ઉડતી ગાડીઓ અને તરતા શહેરો! આવું હશે ભવિષ્યનું જીવન! હવે સજાતિય સંબંધોથી પણ થશે બાળકનો જન્મ!

તમે હર્મન બાવેજા અને પ્રિયંકા ચોપરાની ફિલ્મ LOVE STORY 2050 તો જોઇ જ હશે. આ ફિલ્મમાં ઉડતી કારો અને હવામાં અધર બિલ્ડીંગો બતાવવામાં આવી છે. ત્યારે, હવે એવી જ કંઈ ભવિષ્ય અંગેની ડિઝાઈન સ્મિથસોનિયન ઈન્સિટ્યૂટ સામે લઈને આવી છે. WASHINGTON DCની આ સંસ્થા પોતાના પ્રોજેક્ટ ફ્યુચર (FUTURE)ને 32,000 સ્ક્વેયર ફૂટમાં દર્શાવ્યો છે. આ એક પ્રકારનું એક્ઝીબીશન છે. જેમાં વિવિધ કંપનીઓના ભવિષ્ય સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ ડિસ્પલે કરાશે.

ઉડતી ગાડીઓ અને તરતા શહેરો! આવું હશે ભવિષ્યનું જીવન! હવે સજાતિય સંબંધોથી પણ થશે બાળકનો જન્મ!

નવી દિલ્હીઃ તમે હર્મન બાવેજા અને પ્રિયંકા ચોપરાની ફિલ્મ LOVE STORY 2050 તો જોઇ જ હશે. આ ફિલ્મમાં ઉડતી કારો અને હવામાં અધર બિલ્ડીંગો બતાવવામાં આવી છે. ત્યારે, હવે એવી જ કંઈ ભવિષ્ય અંગેની ડિઝાઈન સ્મિથસોનિયન ઈન્સિટ્યૂટ સામે લઈને આવી છે. WASHINGTON DCની આ સંસ્થા પોતાના પ્રોજેક્ટ ફ્યુચર (FUTURE)ને 32,000 સ્ક્વેયર ફૂટમાં દર્શાવ્યો છે. આ એક પ્રકારનું એક્ઝીબીશન છે. જેમાં વિવિધ કંપનીઓના ભવિષ્ય સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ ડિસ્પલે કરાશે.

ઉડતી ઈલેક્ટ્રિક કાર-
અનેક હોલીવૂડ ફિલ્મોમાં ઉડતી કાર દર્શાવવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં એરોસ્પેશ મેન્યુફેક્ચર્ર બેલ ટેક્સટ્રોન દ્વારા થ બેલ નેકસ્સ એર ટેક્સી ( THE BELL NEXUS AIR TAXI) ડિઝાઈન કરવામાં આવી છે. જે એક જાતે ઉડતી કાર છે, એટલે કે સેલ્ફ ડ્રાઇવ કાર છે. ત્યારે, આ ભવિષ્યની ડિઝાઈન ટૂંક સમયમાં માર્કેટમાં આવે તો નવાઈ નહીં. કેમ કે ઉબેર અને હ્યુનડાઈ દ્વારા 2023 સુધીમાં આવી કારનું પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

No description available.

પાણી પર તરતું શહેર-
જે રીતે દિવસેને દિવસે વસતી વધતી જઈ રહી છે, લોકો જમીન પરથી દરિયા તરફ વળશે. એવો જ આઈડિયા છે, બિઝાર્ક ઈંગ્લસ્ (DJARKE INGLES) ગૃપનો જે કોનસેપ્ટ છે ફ્લોટિંગ સિટી માટેનું એટલે કે તરતા શહેર માટેનો. આ ડિઝાઈન ઓલેફર એલિયાસને અને તેની કંપની ઓસનિક્સ (OCEANIX)એ 2 વર્ષ પહેલાં UN ખાતે પ્રસ્તુત કર્યો હતો. ષટ્કોણાકૃતિ, આ પ્લાન એક શહેરની જરૂરિયાત મુજબ છે. જેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટકાઉ અને કુદરતિ આપત્તિ સામે ટકી શકે તેવું હશે.

No description available.

સજાતિય પરિવાર બનાવવાની એક નવી રીત-
ભવિષ્યમાં સજાતિય સંબંધો ધપરાવતા લોકો પણ પોતાના બાળકને દુનિયામાં લાવી શકશે. તે અંગે પણ રિસર્ચ ચાલી રહ્યું છે. GENE એડિટિંગ ટેકનિકથી આ રિસર્ચ ચાલી રહ્યું છે, જેમાં ઉંદર પર લેબ ટેસ્ટિંગ થઈ ચુક્યું છે. આર્ટિસ્ટ અને ડિઝાઈનર એઆઈ હશેગાવા આ અંગે કલ્પના કરી હતી અને તે પ્રોજેક્ટને IM(POSSIBLE) BABY નામ આપ્યું છે. હશેગાવાએ એક સજાતિય મહિલા જોડા સાથે કામ કરી રહી છે. જેમના DNA ડેટા અને GENE ડેટાના આધારે કાલ્પનિક બાળકોના ફોટા અને વીડિયો તૈયાર કર્યા છે. હાલ આ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ હેઠળ છે.

પ્રકાશની ઝડપે ગતિમાન ટ્રાન્સપોર્ટેશન-
હાઈપર લૂર (HYPER LOOP) એક વેક્યુમ ટ્યૂબ જે ફ્લાઈટની સ્પિડે જમીન પર ચાલી શકે તે પણ તૈયાર છે. આ પ્રોજેક્ટ 2012માં ટેસ્લા કંપની અને સ્પેસ એક્સના સીઈઓ એલન મસ્ક અને સિલિકોન વેલીના ઈન્વેસ્ટર શર્વિન પિશેવર વિચાર્યો હતો. જેમાં 2017માં વર્જીન ગૃપના ફાઉન્ડર રિચાર્ડ બ્રેનસન પણ જોડાયા હતા. થ વર્જીન હાઈપર લૂપ પેગાસસ, પણ ફ્યુચરના એક્ઝીબિશનના ડિસ્પલેમાં મુકાશે. જે 670 માઈલ્સ પ્રતિ કલાકની ઝડપે ચાલે છે.

No description available.

તમારું મૃત્યુ પ્રકૃત્તિ માટે ફાયદારક-
જ્યારે, તમારું મૃત્યુ થાય ત્યારે, તમે એક ઝાડ બનો આ આઈડિયા ઈટાલીયન ડિઝાઈન ટીમે બનાવ્યો છે. જેને કેપ્સૂલ મયૂન્ડા (CAPSULE MUNDA) નામ અપાયું છે. રાઉલ પ્રેતઝેલ અને એના સિતેલીસ્ દ્વારા આ કોન્સેપ્ટ તૈયાર કરાયો છે. જેમાં ઈન્ડાના આકારનું બાયોડિગ્રેડેબલ કલ્શની ઉપર એક નવું ઝાડ હોય તેવા ફોટા ઈન્ટરનેટ પર 2017માં વાયરલ થયા હતા. આ પ્રોજેક્ટ પણ ફ્યુચરના એક્ઝીબિશનના ડિસ્પલેમાં મુકાશે.

No description available.

પીવાના પાણીનું નવું સ્ત્રોત-
ફ્રેન્ક હરબર્ટસની ડ્યૂન ફ્રેન્ચાઈઝીએ વાહા વૉટર હારવેસ્ટર તૈયાર કર્યું છે. જે સોલાર પાવરથી હવામાં પાણીની વરાળમાંથી પાણી બનાવે છે. 2019માં કેલીફોર્નિયાના મોજાવેના રણમાં આ પ્રોજેક્ટ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એક વૉટર હારવેસ્ટર 2થી 3 લોકો માટે પીવાનું પાણી બનાવી શકે છે. વાહા પ્રોજેક્ટને મોટા સ્તરે લઈ જવામાં આવશે જેથી પુરા ગામોને પાણી પુરું પાડી શકાય.

No description available.

આર્ટીફિશ્યસ ઈન્ટેલિજન્સથી ખેતી-
જે રીતે દૂનિયાની વસ્તી વધી રહી છે. તેની સાથે ફૂડ ડિમાન્ડ પણ વધી રહી છે. અને બદલાતા હવામાનમાં તકાઉ ખેતી કરવું ખૂબ જ મહત્વનું છે. જેથી લોકોની ફૂડ ડિમાન્ડ સુધી પહોંચી શકાય. ગૂગલની જ માતૃ સંસ્થા આલ્ફાબેટે મીનરલ રોવર તૈયાર કર્યું છે. જેનાથી જમીનની ફળદ્રુપતા માપીને યોગ્ય પ્રકારનો પાક ખેડૂતો લઈ શકે. આ એક ફોર વિહ્લર છે, જે પાક વધારી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news