coronavirus: આ દેશના રક્ષા મંત્રીનો દાવો, કહ્યું- અમે બનાવી લીધી કોરોનાની વેક્સીન
દુનિયાભરમાં ચાલી રહેલા કોરોના વાયરસ (coronavirus)ના કહેરની વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. ઇઝરાઇલ (Israel)એ આ વાયરસની વેક્સીન બનાવવાનો દાવો કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: દુનિયાભરમાં ચાલી રહેલા કોરોના વાયરસ (coronavirus)ના કહેરની વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. ઇઝરાઇલ (Israel)એ આ વાયરસની વેક્સીન બનાવવાનો દાવો કર્યો છે. ઇઝરાઇલના રક્ષામંત્રી નૈફતાલી બેન્નેટ (Naftali Bennett) એ સોમવારે કહ્યું કે ઇઝરાઇલ ઇંસ્ટીટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચ (IIBR)એ કોરોના વાયરસના એંટીબોડીને અલગ કરવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. બેન્નેટએ સોમવારે આઇઆઇબીઆરનો દૌર પણ કર્યો.
આઇઆઇબીઆરને એન્ટીબોડી મળી રહ્યો છે તે મોનોક્લોનલ છે. એટલે કે દર્દી કોરોના વાયરસના સંક્રમણથી ઠીક થઇ ચૂક્યા છે, તેમના સિંગલ રિકવર્ડ સેલથી તેને અલગ કરવામાં આવ્યું છે. આ પહેલાં જે એંટીબોડી સેપરેટ કરવામાં આવ્યા છે, તે પોલીક્લોનલ હતા એટલે કે બે અથવા બેથી વધુ સેલથી અલગ કરવામાં આવ્યા હતા.
બેન્નેટે કહ્યું ''મને બાયોલોજિકલ સ્ટાફ પર ગર્વ છે જેમણે એટલી મોટી સફળતા પ્રાપ્ત કરી છે.'' બેન્નેટએ પોતાના નિવેદનમાં કહ્યું કે આઇઆઇબીઆરએ 'મોનોક્લોનક ન્યૂટ્રિલાઇજિંગ એંટીબોડી' વિકસિત કરી લીધી છે. તેનો ઉપયોગ કોરોના વાયરસને ફેલાનાર કેરિયર બોડીને ન્યૂટ્રિલાઇઝ કરવામાં કરવામાં આવશે.
આઇઆઇબીઆરના ડાયરેક્ટરે કહ્યું એક એન્ટીબોડી ફોર્મૂલાનો પેટેન્ટ કરવામાં આવી રહી છે, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય મેન્યુફેક્ચર તેનો મોટાપાયે ઉત્પાદન શરૂ કરશે. તમામ કાનૂની પ્રક્રિયાઓ રક્ષા મંત્રાલય સાથે જલદી પુરી કરવામાં આવશે. IIBR એક ગુપ્ત યૂનિટ છે જે ઇઝરાઇલના પીએમઓના આધીન કામ કરે છે.
ગત મહિને આઇઆઇબીઆરએ જાહેરત કરી હતી તેને એંટીબોડી આધારિત વેક્સીનની ટેસ્ટિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આઇઆઇબીઆર કોરોના મહામારીથી ઠીક થઇ ચૂકેલા લોકો પાસે પ્લાઝમા કલેક્શનનું કામ કરી રહ્યા છે. આ આશા સાથે તેનાથી આ વાયરસ પર વધુ રિસર્ચ કરવામાં મદદ મળશે. ઇઝરાઇલની બીજી રિસર્ચ ટીમ મિગવેક્સ (MigVax)એ પણ કહ્યું છે કે તે કોરોના વાયરસની વેક્સીન બનાવવામાં અંતિમ તબક્કામાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે