FATFની પાકિસ્તાનને કડક ચેતવણી, 5 મહિનામાં ટેરર ફંડિંગ રોકો, નહીં તો કડક કાર્યવાહી કરીશું
FATF Pans Pakistan : પેરિસમાં થયેલી ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં પાકિસ્તાનને રાહત મળી નથી. એફએટીએફ તરફથી તેને ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું છે અને ફૂલ એક્શન પ્લાન પર કામ કરવા માટે ફેબ્રુઆરી 2020 સુધીનો સમય અપાયો છે.
Trending Photos
નવી દિલ્હી: પેરિસમાં થયેલી ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં પાકિસ્તાનને રાહત મળી નથી. એફએટીએફ તરફથી તેને ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું છે અને ફૂલ એક્શન પ્લાન પર કામ કરવા માટે ફેબ્રુઆરી 2020 સુધીનો સમય અપાયો છે. જો પાકિસ્તાન તરફથી નિર્ધારીત સમય મર્યાદામાં ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગ પર કાર્યવાહી નહી થાય તો એફએટીએફ તરફથી કડક કાર્યવાહી થશે.
પાકિસ્તાન પર હતો બ્લેક લિસ્ટ થવાનો ડર
જો કે આ અગાઉ ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગમાં નિષ્ફળ ગયા બાદ પાકિસ્તાન પર બ્લેક લિસ્ટ થવાનો ડર તોળાઈ રહ્યો હતો. પરંતુ બેઠકમાં તેને થોડા દિવસની વધુ મહોલત આપવામાં આવી છે. એફએટીએફ તરફથી પાકિસ્તાનને પોતાની નાણાકીય સંસ્થા પર વિશેષ ધ્યાન આપવાનું પણ કહેવાયું છે.
27માંથી 20 પોઈન્ટ પર પ્રગતિની વાત કરી
અત્રે જણાવવાનું કે આર્થિક મામલાઓના મંત્રી હમ્માદ અઝહરના નેતૃત્વમાં પાકિસ્તાની પ્રતિનિધિમંડળે પેરિસની બેઠકમાં કહ્યું હતું કે પાકિસ્તાન તરફથી 27માંથી 20 પોઈન્ટ પર સકારાત્મક પ્રગતિ થઈ છે. એફએટીએફએ પાકિસ્તાન તરફથી ઉઠાવવામાં આવેલા પગલાંઓ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
જુઓ LIVE TV
જ્યારે ચીન, તુર્કી અને મલેશિયાએ પાકિસ્તાન દ્વારા લેવાયેલા પગલાને બિરદાવ્યાં તો ભારતે પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવાની ભલામણ કરી છે. ભારતનું કહેવું છે કે તેણે હાફિઝ સઈદને તેના ફ્રિઝ ખાતામાંથી પૈસા કાઢવાની મંજૂરી આપી છે.
અત્રે જણાવવાનું કે 36 દેશોવાળા એફએટીએફ ચાર્ટર મુજબ કોઈ પણ દેશે બ્લેક લિસ્ટ થતા બચવા માટે ઓછામાં ઓછા 3 દેશોનું સમર્થન મેળવવું જરૂરી બને છે. પાકિસ્તાન તેને ગ્રે લિસ્ટ (વોચ લિસ્ટ)માં નાખવામાં આવ્યું હતું અને તે હવે તેમાંથી બહાર આવવા માટે ધમપછાડા કરી રહ્યું છે. એફએટીએફએ મની લોન્ડરિંગ અને આતંકી ફંડિંગ વિરુદ્ઘ કાર્યવાહી પૂરી કરવા માટે તેને ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે