કરોડો રૂપિયા લઇને ફરાર થઇ દુબઇના શાસકની પત્ની, આ દેશથી કહ્યું- ‘શરણ આપો’

સંયુક્ત અરબ અમીરાત (યૂએઉ)ની રાણી હયા બિંત અલ હુસૈનના બે બાળકો અને 31 મિલિયન પાઉન્ડ (271 કરોડ રૂપિયા)ની સાથે ગુમ થઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. હયા દુબઇના અરબપતિ શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની છઠી બેગમ છે.

કરોડો રૂપિયા લઇને ફરાર થઇ દુબઇના શાસકની પત્ની, આ દેશથી કહ્યું- ‘શરણ આપો’

નવી દિલ્હી: સંયુક્ત અરબ અમીરાત (યૂએઉ)ની રાણી હયા બિંત અલ હુસૈનના બે બાળકો અને 31 મિલિયન પાઉન્ડ (271 કરોડ રૂપિયા)ની સાથે ગુમ થઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. હયા દુબઇના અરબપતિ શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની છઠી બેગમ છે. તે જોર્ડનના શાહ (રાજા) અબ્દુલ્લાની સૌતેલી બહને છે. શેખ મોહમ્મદ યૂએઇના ઉપ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન છે. તેઓ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાંથી એક છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે હયા આ સમયે લંડનમાં છે.

શેખથી તલાક ઇચ્છતી હતી હયા બિંત
જણાવવામાં આવી રહ્યું છે કે, હયા તેના પતિ શેખ મોહમ્મદથી તલાક ઇચ્છે છે. જાણવા મળ્યું કે, હયા દુબઇથી પહેલા જર્મની ગઇ. ત્યાં તેની પુત્રી જલીલા (11) અને પુત્ર ઝાયેદ (7) છે. તે નવી જિંદગીની શરૂઆત કરવા માટે પોતાની સાથે પર્યાપ્ત માત્રામાં રૂપિયા લઇને આવી છે. જર્મનીમાં તેણે સરકાર પાસે રાજકીય શરણ માગી છે.

20 મે બાદ સોશિયલ મીડિયા પર નથી કોઇ પોસ્ટ
બ્રિટેનની ઓક્સફોર્ડ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરનાર હયા સાર્વજનિક રીતથી અને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 20 મે પછી જોવામાં મળી નથી. જ્યારે આ પહેલા તેના સામાજિક કાર્યોથી જોડાયેલા ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરેલા છે. તે સામાજીક કાર્યોમાં પણ ફેબ્રુઆરીથી જોવા મળી નથી.

જર્મનીના રાજદૂતે કરી ભાગવામાં મદદ
અરબ મીડિયાએ અપુષ્ટ સૂત્રોના અહેવાલ અનુસાર જણાવ્યું છે કે, હયાને દુબઇથી નિકળવામાં જર્મનીના એક રાજદૂતે મદદ કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, જર્મન અધિકારીઓએ હયાની વાપસી માટે શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમની અપીલને નકારી દીધી છે. આ કારણે બંને દેશની વચ્ચે કૂટનીતિક સંકટ પેદા થઇ ગયો છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news