યુદ્ધ વચ્ચે અચાનક જ કેમ ઈઝરાયેલ પહોંચી ગયા એલન મસ્ક? ગાઝા વિશે આપ્યું મોટું નિવેદન

ટેસ્લાના સીઈઓ એલન મસ્ક હાલ ઈઝરાયેલમાં છે. તેઓ જંગ વચ્ચે સોમવારે ઈઝરાયેલ પહોંચ્યા હતા. તેમણે આ દરમિયાન ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને રાષ્ટ્રપતિ ઈસાક હર્જોગ સાથે મુલાકાત કરી. 

 યુદ્ધ વચ્ચે અચાનક જ કેમ ઈઝરાયેલ પહોંચી ગયા એલન મસ્ક? ગાઝા વિશે આપ્યું મોટું નિવેદન

ટેસ્લાના સીઈઓ એલન મસ્ક હાલ ઈઝરાયેલમાં છે. તેઓ જંગ વચ્ચે સોમવારે ઈઝરાયેલ પહોંચ્યા હતા. તેમણે આ દરમિયાન ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ અને રાષ્ટ્રપતિ ઈસાક હર્જોગ સાથે મુલાકાત કરી. મસ્કે ગાઝા પટ્ટી પાસે કિબુત્ઝ શહેરની પણ મુલાકાત લીધી. હમાસે કિબુત્ઝ પર જ સાત ઓક્ટોબરના રોજ હુમલો કર્યો હતો. જેમાં અનેક લોકોના મોત થયા હતા. મસ્કના આ પ્રવાસ અંગે નેતન્યાહૂએ કહ્યું કે તેમણે મસ્કને કિબુત્ઝમાં હમાસના આતંકીઓ દ્વારા કરાયેલા નરસંહારની ભયાનકતા પણ દેખાડી હતી. આ દરમિયાન અમે કિબુત્ઝમાં પીડિતોના ઘરે પણ ગયા હતા. 

નેતન્યાહૂએ મસ્કેને એવા ઈઝરાયેલીઓના ઘર પણ દેખાડ્યા જેમને નિર્દયતાથી હમાસના આતંકીઓએ માર્યા હતા. જેમાં ચાર વર્ષની ઈઝરાયેલી અમેરિકન છોકરી અભિગેલ ઈદાન પણ સામેલ છે. જેના માતા પિતાને આતંકીઓએ માર્યા હતા. ઈદાનને રવિવારે હમાસે છોડી હતી. આ પ્રવાસની કેટલીક તસવીરો પણ નેતન્યાહૂએ શેર કરી છે. 

The PM showed Musk sections of the film that was prepared by the IDF Spokesperson and which shows the horrors of the massacre perpetrated by Hamas on October 7th. pic.twitter.com/4h5h4GNFfL

— Prime Minister of Israel (@IsraeliPM) November 27, 2023

આ દરમિયાન નેતન્યાહૂએ મસ્કે એ ફિલ્મ પણ દેખાડી જેને આઈડીએફએ તૈયાર કરી હતી. આ ફિલ્મમાં સાત ઓક્ટોબરના રોજ હમાસના ઈઝરાયેલ પરના હુમલાની આખી ભયાનકતા નોંધાયેલી છે. 

ગાઝાને ફરીથી બનાવવામાં કરીશ મદદ
આ દરમિયાન મસ્કે નેતન્યાહૂ સાથે એક્સ પર લાઈવ ચેટ દરમિયાન કહ્યું કે હમાસના ખાતમા સિવાય કોઈ રસ્તો નથી. હત્યારાઓનો ખાતમો જરૂરી થઈ ગયો છે. આ પ્રકારના પ્રોપગન્ડા બંધ થવા જોઈએ. જે લોકોને હત્યારા બનવાની ટ્રેનિંગ આપે. ગાઝાના ભવિષ્ય માટે આ જરૂરી છે. હું ગાઝાને ફરીથી બનવા અને જંગ બાદ ગાઝાના સારા ભવિષ્ય માટે મદદ કરીશ. 

The Prime Minister showed Musk the horrors of the massacre at the kibbutz on Saturday October 7th.https://t.co/prW0e5Cvbc pic.twitter.com/kR74F61qaf

— Prime Minister of Israel (@IsraeliPM) November 27, 2023

યહૂદી વિરોદી ટ્વીટ પર ઘેરાયા હતા મસ્ક
હાલમાં મસ્ક એક યહૂદી વિરોધી ટ્વીટનું સમર્થન કરવા બદલ ઘેરાયા હતા. તેમના પર યહૂદી વિરોધને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો હતો. તેમણે હકીકતમાં એક યહૂદી વિરોધી ટ્વીટ સાથે સંયોગ દેખાડતા તેના પર કમેન્ટ કરી હતી. ત્યારબાદ તેઓ લોકોના નિશાના પર આવી ગયા હતા. હવે અનેક રિપોર્ટ્સમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ યહૂદી વિરોધીવાળી છબીને સાફ કરવા માટે તેઓ ઈઝરાયેલ પહોંચ્યા છે. 

મૃતકનો આંકડો 12 હજારને પાર
ગાઝામાં હમાસના અધિકારીઓના એક પ્રવક્તાના જણાવ્યાં મુજબ સ્કૂલમાં 200 માર્યા ગયા કે ઘાયલ થયા. જ્યારે ઈઝરાયેલની સેનાએ કોઈ નિવેદન આપ્યું નથી. 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલમાં થયેલા હુમલા બાદ ઈઝરાયેલે હમાસને ખતમ કરવાની કસમ ખાધી હતી.  જેમાં તેના આતંકીઓએ 1200 લોકોની હત્યા કરી હતી અને 240 લોકોને બંધક બનાવ્યા હતા. હમાસ શાસિત ગાઝા પટ્ટીમાં અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોની સંખ્યા વધીને 12300 થઈ છે જેમાં 5000 બાળકો પણ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news