Car Rally in UK: લંડનમાં ભાજપની ભવ્ય કાર રેલી, કચ્છ લેઉવા પાટીદાર સમાજ પરિસરમાં ભગવો લહેરાયો

સાત સમુદ્ર પાર સુધી ભારતના લોકસભાની ચૂંટણીની ગુંજ સંભળાઈ રહી છે. વિદેશમાં રહેતા ભારતીયોમાં પણ પીએમ મોદી અને ભાજપની ધૂમ મચી છે. ત્યારે લંડનમાં રહેતા ગુજરાતીઓ દ્વારા એક ખાસ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી યુકે દ્વારા લંડનમાં એક ભવ્ય કાર રેલી નીકળી હતી. આ રેલી કચ્છ લેઉવા પાટીદાર સમાજ પરિસરથી શરૂ થઈને વેમ્બલીમાં સ્વામીનારાયણ મંદિર પર સમાપ્ત થઈ હતી. 
Car Rally in UK: લંડનમાં ભાજપની ભવ્ય કાર રેલી, કચ્છ લેઉવા પાટીદાર સમાજ પરિસરમાં ભગવો લહેરાયો

Car Rally in London: સાત સમુદ્ર પાર સુધી ભારતના લોકસભાની ચૂંટણીની ગુંજ સંભળાઈ રહી છે. વિદેશમાં રહેતા ભારતીયોમાં પણ પીએમ મોદી અને ભાજપની ધૂમ મચી છે. ત્યારે લંડનમાં રહેતા ગુજરાતીઓ દ્વારા એક ખાસ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી યુકે દ્વારા લંડનમાં એક ભવ્ય કાર રેલી નીકળી હતી. આ રેલી કચ્છ લેઉવા પાટીદાર સમાજ પરિસરથી શરૂ થઈને વેમ્બલીમાં સ્વામીનારાયણ મંદિર પર સમાપ્ત થઈ હતી. 

રેલીમાં 200 થી વધુ કાર સામેલ થઈ હતી. કાર પર ભાજપના ઝંડા લહેરાવાવમાં આવ્યા હતા. આ કાર રેલી પીએમ મોદી અને ભાજપના સમર્થનમાં કાઢવામાં આવી હતી. આ રેલીમાં હૈરોના સાંસદ અને પદ્મશ્રી વિજેતા બોબ બ્લેકમેને જણાવ્યું કે, ભારતીય ચૂંટણી દુનિયાના લોકતંત્ર માટે સૌથી મોટો અભ્યાસ છે. ઼

 

— ANI (@ANI) March 16, 2024

 

તેમણે કહ્યું કે, ભારતમાં જ્યારથી ભાજપે સત્તા સંભાળી છે, ત્યારથી ભારત અને બ્રિટન વચ્ચે દોસ્તી વધુ મજબૂત થઈ છે. ભાજપ સરકારના કારણે ભારત એક વધતી અર્થવ્યવસ્થાના રૂપમાં સામે આવ્યું છે. અમે યુકે અને ભારતની વચ્ચે એક મુક્ત વેપારમાં કરાર પર વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અમે રક્ષા અને સુરક્ષામાં સહયોગ પર ભારતની સાથે એક મૈત્રી કરાર પર હસ્તાક્ષર કર્યાં છે. ભારતીય અર્થવ્યવસ્થા દુનિયાની નંબર 1 અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. અમે ભારતમાં થઈ રહેલા વિકાસથી પ્રેરિત છીએ. અમે ઈચ્છીએ છીએ કે, નરેન્દ્ર મોદી ફરીથી ચૂંટાઈને આવે અને ભાજપ એકવાર ફરીથી સરકારમાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news