પરવાનગી હોવા છતા ભારતીય હાઇકમિશ્નરને પાકિસ્તાને ગુરૂદ્વારા જતા અટકાવ્યા
ભારતીય રાજદુત અજય બિસારિયા જન્મદિવસ હોવાના કારણે પંજાસાહિબ દર્શન કરવા માટે ગયા પરંતુ તેમને દર્શન નહોતા કરવા દેવાયા
Trending Photos
નવી દિલ્હી : પાકિસ્તાને એકવાર ફરીથી ભારતીય રાજદ્વારીની સાથે ગેરવર્તણુંક કરી છે. પાકિસ્તાનમાં ફરજંદ ભારતનાં હાઇકમિશ્નર અજય બિસારિયાને શુક્રવારે રાવલપિંડીની પાસે ગુરૂદ્વારા પંજા સાહિબમાં દર્શન કરતા અટકાવી દેવાયા હતા. પાકિસ્તાને વિદેશ મંત્રાલયની તરફથી તેમને અનુમતી પણ હતી પરંતુ અધિકારીઓએ તેને જવા દીધો નહોતો. આ વર્ષે આ પ્રકારનો આ બીજો કિસ્સો છે. શુક્રવારે બિસારિયાનો જન્મદિવસ હતો એટલા માટે ત્યાં તેમની પત્ની સાથે ગુરૂદ્વારા પંજા સાહિબ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, બિસારિયાને એપ્રીલમાં પણ ગુરૂદ્વારા પંજા સાહિબમાં દર્શન કરતા અટકાવવામાં આવ્યા હતા. તે સમયે તેમને ઇવેક્વી ટ્રસ્ટ પ્રોપર્ટી બોડીની તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું હતું. પાકિસ્તાન ઓથોરિટીએ તેની પાછળ સુરક્ષા કારણોને જવાબદાર ઠેરવ્યા છે. ભારતીય રાજદ્વારીઓને એપ્રીલમાં પણ તે સમય ગુરૂદ્વારામાં પ્રવેશ નહોતો આપવામાં આવ્યો, જ્યારે તેઓ શિખ શ્રદ્ધાળુઓને મળવા માટે ત્યાં પહોંચ્યા હતા. ત્યાર બાદ નવી દિલ્હીએ આ મુદ્દે ઇસ્લામાબાદ સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે બંન્ને પક્ષનાં રાજદ્વારીઓને પોતાની સફાઇ આપી છે.
Indian High Commissioner to Pakistan Ajay Bisaria stopped from visiting Gurdwara Panja Sahib in Pakistan's Hasan Abdal, despite having required permissions: Sources (File Pic) pic.twitter.com/njY0V5Ep76
— ANI (@ANI) June 23, 2018
ભારતે પાકિસ્તાનથી પોતાનાં મિશનોનાં રાજદ્વારીઓને સુરક્ષાની મજબુત વ્યવસ્થા કરવા માટે કહ્યું છે. ભારતનું કહેવું છે કે પાકિસ્તાનમાં ભારતીય નાગરિકોનું ઉત્પીડન થાય છે અને ધમકીઓ પણ આપવામાં આવે છે. 5 એપ્રીલે વિદેશ રાજ્યમંત્રી વી.કે સિંહે કહ્યું હતુ કે બંન્ને દેશો ડિપ્લોમેટ ટ્રીટમેન્ટનાં મુદ્દાને ઉકેલવા માટે તૈયાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે