ચીનમાં વેચવામાં આવી રહી છે પાકિસ્તાની મહિલાઓ, પછી ધકેલી દેવાય છે વેશ્યાવૃત્તિમાં

નતાશા મસીહ(19 વર્ષ) નામની એક યુવતીએ જણાવ્યું કે, તેના પરિવારે એક ચીની વ્યક્તિ સાથે તેના લગ્ન કરાવ્યા હતા, પાછળથી તેને ખબર પડી કે પરિવારે ચીની વ્યક્તિ સાથે લગ્નના નામે તેને વેચી મારી હતી 
 

ચીનમાં વેચવામાં આવી રહી છે પાકિસ્તાની મહિલાઓ, પછી ધકેલી દેવાય છે વેશ્યાવૃત્તિમાં

ફૈસલાબાદઃ પાકિસ્તાનની મહિલાઓને લગ્નના નામે ચીનના લોકો સાથે પરણાવીને વેચી નાખવાની અને પછી તેમને ચીનમાં લઈ જઈને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાનું એક કૌભાંડ બહાર આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ કૌભાંડ ચાલતું હતું. તાજેતરમાં જ નતાશા મસીહ (19 વર્ષ)ની યુવતીએ જ્યારે મીડિયામાં તેની આપવીતી સંભળાવી ત્યારે દેશમાં ચાલી રહેલા આ સમગ્ર કૌભાંડ પરથી પડદો ઊંચકાઈ ગયો હતો. 

આ યુવતીએ પોતાના લગ્નનું પ્રમાણપત્ર દર્શાવતા કહ્યું કે, ના પરિવારે એક ચીની વ્યક્તિ સાથે તેના લગ્ન કરાવ્યા હતા, પાછળથી તેને ખબર પડી કે પરિવારે ચીની વ્યક્તિ સાથે લગ્નના નામે તેને વેચી મારી હતી. તેનો પતિ તેના પર શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારતો હતો. આખરે જ્યારે તે અત્યાચાર સહન કરીને તુટી ગઈ ત્યારે તેણે પોતાની માતાને પોતાની આપવીતી જણાવી અને તેને ઘરે પાછી બોલાવી લેવા માટે વિનંતી કરી હતી. 

નતાશાએ જણાવ્યું કે, લગ્ન કરીને લઈ ગયા પછી તેના પતિએ તેને ચીનના કોઈ એક શહેરમાં એક હોટલમાં છુપાવી દીધી હતી. છેલ્લા કેટલાક અઠવાડિયાથી તે દરરોજ નવા-નવા પુરુષોને લઈને આવતો હતો અને તેમની સાથે જાતીય સંબંધ બાંધવા માટે તેને મજબૂર કરતો હતો. યુવતીએ કહ્યું કે, તેના પતિએ તેને જણાવ્યું હતું કે, "મેં તને પાકિસ્તાનમાં ખરીદી છે. તું મારી છે. હવે તું મારી સંપત્તી છે."  

चीन में बेची जा रही हैं पाकिस्तानी महिलाएं, फिर ढकेला जाता है वेश्यावृत्ति में

નતાશા એ અસંખ્ય પાકિસ્તાની યુવતીઓમાંની એક છે, જેના પરિજનોએ રોકડ રકમના બદલામાં તેમનાં લગ્ન ચાઈનીઝ પુરુષો સાથે કરાવી દીધા હતા. આ પરિવારમાં મોટાભાગના ખ્રિસ્તી હતા. એક અન્ય યુવતીએ પણ મોબાઈલમાં તેના પતિનો ફોટો બતાવીને જણાવ્યું કે, આ વ્યક્તિ સાથે તેના લગ્ન કરાવી દેવાયા હતા. લગ્ન કરીને ઘરે લઈ ગયા પછી આ વ્યક્તિ તેની પાસે વેશ્યાવૃત્તિ કરાવતો હતો અને જો તે ઈનકાર કરે તો તેના પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. 

પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, ચીનમાં અનેક મહિલાઓને વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરવામાં આવી રહી છે. પાકિસ્તાનની સંઘીય તપાસ એજન્સીએ પણ છેલ્લા એક મહિનામાં અનેક જગ્યાએ દરોડા પાડીને કેટલાક લોકોની ધરપકડ કરી છે, જેમાં આ સમગ્ર નેટવર્ક ચાલતું હોવાનું બહાર આવ્યું છે. પરિવારને એવી લાલચ આપવામાં આવે છે કે, તેમની દિકરીઓનાં લગ્ન ચીનના સારા વ્યવસાયી સાથે કરવામાં આવશે અને તેમનું જીવન સુધરી જશે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news