પાકિસ્તાનમાં ભોજન પકાવવા ગેસ નથી, નવા વર્ષ પર ઇમરાન સરકારની સામે મહાસંકટ

પાકિસ્તાનમાં ગેસ સંકટ વધુ તીવ્ર બની રહ્યું છે. દેશમાં સપ્લાઈની કમીને કારણે આ સંકટ જાન્યુઆરીમાં વિકરાળ રૂપ લઈ શકે છે. ઘણા રાજ્યોમાં ગેસ અત્યારે પણ ઓછો મળી રહ્યો છે. 


 

 પાકિસ્તાનમાં ભોજન પકાવવા ગેસ નથી, નવા વર્ષ પર ઇમરાન સરકારની સામે મહાસંકટ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની જનતા માટે નવા વર્ષમાં ખુશી નહી પરંતુ મુશ્કેલી આવી રહી છે. પાકિસ્તાન જાન્યુઆરી મહિનામાં ભીષણ ગેસ સંકટનો સામનો કરવા જઈ રહ્યું છે. પાકિસ્તાનમાં ગેસની સપ્લાઇ કરનારી કંપની સુઈ નોર્દન 500 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યૂબિક ફુટ પ્રતિદિન ગેસની કમીનો સામનો કરશે. ગેસની ભારે કમીને કારણે કંપનીની પાસે પાવર સેક્ટરને ગેસની સપ્લાઇ રોકવા સિવાય કોઈ વિકલ્પ નથી. 

પાકિસ્તાની અખબાર ધ ન્યૂઝ પ્રમાણે વિજળી સેક્ટરથી એલએનજીની કમી કરવા તેનાથી ઘરેલૂ ઉપભોક્તાઓને આપવાનું સંકટ ઓછુ થવાનું નથી. ત્યારબાદ 250 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યૂબિક ફુટ પ્રતિદિવસ ગેસની કમી રહેશે. અધિકારીઓએ ઉદ્યોગોને અપાતા આરએલએનજી માટે એક સપ્તાહ પર કામ મુકવો પડશે. માનવામાં આવી રહ્યું છે કે 4થી 20 જાન્યુઆરી વચ્ચે ગેસની કમી વધુ રહેશે. 

પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે સમય રહેતા ગેસ ન ખરીદ્યો જેથી દેશની જનતાઓ ભોગવવાનો વારો આવ્યો છે. પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું કે, ખાતર ઉદ્યોગ માટે પહેલા જ ગેસની સપ્લાઇ રોકી દેવામાં આવી છે. આ સંકટમાં તે સમયે વધુ ગાઢ બન્યું જ્યારે નાઇઝીરિયાથી ગેસ લઈને આવી રહેલ ટેન્કર ચાર દિવસ મોડુ થઈ ગયું હતું. આ વચ્ચે ગેસની સપ્લાઇમાં વિક્ષેપ પડતા પંજાબ અને અન્ય રાજ્યોમાં લોકોએ ધીમા ગેસે ભોજન પકાવવા પર મજબૂર થવું પડ્યું છે. સરકાર હવે ઉદ્યોગોનો ગેસ રોકીને લોકોને ગેસ પહોંચાડી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

                  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news