લીબિયામાં હિંસા વધી, 400 કેદીઓ જેલનો દરવાજો તોડી થયા ફરાર

પોલીસે ફરાર આરોપીઓના આરોપો ન સમજાય તેવી રીતે કહ્યું કે, ‘ કેદીઓ દરવાજો તોડી ફરાર થવામાં સફળ રહ્યા’

લીબિયામાં હિંસા વધી, 400 કેદીઓ જેલનો દરવાજો તોડી થયા ફરાર

ત્રિપોલી: લીબિયાની રાજધાની ત્રિપોલીમાં એક જેલમાં રવિવારે થયેલા સંધર્ષ બાદ આશરે 400 જેટલા કેદીઓ ફરાર થયા હતા. પોલીસે ફરાર આરોપીઓના આરોપો ન સમજાય તેવી રીતે કહ્યું કે, ‘ કેદીઓ દરવાજો તોડી ફરાર થવામાં સફળ રહ્યા’

પ્રતિસ્પર્ધી મિલીશિયાઓ વચ્ચે ચાલી રહેલા સંધર્ષ એન જારા જેલ સુધી પહોચી જતા આ ઘટના બની હતી. પોલીસે જવાબ આપ્યો હતો કે સુરક્ષાકર્મીએ ફરાર થયેલી કેદીઓને રોકી શકવામાં અસક્ષમ રહ્યા હતા, કારણ કે તેમને જીનનું જોખમ હતું.

એક વરિષ્ઠ પોલીસ અધિકારી સાથે સંપર્ક કરવામાં આવ્યો પણ તેમની પાસેથી કોઇ પણ પ્રકારની જાણકારી મળી નહિ. ફરાર થયેલા મોટા ભાગના કેદીઓ સમાન્ય ગુનામાં દોષી જાહેર થયેલા અથવાતો પૂર્વ તાનાશાહ મોઅમ્મર કજ્જાકીના સમર્થન હતા. કજ્જાકીને 2011માં થયેલા વિદ્રોહમાં હત્યારાઓનો ગુન્હેગાર સાબિત થયો હતો, જે શાસનની વિરુદ્ધ હતું.

સ્વાસ્થય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર ત્રિપોલીના દક્ષિણી ઉપનગરીય ક્ષેત્રોમાં સોમવારે પ્રતિસ્પર્ધી મિલીશિયા વચ્ચે થયેલા સંધર્ષમાં 39 લોકોના મૃત્યું થયા હતા. જ્યારે 100 જેટલા લોકો ઘાયલ થયા હતા. પ્રત્યક્ષદર્શિયો અનુસાર રવિવારે ત્રિપોલીમાં વિસ્થાપિતોના એક શિબિર પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 2 વ્યક્તિઓના મોત થયા હતા અને 5 જેટલા લોકો ઘાયલ થયા હતા.

શિબિરમાં રહેનારા એક વ્યક્તિએ જણાવ્યું કે, ‘શિબિરમાં રહેનારા મોટાભાગના પરિવારો રોકેટ હુમલાના ભયથી શિબિર છોડીને ચાલ્યા ગયા છે’ ઇમરજન્સી સર્વીસના જણાવ્યા મુજબ શુક્રવરે અને શનિવારેના દિવસે શિબિર ઓછામાં ઓછા 23 રોકેટ હુમલાઓ કરવામા આવ્યા હતા જેનાથી લોકો ભયભીત થઇ ગયા છે. રાષ્ટ્રીય એકતા સરકારે કહ્યું કે, લીબિયાની રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news