પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનને વધુ એક ઝટકો, હવે ગઠબંધનના સહયોગીએ છોડ્યો સાથ
બિલાવલ ભુટ્ટો અને શાહઝૈન બુગતી બંનેએ સાથે પત્રકાર પરિષદને સંબોધિત કરી છે. પત્રકાર પરિષદ દરમિયાન બુગતીએ ઇમરાન સરકારમાંથી પોતાના રાજીનામાની જાહેરાત કરી છે.
Trending Photos
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં રાજકીય હલચલ વચ્ચે પ્રધાનમંત્રી ઇમરાન ખાનના વિશેષ સહાયક અને એમએનએ શાહઝૈન બુગતીએ સરકારમાંથી રાજીનામુ આપવા અને વિપક્ષનો સાથ આપવાની જાહેરાત કરી છે. બિલાવલ ભુટ્ટો અને શાહઝૈન બુગતી બંનેએ સાથે પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. પત્રકાર દરમિયાન બુગતીએ ઇમરાન સરકારમાંથી પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, બલૂચિસ્તાનમાં લોકોના વિશ્વાસને ઠેસ પહોંચી છે. દેશની સ્થિતિ જોઈને મેં રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે. અમે બિલાવલ અને વિપક્ષની સાથે છીએ.
બિલાવલ ભુટ્ટોએ કહ્યુ કે શાહઝૈન બુગતીનું સરકારમાંથી રાજીનામુ આપવાનું પગલું સાહસિક છે. જમ્હૂરી વતન પાક્ટીના પ્રમુખ અને એમએનએ શાહઝૈન બુગતીએ રવિવારે પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારી પાસે પહોંચ્યા બાદ સંસદ મંત્રીમંડળમાંથી રાજીનામુ આપવા અને સરકારથી અલગ થવાની જાહેરાત કરી હતી.
બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે અન્ય વિપક્ષી નેતાઓની સાથે જમ્હૂરી વતન પાર્ટીના પ્રમુખ અને એમએનએ શાહઝૈન બુગતી સાથે મુલાકાત કરી અને પ્રધાનમંત્રી ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ માટે સમર્થન માંગ્યું. બિલાવલ ભુટ્ટો અને શાહઝૈન બુગતીએ દેશમાં રાજકીય વિકાસ પર ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન બંને પક્ષના સભ્યો હાજર હતા. JWP ના MNA શાહઝૈન બુગતી ઇમરાન ખાન ગઠબંધન સરકારનો ભાગ હતા.
મીડિયા સાથે વાત કરતા જેડબ્લ્યૂપી નેતાએ કહ્યુ કે, વર્તમાન સરકારે બલૂચિસ્તાનના લોકોનો વિશ્વાસ ખોયો છે, જેના કારણે તેણમે મંત્રીમંડળમાંથી રાજીનામુ આપ્યું છે. તેમણે કહ્યું, હું હવેથી પીડીએમની સાથે છું. બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યુ કે, સરકારે બહુમત ગુમાવી દીધો છે અને તેમની પાસે જવા સિવાય કોઈ માર્ગ નથો. તેમણે કહ્યું કે, અમે અન્ય વિપક્ષી દળો સાથે વાતચીત કરી રહ્યાં છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે