ચીનની ઉશ્કેરણી પર નેપાળનું ભારતની સામે નવું પ્લાનિંગ, બોર્ડર પર બનાવી રહ્યું છે 200 પોસ્ટ
Trending Photos
નવી દિલ્હી: ચીન (China) એક તરફ પાકિસ્તાન ને સંપૂરણ રીતે મદદ કરવામાં રોકાયેલું છે. તો બીજી તરફ નેપાળ (Nepal)ને ઉશ્કેરવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે. નેપાળ ચીનની ઉશ્કેરણી પર આવી ગયું છે અને ભારત-નેપાળ સરહદ પર અનેક સ્થળોએ તેની પ્રવૃત્તિઓ તીવ્ર બનાવી દીધી છે. મળતી માહિતી મુજબ, નેપાળે આખા સરહદ પર તેની બાજુ 200થી વધુ નવી બોર્ડર આઉટ પોસ્ટ્સ બનાવવાનું કામ વેગ આપ્યો છે, જે નેપાળ પહેલાં કરી રહ્યું ન હતું.
ભારત-નેપાળ બોર્ડર પર નેપાળમાં હાલમાં 130 કાયમી સરહદ ચોકીઓ (BoPs) છે. પરંતુ નેપાળ સરહદે આ ચોકીઓ અને રસ્તાઓનું નેટવર્ક મજબુત કરવામાં વ્યસ્ત છે. સુરક્ષા એજન્સીઓના અહેવાલ મુજબ, નેપાળ હવે આ BoPsની સંખ્યા વધારીને 400-500 કરવાની યોજના બનાવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ નેપાળ સરહદ પર SSBની 500 સરહદ પોસ્ટ્સ છે, જેની બરાબરી નેપાળ કરવા માંગે છે. આ ઉપરાંત નેપાળ ભારતને અડીને આવેલા વિસ્તારોમાં પણ ઘણા હેલિપેડ બનાવી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ અનુસાર, નેપાળ લીપુલેખના ગરબધર અને ઝાંગારુમાં હેલિપેડ બનાવી રહ્યું છે, ઉપરાંત નેપાળ બિહાર સાથે જોડાયેલી નેપાળ સરહદના સુસ્તામાં પણ હેલિપેડ બનાવી રહ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોમાં નેપાળી રાજકારણીઓ અને નેપાળી પ્રધાનમંત્રી કે.પી. ઓલી ચીનને ભડકાવવા અંગે ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહ્યા છે અને એક ષડયંત્ર હેઠળ ભારત સાથે સરહદ વિવાદ વધારવામાં રોકાયેલા છે. નેપાળે એક નકશો બહાર પાડ્યો છે જેમાં ભારતના કલાપાની, લિપુલેખ અને લિમ્પીયાધુરા પર પોતાનો દાવો દર્શાવવામાં આવ્યો છે અને યુએનમાં આ નવા નકશાને લઈ જવાની વાત પણ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે