Corona Vaccine Side Effects: રસી લગાવ્યા બાદ આ દેશમાં થઈ લોકોને 'ખતરનાક' બીમારી

ઈઝરાયલમાં કોરોના વાયરસ વેક્સીનના સાઈડ ઈફેક્ટના (Coronavirus Vaccine Side effects) આશ્ચર્યજનક કેસ સામે આવ્યા છે. કોરોના વેક્સીન (Covid-19 Vaccine) લગાવ્યા બાદ 13 લોકોને ફેશિયલ પેરાલિસિસ થયો છે

Corona Vaccine Side Effects: રસી લગાવ્યા બાદ આ દેશમાં થઈ લોકોને 'ખતરનાક' બીમારી

જેરુસલેમ: ઈઝરાયલમાં કોરોના વાયરસ વેક્સીનના સાઈડ ઈફેક્ટના (Coronavirus Vaccine Side effects) આશ્ચર્યજનક કેસ સામે આવ્યા છે. કોરોના વેક્સીન (Covid-19 Vaccine) લગાવ્યા બાદ 13 લોકોને ફેશિયલ પેરાલિસિસ થયો છે. ઈઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પ્રકારના સાઈડ ઇફેક્ટ રિપોર્ટની સરખામણીએ વધુ લોકોને થઈ શકે છે.

બીજા ડોઝને લઈ આશંકા
Wionના રિપોર્ટ અનુસાર નિષ્ણાંતો હવે આ લોકોને કોરોના વેક્સીન શોટનો (Coronavirus Vaccine) બીજો ડોઝ આપવાને લઇને આશંકિત છે. સ્વાસ્થ્ય મંત્રાલય પણ ફેશિયલ પેરાલિસિસ સ્વસ્થ થયા બાદ બીજો ડોઝ આપવાની સલાહ આપી રહ્યું છે. ફેશિયલ પેરાલિસિસથી પીડિત એક વ્યક્તિએ Ynet ને જણાવ્યું, લગભગ 28 કલાક સુધી અડધો ફેસ લકવા (Facial Paralysis) ગ્રસ્ત રહ્યો, જો કે, ત્યારબાદ તેઓ સંપૂર્ણ પણે સ્વસ્થ થયા નથી. જો કે, જ્યાં ઇન્જેક્શન લગાવવામાં આવ્યું તે જગ્યા સિવાય અન્ય જગ્યાએ દુ:ખાવો નથી.

અગાઉ પણ સામે આવ્યા છે આ પ્રકારના કિસ્સા
તમને જણાવી દઇએ કે, 20 ડિસેમ્બર 2020ના ઈઝરાયલે Covid-19 વેક્સીનેશન અભિયાનની શરૂઆત કરી. આ અભિયાન અંતર્ગત 60 વર્ષ અને વધુ ઉંમરના લગભગ 72 ટકા લોકોને રસી આપવામાં આવી છે. ગત મહિને પણ આ પ્રકારના સાઈડ ઈફેક્ટના રિપોર્ટ આવ્યા હતા. વેક્સીન ટ્રાયલ દરમિયાન 4 વોલેન્ટિયર્સ, જેમને ફાઈઝર વેક્સીન શોટ્સ (Pfizer vaccine shots) આપવામાં આવ્યા હતા, તેમને પણ ફેશિયલ નર્વ પેરાલિસિસ (Paralysis of facial nerve) થયો. આ કારણે બ્રિટન મેડિસિન રેગ્યુલેટરે ચેતવણી જાહેર કરવી પડી. હાલમાં જ ફાઇઝરની એમઆરએનએ આધારિત કોરોના વાયરસ વેક્સીન (Coronavirus Vaccine) લગાવ્યા બાદ નોર્વેમાં 23 વૃદ્ધોના મોતનો મામલો સામે આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news