Suicide Song: એક એવું ગીત જેને સાંભળીને 200 લોકોએ કરી હતી આત્મહત્યા, 63 વર્ષ માટે કર્યું બેન

hungarian suicide song: બ્રેકઅપ પછી લખાયેલું આ ગીત આખી દુનિયા માટે ઘાતક સાબિત થવા લાગ્યું. હવે તમે વિચારતા હશો કે આ ગીતમાં આ શું હતું. આ ગીતનું ટાઇટલ હતું 'ગ્લુમી સન્ડે' એટલે કે આ ગીત એટલું નિરાશાજનક હતું કે તેને સાંભળીને વિશ્વભરમાં 200 થી વધુ લોકોએ આત્મહત્યા કરી લીધી હતી.

Suicide Song: એક એવું ગીત જેને સાંભળીને 200 લોકોએ કરી હતી આત્મહત્યા, 63 વર્ષ માટે કર્યું બેન

Gloomy Sunday Suicidal Song : આજે અમે એક એવા ગીત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે સાંભળીને તમે પણ ચોંકી જશો. ખરેખર, હંગેરીના એક સ્ટ્રગલર ગીતકાર અને તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું હતું. આ બ્રેકઅપથી વ્યથિત પ્રેમીએ 30 મિનિટમાં જ એક સેડ ગીત લખી નાખ્યું.

ગીત સાંભળીને 200થી વધુ લોકોએ કરી હતી આત્મહત્યા
બ્રેકઅપ પછી લખાયેલું આ ગીત આખી દુનિયા માટે ઘાતક સાબિત થવા લાગ્યું. હવે તમે વિચારતા હશો કે આ ગીતમાં આ શું હતું. આ ગીતનું ટાઇટલ હતું 'ગ્લુમી સન્ડે' એટલે કે આ ગીત એટલું નિરાશાજનક હતું કે તેને સાંભળીને વિશ્વભરમાં 200 થી વધુ લોકોએ આત્મહત્યા કરી લીધી હતી. ઘણા લોકોની સુસાઈડ નોટમાં આ ગીતની લાઈનો લખેલી હતી અથવા તે ગીતના રેકોર્ડિંગ તેમના રૂમમાંથી મળી આવ્યા હતા.

જેના માટે લખ્યું હતું ગીત તેણે પણ કરી આત્મહત્યા
એવું કહેવાય છે કે ગીત બનાવનાર કલાકારે ઈલેક્ટ્રીક વાયરથી ગળું દબાવીને જીવનનો અંત આણ્યો હતો. આ ગીત જેના માટે લખવામાં આવ્યું હતું તે ગર્લફ્રેન્ડે પણ આ ગીત સાંભળીને આત્મહત્યા કરી લીધી હતી. ગીત સાંભળીને પોતાનો જીવ આપી દેવાના કિસ્સાઓ વધતા જોઈને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ગીત પર આ 63 વર્ષથી પ્રતિબંધ ચાલુ છે.

બ્રેકઅપ પછી લખ્યું આ ઈમોશનલ ગીત
વર્ષ 1933માં હંગેરી (યુરોપ)ના એક ગીત લેખક રેઝ્સો સેરેસે પોતાની અધૂરી પ્રેમકથા પછી એવું ઈમોશનલ ગીત લખ્યું કે દુનિયામાં હોબાળો મચી ગયો. આ ગીત એટલું નિરાશાજનક હતું કે હંગેરીથી અન્ય દેશોમાં પણ આત્મહત્યાના કેસ ઝડપથી વધવા લાગ્યા. આ કહાનીની શરૂઆત ત્યારે થાય છે જ્યારે રેઝ્સો એક રેસ્ટોરન્ટમાં પિયાનો વગાડતી વખતે મહિલા વેટ્રેસના પ્રેમમાં પડે છે. છોકરી પણ રેઝ્સોના પ્રેમમાં પડે છે. જોકે છોકરી ઇચ્છતી હતી કે તે પિયાનો છોડીને સારું કામ કરવાનું શરૂ કરે. પરંતુ રેઝ્સો આ વાત માટે સંમત ન થયા અને બંને અલગ થઈ ગયા. તે જ દિવસે રેઝ્સોએ ગ્લુમી સન્ડે ગીત લખ્યું.

63 વર્ષ માટે પ્રતિબંધિત
1933માં બનેલું આ ગીત જ્યારે રિલીઝ થયું ત્યારે સમગ્ર હંગેરીમાં આત્મહત્યાના કિસ્સાઓ વધી ગયા. હંગેરી આત્મહત્યાના મામલામાં વિશ્વમાં 11માં નંબરે છે. આ ગીત નિરાશાજનક હતું, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તેમ છતાં આ ગીત સમગ્ર વિશ્વમાં 100 થી વધુ વિવિધ ગાયકોએ તેમના પોતાના અવાજમાં ગાયું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news