ઈમરાનની કબુલાતઃ પાકિસ્તાની સેના અને ISIએ આપી અલકાયદાના આતંકીઓને ટ્રેનિંગ
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતે જે પ્રકારે મુશ્કેલીમાં ફસાયેલા છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે અત્યંત હળવા અંદાજમાં કહ્યું કે, મારી જેટલી મુશ્કેલીઓ જો કોઈ અન્ય વ્યક્તને હોય તો તેને હાર્ટ એટેક આવી જાય. તેમની વાતોથી એ પણ સ્પષ્ટ થઈ ગયું કે, તેઓ પોતે જે કામ કરવા માતા હોય છે તે ઘણી વખત કરી શક્તા નથી.
Trending Photos
ન્યૂયોર્કઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને(Imran Khan) અમેરિકાની ધરતી પર આતંકવાદ(Terrorism) મુદ્દે સૌથી મોટી કબુલાત કરી છે. ઈમરાન ખાને કબુલ કર્યું કે, અલ કાયદાના આંતકીઓને પાકિસ્તાની સેના અને ISIએ ટ્રેનિંગ આપી છે. ઈમરાને જણાવ્યું કે, 1980માં અફઘાનિસ્તાનમાં(Afghanistan) સોવિયત રશિયા સામે લડવા માટે પાકિસ્તાને આતંકવાદીઓને તૈયાર કર્યા હતા.ISIએ અમેરિકાની મદદથી આ આતંકવાદીઓને ટ્રેનિંગ આપી હતી.
મારી જગ્યાએ બીજો કોઈ હોય તે હાર્ટ એટેક આવી જાય
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતે જે પ્રકારે મુશ્કેલીમાં ફસાયેલા છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે અત્યંત હળવા અંદાજમાં કહ્યું કે, મારી જેટલી મુશ્કેલીઓ જો કોઈ અન્ય વ્યક્તને હોય તો તેને હાર્ટ એટેક આવી જાય. તેમની વાતોથી એ પણ સ્પષ્ટ થઈ ગયું કે, તેઓ પોતે જે કામ કરવા માતા હોય છે તે ઘણી વખત કરી શક્તા નથી.
ઈમરાન ખાને કાઉ્સિલ ઓન ફોરેન અફેર્સના અધ્યક્ષ અને ચર્ચાના મોડરેટર રિચર્ડ હોસના એક સવાલ પર આ ગંભીર ટિપ્પણી કરી હતી. ઈમરાને કહ્યું કે, "ક્રિકેટની રમત દરમિયાન તેમણે જે રીતે દરેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યો છે તે અનુભવના આધારે તેઓ અત્યારે તેમને પડી રહેલી મુશ્કેલીઓ સામનો કરી રહ્યા છે."
વિદેશી નેતાઓ સાથે મુલાકાત
ઈમરાન ખાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74મા સત્રમાં ભાગ લેવા ન્યૂયોર્ક પહોંચ્યા છે. તેમણે આ સત્ર ઉપરાંત બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન, તુર્કીના રાષ્ટ્રપતિ તૈયર એર્દોગન, સ્વિસ કોન્ફેડરેશનના પ્રેસિડન્ટ ઉલી મોરર સાથે દ્વીપક્ષીયો વાટાઘાટો કરી હતી, જેમાં તેમણે સ્થાનિક મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી. આ બેઠકોમાં તેમણે કાશ્મીર મુદ્દે સમર્થન લેવા માટે પણ દુનિયાના રાષ્ટ્રોના વડાઓ સાથે ચર્ચા કરી હતી.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે