ત્રીજુ વિશ્વયુદ્ધ? અઝરબૈજાનને PAK અને તુર્કીનો ખુલ્લો સપોર્ટ, રશિયા અર્મેનિયાની મદદે આવે તેવી શક્યતા

ખ્રિસ્તી દેશ અર્મેનિયા(Armenia) અને મુસ્લિમ દેશ અઝરબૈજાન (Azerbaijan) વચ્ચે છેડાયેલી જંગ (War) માં તુર્કી (Turkey) અને પાકિસ્તાન ખુલીને સામે આવી ગયા છે. પાકિસ્તાને (Pakistan)  અઝબૈજાનની મદદ માટે પોતાની સેના મોકલી છે જ્યારે તુર્કી સાથે મળીને સીરિયા અને લિબીયાથી આતંકીઓ ત્યાં મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અર્મેનિયાએ એવો દાવો પણ કર્યો છે કે તુર્કીના એક ફાઈટર જેટે તેમનું ફાઈટર વિમાન તોડી પાડ્યું. જેમાં પાયલટનું મૃત્યુ થયું છે. 
 ત્રીજુ વિશ્વયુદ્ધ? અઝરબૈજાનને PAK અને તુર્કીનો ખુલ્લો સપોર્ટ, રશિયા અર્મેનિયાની મદદે આવે તેવી શક્યતા

નવી દિલ્હી: ખ્રિસ્તી દેશ અર્મેનિયા(Armenia) અને મુસ્લિમ દેશ અઝરબૈજાન (Azerbaijan) વચ્ચે છેડાયેલી જંગ (War) માં તુર્કી (Turkey) અને પાકિસ્તાન ખુલીને સામે આવી ગયા છે. પાકિસ્તાને (Pakistan)  અઝબૈજાનની મદદ માટે પોતાની સેના મોકલી છે જ્યારે તુર્કી સાથે મળીને સીરિયા અને લિબીયાથી આતંકીઓ ત્યાં મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અર્મેનિયાએ એવો દાવો પણ કર્યો છે કે તુર્કીના એક ફાઈટર જેટે તેમનું ફાઈટર વિમાન તોડી પાડ્યું. જેમાં પાયલટનું મૃત્યુ થયું છે. 

પાકિસ્તાને પોતાના સૈનિકો મેદાનમાં ઉતાર્યા
અર્મેનિયા અને અઝરબેઝાન વચ્ચે નાગોર્નો-કારાબાખ  (Nagorno-Karabakh) મુદ્દે ચાલી રહેલી લડાઈમાં પાકિસ્તાને નાપાક હરકત શરૂ કરી દીધી છે. એક સ્થાનિક ટેલિફોનિક વાતચીતમાં એવો ખુલાસો થયો છે કે આ જંગમાં અઝરબૈજાન તરફથી પાકિસ્તાની સેના (Pakistani Army) પણ સામેલ છે. 

અર્મેનિયા સાથે છેડાયેલી જંગમાં અઝરબૈજાનને સાથ આપવા માટે પાકિસ્તાને પોતાના જવાનોને મોકલ્યા છે. આ ચોંકાવનારો ખુલાસો એક ફોન રેકોર્ડિંગથી થયો. જેની વાતચીત ફ્રી ન્યૂઝ એએમ નામની એક મીડિયા વેબસાઈટે પોસ્ટ કર્યો છે. જેમાં અઝરબૈજાનના બે લોકો પરસ્પર વાતચીત કરી રહ્યા છે. જેમાં એક વ્યક્તિ જણાવે છે કે અહીં પાકિસ્તાનના જવાનો ભેગા થઈ રહ્યા છે. 

સવાલ જવાબ વચ્ચે એક વ્યક્તિ કહે છે કે જો ગોળીઓ છૂટે તો બીજી જગ્યાએ જતો રહેજે. જેના પર બીજો વ્યક્તિ જવાબ આપે છે કે હાં. અગદમ તરફ. તેમણે (અઝરબૈજાન) ત્યાં પાકિસ્તાનના જવાનો ભેગા કર્યા છે અને તેઓ તેમને અગદમ તરફ લઈ જઈ રહ્યા છે. 

આતંકીઓને બનાવ્યા હથિયાર
તુર્કી અને પાકિસ્તાન આગ સાથે રમવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ સીરિયામાં લડી રહેલા આતંકીઓને અર્મેનિયાના યુદ્ધ ક્ષેત્ર નાગોર્નો-કારાબાખમાં મોકલી રહ્યા છે. કિલિંગ મશીનના નામથી ઓળખાતા આ આતંકીઓને મુસ્લિમ દેશ અઝરબૈજાનના પક્ષમાં અને ખ્રિસ્તિ દેશ અર્મેનિયા વિરુદ્ધ મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. અહેવાલો મુજબ ભારે હથિયારોથી લેસ આ આતંકીઓને 22 સપ્ટેમ્બર બાદથી તુર્કીના રસ્તે સતત અઝરબૈજાનની રાજધાની બાકૂ પહોંચાડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 1000 આતંકીઓ પહોંચ્યા છે. જેમને તુર્કી 1500થી 2000 ડોલરની સેલરી પણ આપે છે., 

પાકિસ્તાનનો સંપૂર્ણ સાથ
ભલે પાકિસ્તાન ઘરઆંગણે ભૂખમરો સહન કરતું હોય પરંતુ ખ્રિસ્તિ દેશ અર્મેનિયા અને મુસ્લિમ દેશ અઝરબૈજાનની જંગમાં તે આગળ પડીને તુર્કીને સાથ આપી રહ્યું છે. પાકિસ્તાને પોતાના સૈનિકો મોકલ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાની સોશિયલ મીડિયામાં પણ અઝરબૈજાનના સમર્થનમાં ખુબ પોસ્ટ શેર થઈ રહી છે. સીરિયા અને લીબિયાના આતંકીઓને યુદ્ધક્ષેત્રમાં મોકલવા માટે પણ પાકિસ્તાન ખુબ મદદ કરી રહ્યું છે. 

પરંતુ તુર્કી અને પાકિસ્તાન જેવા મુરખ દેશો એ ભૂલી રહ્યા છે કે અર્મેનિયાને રશિયા સાથે રક્ષા સંબંધ છે. ખ્રિસ્તિ દેશ અર્મેનિયાની મદદ માટે જો રશિયા મેદાનમાં ઉતર્યુ તો બંને દેશોએ ઊભી પૂંછડીએ ભાગવાનો વારો આવશે. આ સાથે જ દુનિયામાં ત્રીજુ વિશ્વયુદ્ધ શરૂ થવાનું પણ જોખમ છે. 

બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધ
અઝર બૈજાન અને અર્મેનિયા છેલ્લા કેટલાક દિવસથી નાગોર્નો-કારાબાખ મુદ્દે આમને સામને છે. અર્મેનિયાનો દાવો છે કે તેણે યુદ્ધમાં અત્યાર સુધીમાં અઝરબૈજાનના 22 ટેન્કો અને ડ્રોન નષ્ટ કર્યા છે. જંગમાં અત્યાર સુધીમાં બંને દેશોના 100થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે સેંકડો લોકો ઘાયલ છે. જેમ જેમ યુદ્ધ ભીષણ બની રહ્યું છે તેમ તેમ આ યુદ્ધમાં રશિયા પણ કૂદે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ બાજુ અઝરબૈજાનના રક્ષામંત્રાલયે તો ઈન્ટરફેક્સ સમાચાર એજન્સીને સોમવારે જણાવ્યું કે યુદ્ધમાં આર્મેનિયાના 550થી વધુ સૈનિકો માર્યા ગયા છે. 

બંને દેશો વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ઝડપથી ફેલાય તેવી આશંકા છે. અમેરિકા અને રશિયાએ અર્મેનિયા અને અઝરબૈજાનને યુદ્ધવિરામની અપીલ કરેલી છે. પરંતુ આમ છતાં યુદ્ધ ચાલુ છે. 

અર્મેનિયાનો દાવો તુર્કીએ તોડ્યું ફાઈટર વિમાન
તુર્કીએ આ યુદ્ધમાં અઝરબૈજાનનું ખુલીને સમર્થન જાહેર કર્યુ છે. અર્મેનિયાએ આરોપ લગાવ્યો છે કે તુર્કીના એક ફાઈટર જેટે તેમનું ફાઈટર જેટ તોડી પાડ્યું. અર્મેનિયાના રક્ષા મંત્રાલયે એક નિવેદન બહાર પાડતા કહ્યું કે અમારા એરસ્પેસમાં તુર્કીના F-16 ફાઈટર જેટે અમારા સુખોઈ SU-25ને તોડી પાડ્યું. જો કે તુર્કીએ આ આરોપો ફગાવ્યા છે. 

કયા મુદ્દે છેડાઈ છે જંગ?
બંને દેશ 4400 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા નાગોર્નો-કારાબાખ નામના વિસ્તારને કબ્જે કરવા માંગે છે. નાગોર્નો-કારાબાખ વિસ્તાર આંતરરાષ્ટ્રીય રીતે અઝરબૈજાનનો ભાગ છે પરંતુ તેના પર આર્મેનિયાના જાતીય જૂથોનો કબ્જો છે. 1991માં આ વિસ્તારના લોકોએ પોતાને અઝરબૈજાનથી સ્વતંત્ર જાહેર કરીને આર્મેનિયાનો ભાગ જાહેર કર્યો હતો. તેમની આ હરકતને અઝરબૈજાને ફગાવી દીધી હતી. ત્યારબાદથી બંને દેશો વચ્ચે થોડા થોડા સમયે ઘર્ષણ થતું જોવા મળ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news