અમેરિકા અને ચીન વચ્ચે કઈંક 'ભયાનક' થવાનું છે? ટ્રમ્પના લેટેસ્ટ નિવેદનથી ખળભળાટ મચ્યો
Trending Photos
નવી દિલ્હી: ચીનના કોરોના વાયરસથી સુપરપાવર અમેરિકા ઘૂંટણિયે પડી ગયું છે. લાખો લોકો સંક્રમિત છે અને હજારો લોકોના મોત થયા છે. આ ઉપરાંત અમેરિકાને આર્થિક નુકસાન પણ મોટા પાયે થઈ રહ્યું છે. આ જ કારણ છે કે ચીનના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે.
ચીન પર ફરી ભડક્યા અમેરિકાના રાષ્ટ્રપતિ
વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, "અમારા પર હુમલો થયો, આ એક હુમલો હતો. આ કોઈ ફ્લુ ન હતો. કોઈએ ક્યારેય આવું જોયું નથી. 1917માં આવું છેલ્લે થયું હતું."
અમેરિકાના રાષ્ટ્રપતિનું આ નિવેદન શું ઈશારો કરે છે?
અમેરિકા કોરોના વાયરસને ચીનનું ષડયંત્ર સમજી રહ્યું છે. અમેરિકા કોરોના વાયરસને ચીનના હથિયાર તરીકે જોઈ રહ્યું છે. અમેરિકાને લાગે છે કે ચીને કોરોના વાયરસ જાણી જોઈને દુનિયામાં ફેલાવ્યો. અમેરિકાને કદાચ એમ લાગે છે કે અમેરિકા ચીનના નિશાન પર હતું. જેથી કરીને વાયરસથી અમેરિકામાં સૌથી વધુ તબાહી મચે.
'ચીની વારયસ' બાદ ટ્રમ્પનો વધુ એક એટેક
ટ્રમ્પના આ નવા નિવેદન બાદ અમે એવું અનુમાન કરી રહ્યાં છીએ કે જો તેમાં જરાય સચ્ચાઈ હશે તો એવું માનીને ચાલીએ કે તો પછી તેના પરિણામ ભયાનક આવી શકે છે. કારણ કે બની શકે કે જ્યારે અમેરિકામાં સ્થિતિ કાબુમાં આવે, તો અમેરિકા ચીન પર એટેક કરવાનો પ્લાન બનાવવાનું શરૂ કરે. પોતાના દેશમાં મચેલી તબાહીનો તે ચીનથી બદલો લે. ચીન વિરુદ્ધ યુદ્ધ જાહેર કરે.
જુઓ LIVE TV
અને ત્યારે ઘણુ શક્ય છે કે ત્યારબાદ દુનિયાએ એક નવી સમસ્યાનો સામનો કરવો પડે. એવું પણ શક્ય છે કે ત્યારબાદ એક વાયરસના કારણે ત્રીજુ વિશ્વયુદ્ધ પણ થાય. અત્રે જણાવવાનું કે આ અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનેકવાર કોરોનાને ચીની વાયરસ ગણાવી ચુક્યા છે. તેમણે અનેકવાર ઈશારો પણ કર્યો છે કે ચીને જો આ ષડયંત્રને અંજામ આપ્યો હશે તો તેના પરિણામ ખુબ ખરાબ આવશે.
(અહેવાલ સાભાર- ઝી હિન્દુસ્તાન)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે