Tanzania Plane Crash: તાન્ઝાનિયામાં મોટી વિમાન દુર્ઘટના, લેન્ડિંગ દરમિયાન તળાવમાં પડ્યું યાત્રીકોથી ભરેલું વિમાન
Passenger plane crash in Tanzania:: તાન્ઝાનિયા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને જણાવ્યું, વિમાન, જે રાજધાની દાર એ સલામથી રવાના થયું હતું, આજે સવારે તોફાન અને ભારે વરસાદને કારણે વિક્ટોરિયા તળાવમાં પડી ગયું.
Trending Photos
નવી દિલ્હીઃ તાન્ઝાનિયામાં રવિવારે એક યાત્રી વિમાન ક્રેશ થઈ ગયું. જાણવા મળી રહ્યું છે કે આ યાત્રી વિમાન લેન્ડિંગ દરમિયાન ઉત્તર-પશ્ચિમી શહેર બુકાબોના એરપોર્ટની નજીક વિક્ટોરિયા તળાવમાં પડી ગયું. બુકોબા એરપોર્ટ પર રનવેનો એક છેડો આફ્રિકાના સૌથી મોટા વિક્ટોરિયા તળાવની નજીક સ્થિત છે. પ્રેસિઝન એરનું આ વિમાન દાર એ સલામથી બુકોબા વાયા મ્વાંજા થઈને જઈ રહ્યું હતું.
15 લોકોને બચાવવામાં આવ્યા
તાન્ઝાનિયા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને જણાવ્યું, વિમાન જે રાજધાની દાર એ સલામથી રવાના થયું હતું, આજે સવારે તોફાન અને ભારે વરસાદને કારણે વિક્ટોરિયા તળાવમાં પડી ગયું. ટીબીસીએ જણાવ્યું કે અત્યાર સુધી 15 લોકોને બચાવવામાં આવ્યા છે. પરંતુ તે જાણવા મળ્યું નથી કે ફ્લાઇટમાં કેટલા યાત્રી સવાર હતા કે કોઈનું મોત થયું છે કે નહીં.
સોશિયલ મીડિયા પર પ્રસારિત વીડિયો ફુટેજ અને તસવીરોમાં વિમાન લગભગ સંપૂર્ણ રીતે તળાવમાં ડૂબી ગયેલું દેખાઈ છે, જેનો માત્ર લીલા અને ભૂરા કલરનો ભાગ તળાવની ઉપર પાણીમાં જોવા મળી રહ્યો છે.
રેસ્ક્યૂ ઓપરેશન જારી
ટીબીસીએ કહ્યું કે બચાવ માટે બોટ તૈનાત કરવામાં આવી છે અને વિમાનમાં ફસાયેલા અન્ય યાત્રીકોને બચાવવા માટે ઇમરજન્સી કર્મચારી કામ કરી રહ્યાં છે.
તાન્ઝાનિયાની સૌથી મોટી ખાનગી માલિકીવાળી એરલાઇન પ્રિસિઝન એરે વિમાનની ફ્લાઇટ PW 494 ના રૂપમાં ઓળખ કરી અને કહ્યું કે, દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું જ્યારે તે એરપોર્ટ નજીક આવી રહ્યું હતું. એરલાઇન્સે નિવેદનમાં વધુ જાણકારી આપી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે