હોંગ કોંગ પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરી નાખવા માટે છોડ્યા ટીયર ગેસના શેલ

શનિવારે પણ હોંગ કોંગમાં મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે સડકો પર ઉતરી આવ્યા હતા, છેલ્લા દાયકામાં સૌ પ્રથમ વખત હોંગ કોંગમાં રાજકીય સંકટ આટલું ઘેરું બન્યું છે 
 

હોંગ કોંગ પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરી નાખવા માટે છોડ્યા ટીયર ગેસના શેલ

હોંગ કોંગઃ હોંગ કોંગ પોલીસે શનિવારે પ્રદર્શનકારીઓને વિખેરી નાખવા માટે ટીયર ગેસ અને પાણીનો મારો ચલાવ્યો હતો. છેલ્લા દાયકામાં સૌ પ્રથમ વખત હોંગ કોંગમાં રાજકીય સંકટ આટલું ઘેરું બન્યું છે. પ્રદર્શનકર્તાઓ ચીનની સેનાના હેડક્વાર્ટર અને સરકારના હેડક્વાર્ટરની વચ્ચે છત્રીઓ લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. 

1997માં બ્રિટિશ સરકાર પાસેથી ચીનની સત્તામાં આવી ગયા પછી ચીનની સરકારે હોંક કોંગમાં લાગુ લોકશાહી સુધારા નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે લોકો તેનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. ગુરૂવારે ચીનની પિપલ્સ લિબરેશન આર્મીએ હોંગ કોંગની સડકો પર ફ્લેગમાર્ચ કરી હતી, જેના કારણે શહેરમાં વાતાવરણ ભારે તંગ બની ગયું હતું. 

શનિવારે પણ ચીનની સરમુખત્યારશાહીનો વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં લોકો સડકો પર ઉતરી આવ્યા હતા. આ લોકોએ સરકારી વડામથક સુધી માર્ચ કરી હતી, જેના કારણે પોલીસે તેમને વિખેરી નાખવા માટે ડીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. હોંગ કોંગમાં છેલ્લા 3 મહિનાથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. શુક્રવારે હોંગ કોંગ પોલીસે વિરોધ પ્રદર્શન કરતા લોકોના 3 નેતાઓની ધરપકડ કરી લીધી હતી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news