ભારત-ઈરાન આ દેશમાં શાંતિ માટે કરશે કામ, ચીનને વધુ એક ઝટકો!
મોસ્કોથી પાછા ફરતી વખતે અચાનક ઈરાન પહોંચી ગયેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે રવિવારે તેહરાનમાં ઈરાનના રક્ષામંત્રી બ્રિગેડિયર જનરલ અમીર હાતમી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સંલગ્ન અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ.
Trending Photos
તેહરાન: મોસ્કોથી પાછા ફરતી વખતે અચાનક ઈરાન પહોંચી ગયેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) રવિવારે તેહરાનમાં ઈરાન (Iran) ના રક્ષામંત્રી બ્રિગેડિયર જનરલ અમીર હાતમી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સંલગ્ન અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ.
ક્ષેત્રીય સુરક્ષા મુદ્દે ચર્ચા થઈ
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે બેઠકમાં ક્ષેત્રીય સુરક્ષાના મુદ્દા પર ચર્ચા થઈ. જેમાં અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા બહાલ કરવાનો મુદ્દો પણ સામેલ હતો. સૌહાર્દપૂર્ણ માહોલમાં થયેલી આ બેઠકમાં બંને નેતાઓએ ભારત-ઈરાનના વર્ષો જૂના સાંસ્કૃતિક, ભાષાકીય અને સામાજિક સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો. આ દરમિયાન બંને દેસોના સંબંધોને આગામી સ્તરે લઈ જવા અંગે પણ ચર્ચા થઈ.
SCOની બેઠકમાં પાછા ફરતી વખતે અચાનક ઈરાન પહોંચી ગયા રાજનાથ સિંહ
અત્રે જણાવવાનું કે રક્ષામંત્રી રાજનાથ સિંહ SCOની બેઠકમાં ભાગ લેવા માટે મોસ્કો ગયા હતાં. જ્યાં ચીનના રક્ષામંત્રી વેઈ ફાંગહેએ તેમની સાથે બેઠક માટે ભલામણ કરી હતી. આ બેઠકમાં રાજનાથ સિંહે ચીનને ખરી ખોટી સંભળાવી દીધી અને તેને લદાખમાં જૂની સ્થિતિ ફરીથી બહાલ કરવાનું કહ્યું. ત્યાંથી પાછા ફરતી વખતે રાજનાથ સિંહ અચાનક શનિવારે ઈરાન પહોંચી ગયાં. અફઘાનિસ્તાનમાં ચીન પોતાનો પ્રભાવ વધારવાની કોશિશ કરી રહ્યું છે. આવામાં ભારત-ઈરાનમાં સહમતિ બન્યા બાદ ચીનને મોટો ઝટકો પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે