આતંકના આકાને ફ્રાન્સનો ફટકો, પુલવામા આતંકી હુમલાના દોષિત મસૂદની સંપત્તિઓ થશે જપ્ત

પુલવામા આતંકી હુમલાના દોષિત અને જૈશ એ મોહમ્મદના ચીફ આતંકી મૌલાના મસૂદ અઝહરને લઈને ફ્રાન્સે મોટું પગલું ભર્યું છે. ફ્રાન્સ સરકારે શુક્રવારે જાહેરાત કરી છે કે તે ફ્રાન્સમાં આતંકી મસૂદ અઝહરની તમામ સંપત્તિઓ જપ્ત કરશે.

આતંકના આકાને ફ્રાન્સનો ફટકો, પુલવામા આતંકી હુમલાના દોષિત મસૂદની સંપત્તિઓ થશે જપ્ત

નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાના દોષિત અને જૈશ એ મોહમ્મદના ચીફ આતંકી મૌલાના મસૂદ અઝહરને લઈને ફ્રાન્સે મોટું પગલું ભર્યું છે. ફ્રાન્સ સરકારે શુક્રવારે જાહેરાત કરી છે કે તે ફ્રાન્સમાં આતંકી મસૂદ અઝહરની તમામ સંપત્તિઓ જપ્ત કરશે. જેને ભારત માટે મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. અત્રે જણાવવાનું કે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાવવા માટે ફ્રાન્સે અમેરિકા અને બ્રિટન સાથે સમર્થન કર્યું છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને વીટો વાપરીને અડિંગો જમાવતા મસૂદ વૈશ્વિક આતંકી જાહેર થઈ શક્યો નહીં. 

ચીને પાકિસ્તાન સાથે જૂની મિત્રતા નિભાવતા ચોથીવાર યુએનએસસીમાં અડિંગો જમાવ્યો. ચીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને પ્રસ્તાવને રદ કરાવી નાખ્યો. ચીન 2009 બાદથી સતત ત્રીજીવાર આમ કરી ચૂક્યું છે. પુલવામા હુમલા  બાદ અઝહરને સુરક્ષા પરિષદની 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ પ્રતિબંધિત કરવાનો પ્રસ્તાવ ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા તરફથી 27 ફેબ્રુઆરીએ રજુ  કરાયો હતો. 

અત્રે જણાવવાનું કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં પાકિસ્તાન સમર્થિક આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતાં. જેની જવાબદારી મસૂદ અઝહરના સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી હતી. ત્યારબાદ પાકિસ્તાને વૈશ્વિક દબાણને વશ થઈને જૈશના ઠેકાણાઓ પર કાર્યવાહીની વાત પણ કરી હતી. 

લેટેસ્ટ ગુજરાતી સમાચાર : જુઓ LIVE TV

જો કે પાકિસ્તાન સરકારે મસૂદને બચાવવા માટે જૈશના આતંકી ઠેકાણાઓને મદરેસા ગણાવ્યા હતાં. ભારતીય વાયુસેનાએ પણ 26 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી  હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં જૈશના ઠેકાણા પર બોમ્બ વરસાવીને તબાહી મચાવી હતી. જેમાં 200થી વધુ આતંકીઓના ખાત્માની વાત સામે આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news