કોરોનાની અવગણના પડી ભારે, સ્વીડનમાં એક દિવસમાં 100ના મોત
Trending Photos
સ્વીડન: કોરોના વાયરસ (Coronavirus)થી લડવા માટે લોકડાઉન જેવા ઉપાયોની અવગણના કરવી યૂરોપીયન દેશ સ્વીડનને ભારે પડી રહી છે. એક જ દિવસમાં અહીં કોરોનાથી 100 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિત 100 દર્દીઓનો મોત થયા છે અને એક સાથે અહીં મરનાર લોકોની કુલ સંખ્યા વધીને 591 પહોંચી ગઈ છે. સ્વીડનની પબ્લિક હેલ્થ એજન્સીનું કહેવું છે કે, દેશમાં કોરોના વાયરસના 7693 કેસ નોંધાયા છે.
સ્વીડને પહેલા કથિત રીતે તેમની સ્કૂલ, રેસ્ટોરાં અને બાર વગેરે ખુલ્લા રાખ્યા હતા. દેશે લોકડાઉન જેવા ઉપાયોની અવગણના કરી હતી. જ્યારે અન્ય યૂરોપીયન દેશોના નાગરિકો એક મહિનાથી વધારે સમય લોકડાઉનમાંથી પસાર કરી રહ્યાં છે. એટલું જ નહીં, અહીંની સરકાર દ્વારા લોકોને ફ્રેસ હવા માટે બહાર નિકળવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું હતું. તે પણ ત્યારે જ્યારે બ્રિટન, ઈટલી અને સ્પેન વાયરસના ફેલાવવાનું કેન્દ્ર બન્યા છે.
જો કે, એક દિવસમાં 100 લોકોના મોત બાદ હવે સરકારનું વલણ બદલાતું જોવા મળી રહ્યું છે. તેમનું કહેવું છે કે, તેઓ કોરોનાનો સામનો કરવાના તમામ સંભવ પ્રયાસ કરશે. સ્વાસ્થ્ય મંત્રી લીના હેલેનગ્રેને કહ્યું કે, કોરોનાના કારણે સ્વીડનની સાથે સાથે સમગ્ર દુનિયા ગંભિર સંકટમાં પહોંચી ગઈ છે. અમે પરિસ્થિતિ પર ધ્યાનમાં લઇ અને વાયરસનો સામનો કરવા માટે તમામ જરૂરી ઉપાયો કરીશું.
સૌથી ખરાબ સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, COVID-19ની સૌથી વધારે અસર યુરોપમાં જોવા મળી રહી છે. ઈટાલીમાં મોતનો આકંડો 16523 પહોંચી ગયો છે. જ્યારે સંક્રમણના 132547 કેસ સામે આવ્યા છે. ત્યારે સ્પેનમાં વાયરસના કારણે 13798 લોકો તેમનો જીવ ગુમાવવો પડ્યો છે અને 140510 લોકો સંક્રમિત જોવા મળ્યા છે. આ રીતે ફ્રાન્સમાં મોતની સંખ્યા વધીને 8911 અને સંક્રમિતોની સંખ્યા 98010 પહોંચી ગઈ છે. બ્રિટનની વાત કરીએ તો 5373 મોતનો આંકડો નોંધાયો છે અને સંક્રમિત 51608 કેસ સામે આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે