અરબ દેશોમાં પ્રથમવાર કોઈ મહિલા બન્યા PM, ટ્યૂનીશિયાની કમાન સંભાળશે નાજલા બૂદેન રમધાને

63 વર્ષીય નાજલાનો જન્મ મધ્ય ટ્યુનિશિયાના કેરૌઆનમાં થયો હતો અને રાજધાનીમાં નેશનલ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં પ્રોફેસર છે. 2011 માં તેમને ઉચ્ચ શિક્ષણ મંત્રાલયમાં ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 
 

અરબ દેશોમાં પ્રથમવાર કોઈ મહિલા બન્યા PM, ટ્યૂનીશિયાની કમાન સંભાળશે નાજલા બૂદેન રમધાને

ટ્યૂનિશઃ ટ્યૂનીશિયાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રીને પદ પરથી હટાવ્યા અને સંસદ ભંગ થવાના બે મહિના બાદ એક મહિલાને નવી સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા છે. નાજલા બૂદેન રમધાને (Najla Bouden Romdhane) હવે ટ્યૂનીશિયાના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હશે. ટ્યૂનીશિયાના રાષ્ટ્રપતિ કૈસ સઈદે ચૂંટાયેલી સરકારને હટાવવા અને સત્તા પર પોતાની પકડ મજબૂત કરવાના લગભગ બે મહિના બાદ નાજલા બૂદેન રમધાને નામના મહિલાને પ્રધાનમંત્રીના રૂપમાં નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. આ રીતે તે ટ્યૂનીશિયાના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હશે. પોતાના ફેસબુક પર તેની જાહેરાત કરતા રાષ્ટ્રપતિએ એક નિવેદન જાહેર કરી કર્યુ- રાષ્ટ્રપતિ કૈસ સઈદે નાજલા બૂદેન રમધાનેને જલદી નવી સરકાર બનાવવા માટે નિયુક્ત કર્યા છે. કૈસ સઈદે એક વીડિયો સંદેશમાં કહ્યુ કે, 'ટ્યૂનીશિયાના ઈતિહાસમાં પ્રથમવાર એક મહિલા પ્રધાનમંત્રી સરકારનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે, દેશની સમસ્યાનો સામનો કરવા માટે એક મજબૂત પ્રતિબદ્ધતાની સાથે મળીને કામ કરીશું. એન્જિનિયરિંગના પ્રોફેસરથી પીએમ સુધી રિપોર્ટ પ્રમાણે નાજલા બૂદેન વિશે વધુ જાણકારી નથી, પરંતુ તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં ભણાવે છે અને વર્લ્ડ બેન્ક માટે કામ કરી ચુક્યા છે. રાષ્ટ્રપતિએ નાજલાને પ્રધાનમંત્રી બનાવવાના પોતાના નિર્ણય વિશે વધુ જાણકારી આપી નથી.'

63 વર્ષીય નાજલાનો જન્મ મધ્ય ટ્યુનિશિયાના કેરૌઆનમાં થયો હતો અને રાજધાનીમાં નેશનલ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં પ્રોફેસર છે. 2011 માં તેમને ઉચ્ચ શિક્ષણ મંત્રાલયમાં ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે તેમને રાજકારણમાં ખાસ અનુભવ નથી.  નાજલા રમધાણે એવા સમયે ઉચ્ચ રાજકીય સ્થાન પ્રાપ્ત કરી રહી છે જ્યારે દેશ ગંભીર રાજકીય કટોકટીની પકડમાં છે. માત્ર બે મહિના પહેલા, રાષ્ટ્રપતિએ એકતરફી રીતે વડાપ્રધાન હિચિમે મેશીશીને બરતરફ કર્યા અને સંસદ ભંગ કરી દીધી. રાજકીય પક્ષોએ રાષ્ટ્રપતિના પગલાને "બળવો" ગણાવ્યો હતો.

રાજનીતિ સાથે કોઈ સંબંધ નથી
Anadolu એજન્સી પ્રમાણે એન્જિનિયરિંગના જાણકાર પ્રોફેસરને દૂર-દૂર સુધી રાજનીતિ સાથે કોઈ સંબંધ નથી. અરબ દેશોમાં મહિલાઓની સ્થિતિને કારણે Romdhane ના પ્રધાનમંત્રી બનવાથી બધા ચોંકી ગયા છે. હાલમાં તેમની નિમણૂક પર ટ્યૂનીશિયાના શક્તિશાળી જનરલ લેબર યુનિયન કે અન્ય રાજકીય દળો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. તેમના પ્રધાનમંત્રી બનવાથી દેશને આશાઓ છે. 

જનતાને અનેક આશા
લોકોને નજલા પાસેથી અનેક આશાઓ છે. તેમના પ્રધાનમંત્રી બનવાથી લોકોને આશા જાગી છે કે બધુ બરાબર થઈ શકે છે. ટ્યૂનીશિયાના એક બેન્કર અમીન બેન સલેમે કહ્યુ કે, આ એક સકારાત્મક સંકેત છે કે એક મહિલા સરકારનું નેતૃત્વ કરશે. મને આશા છે કે તે તત્કાલ દેશને દિવાલિયાપનના ખતરાથી બચાવવાનું શરૂ કરી દેશે. તેમણે કહ્યું કે, પીએમે જલદી લોકોની સમસ્યાને જોવાનું શરૂ કરી દેવું જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news