મોદીના કાફલામાં સામેલ કરાઈ આ પાટીદારની કાર! બુલેટ શું આની સામે મિસાઈલ પણ બેકાર
Missile Proof Car Wanted For PM Modi: પ્રધાનમંત્રી જે દેશની મુલાકાતે ગયા છે ત્યાંના સુલતાન પાસે અનેક વૈભવી ગાડીઓનો કાફલો છે. ત્યાં સુધી કે સોનાની ગાડી પણ છે. એ ગાડીઓ છોડીને પીએમ મોદી માટે કેમ પસંદ કરાઈ એક પાટીદારની કાર...?
Trending Photos
- મેહોણાના પાટીદારે મોદીને મિસાઇલપ્રૂફ કાર આપી
- બ્રુનેઇ સરકારે વિશેષ કાર માટે કર્યો ગુજરાતી બિઝનેસમેનનો સંપર્ક
- અંકિત પટેલે તરત PM મોદી માટે મોકલી 5 કરોડની કાર
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારત અને બ્રુનેઇ વચ્ચે રાજદ્વારી સંબંધોની શરૂઆતનાં 40 વર્ષ પૂર્ણ થયાં છે. PM મોદી નરેન્દ્ર મોદી મંગળવારથી બ્રુનેઇ અને સિંગાપોરની સત્તાવાર મુલાકાતે છે. વડાપ્રધાન મોદી સુલતાન હાજી હસનલ બોલ્કિયાના આમંત્રણ પર 3-4 સપ્ટેમ્બરે બંને દેશનો દ્વિપક્ષીય સહયોગ વધુ મજબૂત બને એ માટે આ નાનકડા દેશની મુલાકાતે છે. ત્યારે આ મુલાકાત દરમિયાન એક એવી ઘટના બની જે ચર્ચાનો વિષય બની. જે દેશના સુલતાન પાસે સોનાની ગાડી છે, દુનિયાની સૌથી વૈભવી ગાડીઓ છે એણે પ્રધાનમંત્રી માટે મંગાવવી પડી એક પટેલ પાસે ગાડી.
જીહાં જાણીને નવાઈ લાગશે પણ મુળ મહેસાણાના એક પાટીદાર પાસેથી સ્પેશિયલ ફોન કરીને તેની કાર પીએમ મોદી માટે મંગાવવામાં આવી. હવે કેમ આવું કરવું પડ્યું એ મોટો સવાલ છે. શું બ્રુનેઈના સુલતાન પાસે ખુટી ગયો હતો ગાડીઓનો કાફલો..કે પછી પીએમ મોદીને ના પસંદ પડી તેમની કોઈ કાર?
PM મોદીના કાર કાફલામાં મેહાણાના પાટીદારની કાર કેમ કરાઈ સામેલ?
આવા આનેક સવાલો હાલ ચર્ચામાં છે. ગુજરાતના મૂળ મેહોણા વતની એવા આ રોયલ પાટીદારની ગાડીમાં બેસીને બ્રુનેઈમાં ફર્યા PM મોદી, બુલેટ શું મિલાઈલ પણ નહીં કરે અસર. બ્રુનેઇના સુલતાન પાસે બુલેટપ્રૂફ કારનો કાફલો છે, પરંતુ તેમને એનાથી પણ વધુ સુરક્ષિત કાર જોઈતી હતી. જેના કારણે એક પાટીદાર પાસેથી ફોન કરીને તેની પર્સનલ ગાડી મંગાવવામાં આવી હતી. મર્સિડીઝ કંપનીની 4 મેટિક S580 કેટેગરીની મિસાઇલપ્રૂફ કાર રૂ. 5 કરોડના ખર્ચે જર્મનીથી મગાવી હતી.
સિક્કિમ કરતાં નાના દેશ બ્રુનેઇના સુલતાન પાસે 300 ફેરારી અને 500 જેટલી લક્ઝુરિયસ રોલ્સરોય કારનો કાફલો છે. વડાપ્રધાન મોદીની મુલાકાત વખતે સુરક્ષા અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખી તેમના કાફલામાં સુલતાનની બે બીએમડબ્લ્યુ 7 સિરીઝ બુલેટપ્રૂફ કાર સાથે સ્થાનિક બિઝનેસમેન અંકિત પટેલની મિસાઈલપ્રૂફ કારનો પણ સમાવેશ કરાયો છે. સુરક્ષાના કારણસર બે દિવસ પહેલાં બ્રુનેઈ સરકાર તેમની આ કાર લઈ ગઈ હતી. બાદમાં વડાપ્રધાન મોદીની એક દિવસની મુલાકાતમાં બે બુલેટપ્રૂફ કાર સાથે આ ગુજરાતી બિઝનેસમેનની કાર સહિત ત્રણ કાર સામેલ કરાઈ હતી.
મૂળ મહેસાણાના વતની અને હાલ બ્રુનેઈમાં રહેતા અંકિતભાઈ પટેલ છેલ્લાં દસ વર્ષથી ઓક્સિજન પ્લાન્ટ અને ફૂડ પ્રોસેસિંગનો બિઝનેસ કરે છે. આ અંગે ખુશી વ્યક્ત કરતાં તેઓ કહે છે કે ‘વડાપ્રધાન મોદીની બ્રુનેઇની મુલાકાત વખતે સરકારી અધિકારીનો મારી કાર માટે ફોન આવ્યો ત્યારે હું આશ્ચર્યમાં મુકાયો હતો. ત્યાર પછી મારી રૂબરૂ મુલાકાત લઈને આ કાર માગવામાં આવી.
અંકિત પટેલની કાર લેવાનું મુખ્ય કારણ શું હતું?
મોદીની મુલાકાત ટાણે કેટલીક સુરક્ષિત કારની જરૂર હતી. બ્રુનેઈના સુલતાન પાસે ઘણી મોંઘીદાટ બુલેટપ્રૂફ કારનો કાફલો છે, પરંતુ વડાપ્રધાનની સુરક્ષાનાં કારણોસર એક વર્ઝન ઊંચું એટલે કે મિસાઈલપ્રૂફ કાર લેવાનો નિર્ણય કર્યો. ત્યાંની સરકારે બ્રુનેઈમાં રહેતા અંકિત પટેલનો સંપર્ક કર્યો અને તેમણે તરત જ સરકારને કાર આપી દીધી હતી.
બ્રુનેઇના 29મા સુલતાન હાજી હસનલ બોલ્કિયાએ PM મોદીને આમંત્રણ આપ્યું હતું.
બ્રુનેઇ દારુસલામ દક્ષિણ પૂર્વ એશિયાનો નાનકડો દેશ છે.
બ્રુનેઇમાં 14મી સદીથી રાજાશાહી શાસન ચાલે છે.
સુલતાન પાસે 1.4 લાખ કરોડથી પણ વધુ સંપત્તિ છે.
સુલતાન પાસે 300 ફેરારી અને 500 જેટલી રોલ્સરોયનો કાફલો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે