ભૂટાનમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, અપાયું ગાર્ડ ઓફ ઓનર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાનની રાજધાની થિમ્પુ પહોંચી ગયા છે. ભૂટાનમાં પીએમ મોદીનું એરપોર્ટ પર શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. ભૂટાનની રાજધાની થિમ્ફુમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાનની રાજધાની થિમ્ફુ પહોંચી ગયા છે. ભૂટાનમાં પીએમ મોદીનું એરપોર્ટ પર શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. ભૂટાનની રાજધાની થિમ્પુમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.
(તસવીર-એએનઆઈ)
વડાપ્રધાન મોદીનો આ બીજો ભૂટાન પ્રવાસ છે. પીએમ મોદી હાઈડ્રો પાવર પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવા ઉપરાંત રૂપે કાર્ડ લોન્ચ કરશે અને અન્ય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધને વધુ મજબુત બનાવવાની પ્રાથમિકતા રહેશે. વડાપ્રધાન મોદીનો આ ભૂટાન પ્રવાસ પીએમ લોટેય ત્શેરિંગના આમંત્રણ પર થઈ રહ્યો છે. ભૂટાન રવાના થતા અગાઉ પીએમ મોદીએ કહ્યું કે દ્વિપક્ષીય સંબંધો માટે ભૂટાન ખુબ મહત્વનું છે.
પ્રવાસ માટે રવાના થતા અગાઉ પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ભૂટાન વચ્ચે ઉત્તમ દ્વિપક્ષીય સંબંધો છે અને અમારી વિસ્તૃત વિકાસ ભાગીદારી, બંને દેશો માટે લાભકારી, હાઈડ્રો પાવર સહયોગ, અને મજબુત વ્યાપાર અને આર્થિક સંબંધ તેનું ઉદાહરણ છે. અમારો જોઈન્ટ આધ્યાત્મિક વારસો, અને લોકો વચ્ચે મજબુત આપસી સંબંધ તેને વધુ મજબુત બનાવે છે.
#WATCH Prime Minister Narendra Modi receives a Guard of Honour in Paro, Bhutan. pic.twitter.com/ze85XCpFre
— ANI (@ANI) August 17, 2019
બંને દેશો વચ્ચે આપસી સંબંધો સહિત સંયુક્ત હિતો સંબંધિત વિષયો પર વ્યાપક ચર્ચા થશે. વડાપ્રધાન મોદી પોતાના પ્રવાસ દરમિયાન ભૂટાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક અને ભૂટાનના ચોથા નરેશ જિગ્મે સિગ્યે વાંગચૂક સાથે મુલાકાત કરશે. તેઓ પોતાના ભૂટાન સમકક્ષ ડો.લોટેય શેરિંગ સાથે પણ મુલાકાત કરશે. બંને દેશો વચ્ચે 10 જેટલા કરાર થવાની શક્યતા છે. ભૂટાનમાં ભારતના રાજદૂત રુચિરા કુમારના જણાવ્યાં મુજબ 10 કરાર પર હસ્તાક્ષર ઉપરાંત વડાપ્રધાન પાંચ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરશે. આ સાથે જ રૂપે કાર્ડ પણ લોન્ચ કરશે.
On 17th and 18th August, I will be in Bhutan for a bilateral visit that reflects the high importance attached to strong relations with our trusted friend and neighbour. I would be taking part in a wide range of programmes during this visit. https://t.co/X4LJXMscAc
— Narendra Modi (@narendramodi) August 16, 2019
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે