મેનહટ્ટનમાં ગગનચૂંબી ઈમારતની છત સાથે ટકરાયું હેલિકોપ્ટર, પાઈલટનું મોત
ન્યૂયોર્કના મેનહટ્ટનમાં જ્યારે હેલિકોપ્ટર એક ગગનચૂંબી ઈમારતમાં ઘુસી ગયું ત્યારે 26/11 જેવો માહોલ સર્જાયો હતો અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી, રાહત-બચાવ કામગીરી કરનારી સમગ્ર ટીમ દોડી આવી હતી અને લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવી પડી હતી
Trending Photos
મેનહટ્ટન(ન્યૂયોર્ક): એક હેલિકોપ્ટર ગગનચૂંબી ઈમારતની છત પર સોમવારે અચાનક તુટી પડ્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ઈમારતની છત પર ધૂમાડાના ગોટે-ગોટા ઉડવા લાગ્યા હતા. સોમવારે બપોરે 2.00 કલાકની આસપાસ શહેરમાં જ્યારે વરસાદ પડી રહ્યો હતો અને અત્યંત ધૂમ્સભર્યું વાતાવરણ હતું ત્યારે 787 સેવન્થ એવેન્યુ ખાતે આવેલી 750 ફૂટ ઈંચી (229 મીટર) AXA આક્વિટેલબ સેન્ટર નામની ઈમારતમાં આ ઘટના ઘટી હતી. આ ઘટનાના કારણે 26/11 જેવો માહોલ સર્જાયો હતો અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી, રાહત-બચાવ કામગીરી કરનારી સમગ્ર ટીમ દોડી આવી હતી અને લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવી પડી હતી
ન્યૂયોર્કના પ્રખ્યાત ટાઈમ્સ સ્ક્વેરથી થોડે દૂર જ સર્જાયેલી આ ઘટનાને પગલે ડઝનબદ્ધ ઈમરજન્સી વ્હિકલ્સ દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ સાથે જ રાહત-બચાવ કામગીરીની ટીમ પણ દોડી આવી હતી. પત્રકાર પરિષદમાં ન્યૂયોર્ક શહેરના મેયર બિલ-ડી-બ્લાસિઓએ માહિતી આપતા જણાવ્યું કે, આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જે હેલિકોપ્ટરનો પાઈલટ હોવાનું પ્રાથમિક અુમાન છે. આ સિવાય ઈમારતની અંદર કે ઈમારતની બહાર કોઈ પણ અન્ય વ્યક્તિ ઘાયલ થઈ નથી.
મેયરે વધુમાં જણાવ્યું કે, "ભગવાનનો ખૂબ-ખૂબ આભાર છે. આ એક મોટી દુર્ઘટના બની શકી હોત. આ કોઈ આતંકી ઘટના હોવાની કોઈ જ સંભાવના નથી. હવામાન પણ આ દુર્ઘટનાનું એક કારણ હોઈ શકે છે." દુર્ઘટનાનું સાચુ કારણ જાણી શકાયું નથી અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ સમગ્ર ઘટનાની તપાસ કરશે.
787 7th ave, #midtown NYC. We’re 1 block south. 20 mins ago there was a loud sound like a too-low #helicopter & I looked up and saw sheet of flame on roof and then smoke. News reports saying helicopter/small plane crash onto roof which would be consistent with what I heard/saw. pic.twitter.com/swY3ksLskH
— Lance Koonce (@LHKoonce) June 10, 2019
ઈમરજન્સી અધિકારીઓએ જણાવ્યું કે, આ હેલિકોપ્ટરે મેનહટ્ટનના પૂર્વ ભાગમાંથી ટેકઓફ કર્યું હતું અને 11 મિનિટમાં જ તે ઈમારત પર તુટી પડ્યું હતું. આ ઈમારત ટ્રમ્પ ટાવરથી માત્ર અડધો માઈલ દૂર આવેલી છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એપાર્ટમેન્ટ આવેલું છે. આ સમગ્ર વિસ્તારને નવેમ્બર, 2016માં તેમના ચૂંટાયા પછી ઉડ્ડયન માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલો છે.
Images from the scene of today’s helicopter crash at 787 7th Ave. in Manhattan. #FDNY members remain on scene. There is one fatality reported. pic.twitter.com/7qyyJWrMsw
— FDNY (@FDNY) June 10, 2019
હિલોકોપ્ટરના અથડાવા અને તુટી પડવાના કારણે સમગ્ર ઈમારતમાં ધ્રૂજારીનો અનુભવ થયો હતો. આ ઈમારતના 29મા માળે આવેલી બીએનપી પારિબાસ બેન્કના એક કર્મચારીએ જણાવ્યું કે, "એક ક્ષણે તો એમ લાગ્યું કે, આ ઈમારત હવે થોડી ક્ષણોમાં તુટી પડશે. કેમ કે, સમગ્ર બિલ્ડિંગમાં ધરતીકંપ જેવો અહેસાસ થયો હતો. અમને સૌને 26/11ની યાદો તાજી થઈ ગઈ હતી."
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે