. આ પરિણામથી ખબર પડે છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજુ પણ દુનિયામાં સૌથી વધુ સ્વિકાર્ય નેતા છે.
આ ગ્રાફમાં પિંક લાઇનને જોઇને, જે સૌથી ઉપર છે, તમે સરળતથી સમજી શકો છો કે પીએમ મોદીની દુનિયાભરમાં કેવી લોકપ્રિયતા છે. પીએમ મોદીની લોકપ્રિયતાને લઇને જો મોર્નિંગ કંસલ્ટનો ગત રિપોર્ટ પર નજર નાખી તો જૂનમાં આવેલા આંકડામાં અન્ય વૈશ્વિક નેતાઓની તુલનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની લોકપ્રિયતા 66 ટકા રહી હતી. એવામાં આ વખતે મોર્નિંગ કંસલ્ટની રેટિંગ પીએમ મોદીએ બઢત બનાવી છે. તો બીજી તર દુનિયાના સૌથી તાકતવર દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) લોકપ્રિયતાના મામલે 5મા સ્થાન પર છે. તેમને 48 ટકા લોકોએ પોતાની સ્વિકાર્યતા આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે