પાકિસ્તાન: ખૈબર પખ્તૂનખ્વામાં ચિક્કાર ભીડવાળા બજારમાં વિસ્ફોટ, 25ના મોત અનેક ઘાયલ

પાકિસ્તાનના અશાંત વિસ્તાર ગણાતા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ભીડભાડવાળા બજારમાં મદરેસાની પાસે આજે થયેલા એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 25 લોકોના મોતના અહેવાલ છે. 30થી વધુ લોકો ઘાયલ થયા છે. 

પાકિસ્તાન: ખૈબર પખ્તૂનખ્વામાં ચિક્કાર ભીડવાળા બજારમાં વિસ્ફોટ, 25ના મોત અનેક ઘાયલ

પેશાવાર: પાકિસ્તાનના અશાંત વિસ્તાર ગણાતા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ભીડભાડવાળા બજારમાં મદરેસાની પાસે આજે થયેલા એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 25 લોકોના મોતના અહેવાલ છે. 30થી વધુ લોકો ઘાયલ થયા છે. 

અધિકારીઓએ જણાવ્યું કે કબીલાવાળા જિલ્લા ઔરકઝઈ જિલ્લાના કલાયા વિસ્તારમાં જુમ્મા બજાર આ વિસ્ફોટ થયો જેના કારણે બજારમાં અફરાતફરી મચી ગઈ હતી.  જિયો ન્યૂઝે જિલ્લા પ્રશાસનના અધિકારીઓના હવાલે જણાવ્યું કે વિસ્ફોટમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. અહેવાલ મુજબ આ વિસ્ફોટ મદરેસાના દરવાજા બહાર થયો. 

અધિકારીઓએ જણાવ્યું કે પીડિતોમાંના મોટાભાગના અલ્પસંખ્યક શિયા મુસલમાનો છે. વિસ્તારને ઘેરી લેવાયો છે અને મામલે તપાસ થઈ રહી છે. સ્થિતિને પહોંચી વળવા માટે વિસ્તારની હોસ્પિટલોમાં ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે. અત્રે જણાવવાનું કે આજે જ કરાચીમાં ચીનના દૂતાવાસની બહાર પણ હુમલો કરવામાં આવ્યો જેમાં 2 સુરક્ષા કર્મીઓના મોત થયા. 

(વિસ્તૃત માહિતી માટે થોડી રાહ જુઓ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news