પહેલાં રશિયા અને બાદમાં અમેરિકાની પીછે હઠથી તાલિબાનીઓએ 2 વાર મેળવી અફઘાનિસ્તાનમાં સત્તા

પણ 20 વર્ષની અમેરિકાની આ મહેનતના દાવાની માત્ર 10 દિવસમાં તાલિબાને હવા કાઢી નાખી છે. માત્ર 70 હજાર તાલિબાની ફાઈટર્સે અફઘાનના 3.50 લાખ સૈનિકો પર ભારે પડ્યા. અને એ સાથે 1998ની ઘટનાનું ફરીવાર પુરાવર્તન થયું. તાલિબાન પરત આવ્યું. તો પુરી વાર્તા સમજવા માટે ઘણા વર્ષો પાછળ જવું પડશે.

પહેલાં રશિયા અને બાદમાં અમેરિકાની પીછે હઠથી તાલિબાનીઓએ 2 વાર મેળવી અફઘાનિસ્તાનમાં સત્તા

કાબુલઃ અફઘાનિસ્તાનના પહાડ અને પથરાડી જમીનની ગર્મીએ ફરી એકવાર સમગ્ર દુનિયાને બાળી નાખી છે. દુનિયા સામે 1998નું ચિત્ર ફરી 2021માં જીવંત થયું હોય તેવું લાગી રહ્યું છે. જીવંત એટલે કેમ કે 23 વર્ષ બાદ તાલિબાન પરત આવ્યું છે. 20 વર્ષ સુધી અમેરિકાએ અફઘાનિસ્તાનમાં રહ્યું. આ 20 વર્ષોમાં અમેરિકા લગભગ 61 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હોવાનો દાવો કર્યો. અને સાથે જ આ 20 વર્ષમાં 3.50 લાખ અફઘાની સૈનિકોને તૈયાર કર્યા હોવાનો પણ અમેરિકાએ દાવો કર્યો.

પણ 20 વર્ષની અમેરિકાની આ મહેનતના દાવાની માત્ર 10 દિવસમાં તાલિબાને હવા કાઢી નાખી છે. માત્ર 70 હજાર તાલિબાની ફાઈટર્સે અફઘાનના 3.50 લાખ સૈનિકો પર ભારે પડ્યા. અને એ સાથે 1998ની ઘટનાનું ફરીવાર પુરાવર્તન થયું. તાલિબાન પરત આવ્યું. તો પુરી વાર્તા સમજવા માટે ઘણા વર્ષો પાછળ જવું પડશે.

અફઘાનિસ્તાનની સંપૂર્ણ કહાનીઃ
અંગ્રેજોની ગુલામીથી અફઘાનિસ્તાન આઝાદ થયું હતું. આઝાદી બાદ અફઘાનમાં રાજાશાહી શરૂ થઈ. શાહ પરિવારની રાજાશાહી આવનારા 54 વર્ષ સુધી ચાલી. અફઘાનિસ્તાનના છેલ્લા રાજા મોહમ્મદ ઝહીર શાહની 1973માં તબિયત લથડી. જેમને સારવાર માટે ઈટલી લઈ જવામાં આવ્યા. પરંતુ, તેમના ઈટલી જતાની સાથે જ તેમના સેનાપતિ દાઉદ ખાને તખ્તો પલ્ટી નાખ્યો. અને પોતે જ અફઘાનિસ્તાનનો પ્રધાનમંત્રી બની બેઠો હતો.

દાઉદ ખાને પોતાના લોકોને વાયદો આપ્યો હતો કે, તે નવો સંવિધાન લાવશે. પણ 1977માં દાઉદ ખાને સંવિધાનના નામે સિંગલ પાર્ટી સિસ્ટમ કાયમ કરી દિધી. જેથી તે જ એકલો સત્તામાં રહી શકે. દેશના લોકોએ આ વાતનો વિરોધ કર્યો અને 1978માં સોર ક્રાંતિ નામથી અફઘાનિસ્તાનમાં વિરોધ શરૂ થયો. આ ક્રાંતિ નૂર મોહમ્મદ તારીકીની આગેવાનીમાં કરવામાં આવી. અફઘાનીઓની આ ક્રાંતિ સફળ રહી અને દાઉદ ખાને રાજ ગદ્દી છોડવી પડી. હવે દેશના રાષ્ટ્રિયઅધ્યક્ષ નૂર મોહમ્મદ તારીકી હતા. અને તે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.

નૂર મોહમ્મદ તારીકીએ કર્યું દેશનું આધુનિકરણઃ
નૂર મોહમ્મદ તારીકી તે સમયના USSR એટલે કે સોવિયેત સંઘના નજીકના માનવામાં આવતા હતા. સોવિયેત સંઘને ત્યારે કોમ્યુનિસ્ટ દેશ તરીકે ગણાતું હતું. સોવિયેત સંઘની મિત્રતા બાદ નૂર મોહમ્મદ તીરીકીએ પ્રથમ વખત અફઘાનિસ્તાનમાં આધુનિકરણની શરૂઆત કરી. જે મુજબ શાળાઓ, કોલેજ, કારખાનાઓ શરૂ કરાયા. અને ખાસ કરીને મહિલાઓની આઝાદી અને તેમના ભણતર પર જોર આપવામાં આવ્યું. માત્ર આટલું જ નહિ પણ સામાજિક સુધારના નામે અફઘાની સરકારે અમીરોની જમીન ગરીબોમાં વેંચવાની શરૂઆત કરી. ત્યારે, આધુનિકરણના આ પ્રયાસો અને મહિલાઓની આઝાદી કેટલાક કબિલાઓને ન ગમી, તેમને આ ઈસ્લામના ખિલાફ લાગ્યું. અને આ જ વાત પર ધર્મના નામે નૂર મોહમ્મદનો વિરોધ શરૂ થયો.

આ એ સમય હતો જ્યારે, અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યો હતો. એક તરફ અફઘાનિસ્તાનમાં સોવિયેત સંઘે પોતાના પગ પેસારો કર્યો હતો. તો બીજી બાજુ ઈરાનમાં અમેરિકા મજબૂત થઈ રહ્યું હતું. અફઘાનિસ્તાનમાં સોવિયેત સંઘની વધતી તાકાત જોઈ અમેરિકાએ પણ અફઘાનિસ્તાનમાં ખૂદને મજબૂત કરવાનો ઈરાદો બનાવ્યો. આ કામ માટે અમેરિકાએ ધર્મના નામે નૂર મોહમ્મદનો વિરોધ કરનારાઓને ભડકાવાનું શરૂ કર્યું. આ કામ માટે અમેરિકાની ખુફિયા એજન્સી CIAની મદદથી નૂર મોહમ્મદ તારીકીના વિદેશ મંત્રી હફીઝઉદ્દીન અમીનને અમેરિકાએ પોતાની સાથે કરી લીધા. અને તેની મદદથી અમેરિકાએ નૂર મોહમ્મદની સરકારને મુસ્લિમ વિરોધી હોવાનું સાબિત કરાવની શરૂઆત કરી. વિરોધને હવા આપવા માટે અમેરિકાએ હફીઝઉદ્દીન અમીનને આગળ કરીને અફઘાનના લોકોને મુજાહિદ્દીન બનવા પ્રેરિત કરવા લાગ્યા. મુજાહિદ્દીન એટલે એ લોકો જ ધર્મના રક્ષણ માટે લડે. આ કામ માટે અમેરિકાએ પાકિસ્તાનની મદદ લીધી. મુજાહિદ્દીનની ટ્રનિંગ પાકિસ્તાનમાં થવા લાગી અને તેના માટેનું ફન્ડ અમેરિકા આપતું હતું.

આવી રીતે અંત આવ્યો નૂર મોહમ્મદ તારીકીનોઃ
નૂર મોહમ્મદ તારીકીની સરકાર પાડવા માટે સાઉદી અરબને પણ પોતાના સાથે કરી લીધું હતું. આ માટે સાઉદીથી મોટી સંખ્યામાં લોકો સોવિયેત સંઘ અને તારીકી સરકાર સામે લડવા માટે અફઘાનિસ્તાન પહોંચ્યા હતા. અને આમાંથી એક હતો ઓસામા બિન લાદેન.

અફઘાનિસ્તાનમાં અલગ-અલગ કબિલાઓની સાથે મોટી સંખ્યામાં સોવિયેત સંઘ અને તારીકી સરકાર સામે તાલિબ એટલે કે વિદ્યાર્થીઓને પણ ભડકાવામાં આવ્યા. ઘણા બધ વિદ્યાર્થી સંગઠન પણ આ વિરોધમાં જોડાવવા લાગ્યા. આમા જ એક તાલિબ એટલે કે વિદ્યાર્થી હતો ઉમર. જે આ આંદોલનમાં સૌથી આગળ હતો. વિરોધ પ્રદર્શનને જોતા નૂર મોહમ્મદે સોવિયેત સંઘ જવું પડ્યું હતું. જ્યાં તેમને કહેવામાં આવ્યું કે તેઓ હાલ માટે આધુનિકરણને રોકે અને શાંતિથી કામ કરે. સાથે જ તેમના વિદેશ મંત્રી હફીઝઉદ્દીન અમીનને હટાવી દે કેમ કે તે CIA માટે કામ કરે છે.

પરંતુ, આ વાતની જાણ CIAએ હફીઝઉદ્દીન અમીનને પહેલાં જ કરી દિધી હતી. જે બાદ જેવો નૂર મોહમ્મદ અને તેમનો પરિવાર અફઘાનિસ્તામાં આવ્યો તે સમયે જ તેમનો ખાત્મો કરી દેવામાં આવ્યો હતો. આ બાદ હફીઝઉદ્દીન અમીન પોતે દેશનો રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયો.        

સોવિયેત સંઘે અફઘાનિસ્તાન પર કર્યો હુમલોઃ
નૂર મોહમ્મદ તારીકીની હત્યાથી ઉશકેરાઈને સોવિયેત સંઘે 25 ડિસેમ્બર 1979ના રોજ પોતાની સેના સાથે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો. સેનાએ કાબૂલમાં ઘૂસીને હફીઝઉદ્દીન અમીનને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ હુમલા બાદ અમેરિકાને પણ મોકો મળ્યો અને અમેરિકાએ મુજાહિદ્દોને ઉશકેરી સોવિયેત સંઘ સામે લડવા હવા આપી. જેના માટે અમેરિકાએ મુજાહિદોને તમામ હથિયાર, પૈસા અને મિસાઈલ પણ આપી હતી. રુસે અફઘાનિસ્તાન પર હુમલો તો કર્યો પણ પહાડોના કારણે રુસની સેના મુસીબતમાં મુકાઈ. એરફોર્સ પણ સેનાની મદદ વધુ ન કરી શકી. અને જેના પગલે 10 વર્ષના યુદ્ધ બાદ રુસની સેનાએ 15 ફેબ્રુઆરી 1989ના રોજ અફઘાનિસ્તાનને પોતાની હાલત પર છોડીને પરત થઈ. અને પાછળ છોડી ગઈ કઠપૂતળી સરકાર.

અફઘાનિસ્તાનમાં છેડાયો આંતરિક યુદ્ધઃ
રસિયાની સેના પરત થતાં હવે મુજાહિદો અંદરો અંદર લડવા લાગ્યા હતા. મુજાહિદોએ પોતાના વિસ્તારોમાં પોતાના ગૃપ બનાવી લીધા હતા. જેના કારણે અફઘાનિસ્તાનમાં આંતરિક લડાઈ શરૂ થઈ. સામાન્ય જનતા પરેશાન થઈ ચુકી હતી. ધીમ-ધીમે આ લડાઈમાં નાના-નાના ગૃપો હારવા લાગ્યા. અને આ તમામમાં સૌથી તાકતવર ગૃપ તરીકે ઉભર્યું વિદ્યાર્થીઓનું ગૃપ એટલે કે તાલિબોનું ગૃપ. તોલિબોમાં પણ સૌથી વધુ ચર્ચિત નામ ઉમરનું હતું. ઉમરે રસિયાના સૈનિકો સાથે સીધી લડાઈ લડી હતી. અને એક બોમ્બ ધમાકામાં તેની એક આંખ પણ ખરાબ થઈ હતી. રસિયન સૈનિકોના ગયા બાદ ઉમર એક મસ્જિદમાં નમાઝ પઠાવવા લાગ્યો હતો. જેના કારણે તેના લોકો મુલ્લા પણ કહેવા લાગ્યા હતા. આ જ મુલ્લા ઉમરે તાલિબાનને જન્મ આપ્યો હતો. અને આ એ જ ઉમર છે જેની આગેવાનીમાં 1998માં અફઘાનિસ્તાનની સત્તા તાલિબાનના હાથમાં આવી.

મુલ્લા ઉમર ઓસામા બિન લાદેનનો અફઘાનિસ્તાનમાં સૌથી ભરોસામંદ વફાદાર સાથી પણ હતો. અને મુલ્લા ઉમર પર અમેરિકાએ એક કરોડ ડોલરનું ઈનામ રાખ્યું હતું. તાલિબાનને જન્મ આપનાર ઉમરની મોત 2013માં થઈ. પણ તાલિબાન 2021માં ફરી એક્ટિવ થયું.

20 વર્ષ બાદ તાલિબાનનો ફરી કબ્જોઃ
14 એપ્રિલ 2021ના રોજ અમેરિકી રાષ્ટ્રપતિએ જો બિડેને એલાન કર્યું કે, 1 મે 2021ના રોજ અફઘાનિસ્તાનમાથી અમેરિકી સેના પરત થવાની શરૂઆત કરશે અને 11 સપ્ટેમ્બર સુધીમાં પુરી સેના અફઘાનિસ્તાનમાંથી બહાર આવી જશે. આ એલાને તાલિબોમાં નવો જીવ ભરી દિધો.

- 14 એપ્રિલ 2021: અમેરિકાના રાષ્ટ્રપતિએ સેના પર બોલાવવાનો એલાન કર્યો.
- 4 મે 2021: તાલિબાનીઓએ દક્ષિણ હોલમંડ પર હુમલો કર્યો.
- 11 મે 2021: તાલિબાને કાબૂલની બહાર નેરખ જિલ્લા પર કબ્જો કર્યો.
- 7 જૂન 2021: તાલિબાનની સાથે લડાઈમાં 150 અફઘાની સૈનિકો માર્યા ગયા.
- 22 જૂન 2021: તાલિબાને અફઘાનિસ્તાનના ઉતરી વિસ્તારોમાં હુમલો શરૂ કર્યો.
- 2 જુલાઈ 2021: અમેરિકાએ બગરામ એપબેઝ ખાલી કર્યું.
- 5 જુલાઈ 2021: તાલિબાને અફઘાનિસ્તાન સરકાર સામે શાંતિ પ્રસ્તાવ રાખવાની વાત કરી.
- 21 જુલાઈ 2021: તાલિબાનના કબ્જામાં અડધાથી વધારે જિલ્લા આવી ગયા.
- 6 ઓગસ્ટ 2021: તાલિબાને નિમરુજ રાજ્ય પર મેળવ્યો કબ્જો.
- 13 ઓગસ્ટ 2021: કંધાર સહિત અન્ય ચાર જગ્યા પર તાલિબાનીઓએ મેળવ્યો કબ્જો.
- 14 ઓગસ્ટ 2021: તાલિબાને મઝારે-શરીફ પર હાંસલ કરી જીત.
- 15 ઓગસ્ટ 2021: તાલિબાને કાબૂલ પર જીત મેળવી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news