PM મોદી અને જિનપિંગની મુલાકાત, મહાબલીપુરમની પસંદગી પાછળ આ છે કારણ!

તામિલનાડુના મહાબલીપુરમમાં 11-12 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બીજી અનૌપચારિક શિખર બેઠક થવા જઈ રહી છે. બંને નેતાઓ યુનેસ્કોની કેટલીક વિશ્વ ધરોહર જેવા સ્થળોનું ભ્રમણ કરશે અને કલાક્ષેત્ર દ્વારા પ્રસ્તુત એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાની પ્રસ્તાવિત બેઠક માટે 11 ઓક્ટોબરના રોજ બપોર પછી ચેન્નાઈ પહોંચશે. આ સ્થળ મહાબલીપુરમથી 50 કિમી દૂર છે. 

PM મોદી અને જિનપિંગની મુલાકાત, મહાબલીપુરમની પસંદગી પાછળ આ છે કારણ!

નવી દિલ્હી: તામિલનાડુના મહાબલીપુરમમાં 11-12 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બીજી અનૌપચારિક શિખર બેઠક થવા જઈ રહી છે. બંને નેતાઓ યુનેસ્કોની કેટલીક વિશ્વ ધરોહર જેવા સ્થળોનું ભ્રમણ કરશે અને કલાક્ષેત્ર દ્વારા પ્રસ્તુત એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાની પ્રસ્તાવિત બેઠક માટે 11 ઓક્ટોબરના રોજ બપોર પછી ચેન્નાઈ પહોંચશે. આ સ્થળ મહાબલીપુરમથી 50 કિમી દૂર છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ આ બંને નેતાઓ મહાબલીપુરમમાં સાંજે બેઠક કરશે અને વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ જિનપિંગને કાંઠાના શહેરમાં પલ્લવ શાસકો દ્વારા નિર્મિત કેટલીક ઐતિહાસિક ધરોહરોની મુલાકાત કરાવશે. તેમણે કહ્યું કે મોદી ચીનના રાષ્ટ્રપતિના સન્માનમાં ડીનરનું આયોજન કરશે અને બંને નેતાઓ ત્યાં કલાક્ષેત્રના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થશે. સૂત્રોએ જણાવ્યું કે ત્યારબાદ બંને નેતાઓ 12 ઓક્ટોબરના રોજ પોતાના પ્રતિનિધિઓ વચ્ચે વાર્તાના બીજા તબક્કામાં સામેલ થશે. ત્યારબાદ શી બપોરે 2 વાગે સ્વદેશ રવાના થઈ જશે. બીજા દિવસની વાર્તા તાજ સમૂહ દ્વારા સંચાલિત ફિશરમેન્સ કોવમાં થશે. વાર્તા જો કે અનૌપાચિક છે તો કોઈ પણ ઔપચારિક વાર્તા કે કોઈ પણ કરાર પર હસ્તાક્ષર થશે નહીં. 

ડોવાલ અને વાંગ યી પણ સામેલ થશે
વાર્તામાં ભારત તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ સામેલ થશે જ્યારે ચીન તરફથી જિનપિંગ ઉપરાંત ચીનના વિદેશ મંત્રી વાંગ યી સામેલ થશે. 

મહાબલીપુરમનું છે ચીન કનેક્શન
સૂત્રોના જણાવ્યાં મુજબ ઈતિહાસ અને સંસ્કૃતિમાં બંને નેતાઓનો સમાન રસ હોવાના કારણે બીજી અનૌપચારિક વાર્તા માટે વિશ્વ ધરોહર જેવું સ્થળ મહાબલીપુરમ પસંદ કરવામાં આવ્યું છે. આ શહેરનો ચીન સાથે પણ ઐતિહાસિક સંબંધ છે. કહેવાય છેકે આ શહેરનો ચીન સાથે 1700 વર્ષ જૂનો ઈતિહાસ સંકળાયેલો છે. 

જુઓ LIVE TV

તામિલનાડુના સમુદ્ર કિનારે વસેલા આ શહેરની સુંદરતા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ શહેરને હિન્દુ રાજા નરસિંહ દેવવર્મને સ્થાપિત કર્યું હતું. મહાબલીપુરમને મામલ્લપુરમ પણ કહેવાય છે. 

વાત જાણે એમ છે કે ઘણા સમય પહેલા ચીન ફારસ અને રોમના પ્રાચીન સિક્કા આ વિસ્તારમાંથી મળી આવ્યાં હતાં. ઈતિહાસકારોના જણાવ્યાં મુજબ આ ઘટના એ વાતનો પુરાવો આપે છે કે અહીંના બંદર દ્વારા આ દેશો સાથે વેપાર થતો હતો. શી જિનપિંગ અને નરેન્દ્ર મોદી આ શહેરમાં શોર મંદિર, અર્જૂનનું તપસ્યા સ્થળ તથા પાંચ રથ જોવા જઈ શકે છે. 

મહાબલીપુરમ બંગાળની ખાડી કિનારે આવેલું શહેર છે જે પ્રાચીન સમયમાં વેપારનું મોટું હબ ગણાતું હતું અને પૂર્વી દેશો સાથે અહીંથી સીધો વેપાર થતો હતો. લગભગ 1700 વર્ષ અગાઉ આ વિસ્તારમાં પલ્લવ વંશના રાજા હતાં અને પલ્લવ વંશના રાજા નરસિંહ દ્વિતીયએ તે સમયે ચીન સાથે વેપાર સંબંધો વધારવા માટે પોતાના દૂતોને ચીન મોકલ્યા હતાં. તેની પાસે વસેલા કાંચિપુરમનો પણ ચીન સાથે જૂનો સંબંધ છે. આ ઉપરાંત ચીનના બૌદ્ધ ભિક્ષુ હવેન સાંગે પણ 17મી સદીમાં પ્રવાસ કર્યો હતો. 

(ઈનપુટ-આઈએએનએસ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news