PAKએ ફરી દેખાડ્યો પોતાનો રંગ, શાહ મહમૂદ કૂરેશીએ ભારત માટે કહી આ વાત
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે, વર્તમાનમાં જે સ્થિતિ છે તેમાં ભારતની સાથે રાજદ્વારી વાતોની કૌઈ સંભાવના નથી. એક મીડિયા રિપોર્ટમાં આ કહેવામાં આવ્યું છે
Trending Photos
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે, વર્તમાનમાં જે સ્થિતિ છે તેમાં ભારતની સાથે રાજદ્વારી વાતોની કૌઈ સંભાવના નથી. એક મીડિયા રિપોર્ટમાં આ કહેવામાં આવ્યું છે. નવી દિલ્હી તેના આ સ્ટેન્ડ પર જ છે કે, 'વાટાઘાટો અને આતંકવાદ' સાથે સાથે ચાલી શકે નહીં અને તેઓ ઇસ્લામાબાદથી વાંરવાર કહી રહ્યા છે કે, તેઓ ભારતની સામે હુમલો કરવા માટે જવાબદાર વિભિન્ન આતંકી સમૂહોની સામે સ્પષ્ટ પગલા ઉઠાવે.
ડોન સમાચારે કુરૈશીના અહેવાલથી કહ્યું, વર્માતન સ્થિતિમાં ભારત સાથે પાછળના દરવાજેથી અથવા રાજદ્વારી વાતાની કોઈ સંભાવના નથી. આ સમયે સંવાદ માટે સ્થિતિ યોગ્ય નથી.
પઠાનકોટ હુમલા બાદથી ખરાબ છે ભારત-પાકના સંબંધ
પાકિસ્તાની અખબાર અનુસાર કુરૈશી તેમના ગૃહનગર મુલ્તાનમાં પત્રકારો સાથે વાત કરી રહ્યાં હતા ત્યારે તેમણે આ ટિપ્પણી કરી હતી. પઠાનકોટ વાયુસેના અડ્ડા પર 2016માં પાકિસ્તાનના આતંકવાદી સમૂહોએ હુમલો કર્યો હતો. ત્યારબાદથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે સંબંધ ખુબજ ખરાબ થઈ ગયા. ત્યારબાદ ઉરીમાં ભારતીય સેનાના શિબિર પર હુમલા સહીત અન્ય હુમલાઓના કારણે બંને દેશોની વચ્ચે સંબંધ ખરાબ ચાલી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે