Kissing Record: 58 કલાક 35 મિનિટ સુધી કપલે કરી કિસ, આવો રેકોર્ડ જોઈને ગિનિસ બુક પણ વિચારમાં પડી ગયું

Longest Kiss World Record: ગિનિસ બુકમાં ઘણા વિચિત્ર રેકોર્ડ નોંધાયેલા છે. ગિનિસ બુક દ્વારા સૌથી લાંબી કિસ કરવાનો રેકોર્ડ પણ નોંધવામાં આવ્યો હતો. તમને જાણીને નવાઈ થશે કે આ રેકોર્ડ એક થાઈ કપલના નામે છે. 

Kissing Record: 58 કલાક 35 મિનિટ સુધી કપલે કરી કિસ, આવો રેકોર્ડ જોઈને ગિનિસ બુક પણ વિચારમાં પડી ગયું

Longest Kiss World Record: ગિનિસ બુકમાં ઘણા પ્રકારના વિચિત્ર વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલા છે. એક સમય હતો જ્યારે ગિનિસ બુક સૌથી લાંબા કિસિંગનો રેકોર્ડ નોંધતું હતું પરંતુ બાદમાં આ કેટેગરીને બંધ કરી દેવામાં આવી. તમને જણાવી દઈએ કે દુનિયામાં સૌથી લાંબી કિગિંસનો વર્લ્ડ રેકોર્ડ એક થાઈ કપલના નામે છે, જેણે 58 કલાક 35 મિનિટ સુધી સતત કિંસિંગ કરી આ રેકોર્ડ બનાવ્યો હતો. 2013માં આ લાંબી કિસિંગની સાથે કપલે પોતાનો પાછલો રેકોર્ડ તોડી દીધો હતો. 

થાઈલેન્ડના પટાયામાં કિસિંગ કોમ્પિટિશન
તમને જણાવી દઈએ કે 12 ફેબ્રુઆરી 2013ના થાઈલેન્ડના પટાયામાં કિસિંગની એક જબરદસ્ત કોમ્પિટિશન થઈ જેમાં 9 કપલ્સે ભાગ લીધો હતો. તેમાંથી એક 70 વર્ષનું વૃદ્ધ કપલ પણ હતું, પરંતુ વૃદ્ધ કપલ માત્ર 1 કલાક 38 મિનિટ સુધી ટકી શક્યું હતું. આ સ્પર્ધામાં અંતમાં ચાર કપલ ટક્યા હતા, ત્યારબાદ 50 કલાક 25 મિનિટ લાંબી કિસિંગનો જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો. તો 58 કલાક 35 મિનિટ સુધી થાઈ કપલ એક્કાચાઈ અને લક્સાના યથાવત રહ્યાં, જેણે આ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ પહેલાં પણ રેકોર્ડ એક્કાચાઈ અને લક્સાનાના નામે હતો. એટલે કે એક્કાચાઈ અને લક્સાનાએ પોતાના જૂના રેકોર્ડને તોડી દીધો હતો. 

કેમ હટાવી દેવામાં આવી  Kissing કેટેગરી?
ચુંબનના જોખમને જોતા, આ શ્રેણીને ગિનિસ બુક દ્વારા નાબૂદ કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ઘણો સમય લાગે છે, જેના કારણે પ્રતિભાગીઓના શરીર અને મન પર ખરાબ અસર પડે છે. ઊંઘની અછત અને માનસિક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ગિનિસ બુકે આ શ્રેણીને નાબૂદ કરવાનો નિર્ણય લીધો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષ 1999માં ઈઝરાયેલી દંપતી ત્ઝુબેરા અને ડ્રોર ઓરપાઝે 30 કલાક અને 45 મિનિટ સુધી કિસ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વર્ષ 2004માં 31 કલાક 18 મિનિટ સુધી કિસ કરવાનો રેકોર્ડ બનાવનાર ઈટાલીની એન્ડ્રીયા સર્ટી અને તેની ગર્લફ્રેન્ડના નામ પર તેનું નામ રાખવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news