Sri Lanka Crisis: રાજીનામું આપ્યા વિના છોડ્યો હતો દેશ, હવે ઇમેલ દ્રારા શ્રીલંકાના રાષ્ટ્રપતિએ કર્યું Resign

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તે અત્યારે સિંગાપુરમાં છે અને તેમણે ત્યાંથી જ આ રાજીનામાનો મેલ કર્યો છે. આ મેલ તેમણે સંસદના સ્પીકરને કર્યો છે. તમને જણાવે દઇએ કે તેમણે 13 જુલાઇના રોજ રાજીનામું આપવાનું હતું પરંતુ તે કાલે મલેશિયા ભાગી ગયા હતા.

Sri Lanka Crisis: રાજીનામું આપ્યા વિના છોડ્યો હતો દેશ, હવે ઇમેલ દ્રારા શ્રીલંકાના રાષ્ટ્રપતિએ કર્યું Resign

Gotabaya Rajapaksa Resigns: શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તે અત્યારે સિંગાપુરમાં છે અને તેમણે ત્યાંથી જ આ રાજીનામાનો મેલ કર્યો છે. આ મેલ તેમણે સંસદના સ્પીકરને કર્યો છે. તમને જણાવે દઇએ કે તેમણે 13 જુલાઇના રોજ રાજીનામું આપવાનું હતું પરંતુ તે કાલે મલેશિયા ભાગી ગયા હતા. ત્યારબાદ દેશમાં ઇમરજન્સી લાગૂ કરી દેવામાં આવી. 

સિંગાપુરથી કર્યો મેલ
મલેશિયા બાદ બુધવારે પત્ની સાથે સિંગાપુર પહોંચ્યા. સિંગાપુરના વિદેશ મંત્રાલયના અનુસાર રાજપક્ષેએ ના તો શરણ માંગી છે અને ના તો તેમને શરણ આપવામાં આવી છે. તે 'અંગત પ્રવાસ' પર સિંગાપુર આવ્યા છે. આ રાજીનામું પણ ત્યાંથી બેસીને તેમણે મેલ કર્યો છે. આ પહેલાં તે એક દિવસ માલદીવમાં રહ્યા. 

વાયદાથી ફરી ગઇ દેશ છોડીને ભાગી રાજપક્ષે
તમને જણાવી દઇએ કે શ્રીલંકાની અર્થવ્યવસ્થાને સંભાળવામાં નિષ્ફળ રહ્યા બાદ થઇ રહેલા વિરોધના લીધે દેશ છોડીને ભાગી ગયા હતા. સાઉદી એરલાઇન્સની ઉડાન નંબર એસવી 788 (સ્થાનિક સમયાનુસાર) સાંજે સાત વાગ્યા બાદ સિંગાપુર ચાંગી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યા, જેમાં રાજપક્ષે સવાર હતા. 

શ્રીલંકામાં સંકટ યથાવત
અત્રે ઉલ્લેખનીય છે કે રાજપક્ષેએ બુધવારે રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ તેમણે આમ કર્યું નહી અને તેમના દેશ છોડવાના થોડા કલાક બાદ પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેને કાર્યવાહક રાષ્ટ્રપતિ નિયુક્ત કરી દેવામાં આવ્યા હતા. શ્રીલંકાના વિરોધથી આવી તસવીરો સામે આવી જેથી આખી દુનિયા વિચલિત થઇ ગઇ. શનિવારથી દુનિયાએ જોયું કે કેવી રીતે પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી દીધો અને પીએમ આવાસને પણ આગના હવાલે કરી દીધું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news