અહીં પોલીસની આંખો સામે થાય છે છોકરીઓનું અપહરણ, છતાંય ક્યારેય નથી નોંધાતો ગુનો!
દરેક જગ્યાએ દરેક પ્રાંતમાં અનેક દરેક જ્ઞાતિ-સમાજમાં અલગ અલગ રિત રીવાજો હોય છે. એજ રીતે દુનિયાના કેટલાંક એવા વિસ્તારો છે અને કેટલીક એવી સમાજ વ્યવસ્થા છે જ્યાં ના રિવાજો આવા જ અજીબો ગરીબ છે, કે જાણીને તેમે પણ હેરાન રહી જશો.
Trending Photos
BRIDE GETS KIDNAPPED TO GET MARRIED: લગ્ન એ દરેક સમાજની સમાજ વ્યવસ્થાનો એક મહત્ત્વનો ભાગ છે. ચાહે કોઈપણ સમાજ હોય ચાહે કોઈપણ સમાજ વ્યવસ્થા હોય કે ચાહે કોઈપણ પ્રાંત, દેશ કે સમુદાય હોય પણ ત્યાં લગ્નની વ્યવસ્થા તો અચુક હોય જ છે. જેથી સ્ત્રી અને પુરુષ સાથે મળીને રહી શકે અને પોતાના વંશવેલાને આગળ વધારી શકે. ત્યારે લગ્નને લઈને દરેક જ્યાએ અલગ અલગ રિત રિવાજ હોય છે. પણ અહીં વાત કરીશું એક એવા રિવાજની કે તમે પણ ચોંકી જશો....એક એવી જગ્યા છે જ્યાં પોલીસની જાણ હોય છતાં પણ પોલીસની આંખો સામે છોકરીઓનું અપહરણ થઈ જાય છે છતાંય નથી લેવાતું કોઈ એક્શન. અહીંના રિત રિવાજ જ એવા છેકે, લગ્ન માટે છોકરીઓનું અપહરણ કરવામાં આવે છે.
1. ઈન્ડોનેશિયાનો કિસ્સો-
લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે. અલગ-અલગ ધર્મો પ્રમાણે લગ્નના રિતી-રિવાજો હોય છે. પણ શું તમે આ પરંપરા વિશે સાંભળ્યું છે. જેમાં કોઈ છોકરો કોઈ છોકરીને લગ્ન કરવા માટે અપહરણ કરે તો તેની સામે કોઈ ગુનોં નથી નોંધાતો? ઈન્ડોનેશિયાનો એક ટાપૂ છે જ્યાં આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. 'સુંબા' નામના આ ટાપૂ પર જો કોઈ પુરૂષને મહિલા પસંદ આવે તો તે મહિલાનું અપહરણ કરી તેની સાથે લગ્ન કરી શકે છે.
2. આ કેવી પરંપરા?
જોકે, આ પ્રથા ખૂબ જ વિવાદીત છે. અહિં લગ્ન માટે દુલ્હનોને કિડનેપ કરવામાં આવે છે. આ પ્રથા પર રોક લગાવવા માટે લાંબા સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લગ્નની આ પ્રથાને 'કાવિન ટાંગકાપ' કહેવામાં આવે છે. આ પ્રથા કેવી રીતે અને ક્યારે શરૂ થઈ તે અંગે ઘણી વાર્તાઓ છે.
3. અજબ-ગજબ વિધિઓ-
ગત વર્ષે 2020માં એક ખાનગી ન્યુઝ ચેનલમાં એક મહિલાની સ્ટોરી સામે આવી હતી. જેનું લગ્ન માટે અપહરણ કરવામાં આવ્યું હતું. મહિલા જ્યારે, બચીને તેના પરિવાર સુધી પહોંચી ત્યારે તેના અપહરણની દર્દનાક વાર્તા લોકો સામે આવી.
4. બીજાની પત્ની ચોરી કરશો, તો જ થશે લગ્ન-
આવી જ એક અજીબો ગરીબ પ્રથા પશ્ચિમ અફ્રિકામાં રહેનારી વોડાબ્બે જનજાતિને છે. જ્યાં લગ્ન માટેની પ્રથા સૌ કોઈને હેરાન કરે તેવી છે. અહિં લગ્ન પહેલાં પુરૂષોએ કોઈ અન્ય વ્યક્તિની પત્નીની ચોરી કરવી પડે છે. આ રીતે લગ્ન કરવા એ જ આ જનજાતિની ઓળખ છે.
5. પ્રથા સિવાય પણ થાય છે જબરદસ્તી લગ્ન-
દુનિયાના એવા પણ ઘણા દેશ છે. જેમાં, છોકરીઓની મર્જી વિરૂધ્ધ લગ્ન કરવામાં આવે છે. આ લિસ્ટમાં પાકિસ્તાન, કિર્ગિસ્તાનનું નામ પણ આવે છે. ન્યુઝ વેબસાઈટ EURASIANET.ORGના એક અહેવાલમાં કિર્ગિસ્તાનમાં પ્રવાસી મહિલાઓ વધુ પ્રમાણમાં અપહરણ બાદ લગ્નનો શિકાર બનતી હોય છે. અહિંના ગ્રામ્ય વિસ્તારોમાં દર ત્રણમાંથી 1 મહિલાના લગ્ન અપહરણથી શરૂ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે