કોરોના વાયરસઃ ચીનમાં ભારતીય દૂતાવાસ લોકોની મદદે, જાહેર કર્યો ત્રીજો હેલ્પલાઇન નંબર
ચીનમાં ખતરનાક કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. ભારતીય દૂતાવાસ પ્રમાણે મદદ માગનાર લોકોના એટલા ફોન આવી રહ્યાં છે કે, ત્રીજો હેલ્પલાઇન નંબર જાહેર કરવાની ફરજ પડી છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું કે, છેલ્લા બે દિવસમાં તેની પાસે લગભગ 600 ફોન આવ્યા છે.
Trending Photos
પેઇચિંગઃ ચીનમાં કોરોના વાયરસના પ્રકોપના કારણે મૃત્યુઆંક 56 પર પહોંચી ગયો છે, જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 2 હજારથી પણ વધુ છે. ચીનમાં ભારતીય દૂતાવાસ પણ સતત સક્રિય છે અને લોકોની સ્વાસ્થ્ય અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ભારતીયોની મદદ કરવા માટે દૂતાવાસે બે હેલ્પલાઇન ચાલૂ કરી હતી પરંતુ મોટી સંખ્યામાં કોલને જોતા દૂતાવાસે ત્રીજી હેલ્પલાઇન પણ શરૂ કરી છે.
ચીનમાં ભારતીય દૂતાવાસે પહેલા +8618612083629 અને +8618612083617 નંબર શરૂ કર્યાં હતા. હવે નવા હેલ્પલાઇન નંબર +8618610952903 પર પણ કોલ કરીને મદદ માગી શકાય છે. @EOIBeijing એ જણાવ્યું કે, હેલ્પલાઇન 24 કલાક ચાલું છે. ચીનના વુહાનમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ રહે છે.
ભારતીય દૂતાવાસે જણાવ્યું કે, છેલ્લા બે દિવસમાં તેમની પાસે લગભગ 600 કોલ આવી ચુક્યા છે. ભારત સરકારની સાથે મળીને દૂતાવાસ ભારતીયોની સુરક્ષા માટે દરેક પ્રયત્ન કરી રહ્યું છે અને ચીની તંત્રની સાથે પણ સતત સંપર્કમાં છે. ખતરનાક કોરોના વાયરસ પર નિયંત્રણ માટે રવિવારે દક્ષિણ શહેર શાંતાઉને આંશઇક રૂપથી બંધ કરવાની જાહેરાત કરી છે. આમ પ્રથમવાર છે જ્યારે વિષાણુનું કેન્દ્ર રહેલા વુહાન શહેરની બહાર કોઈ શહેરને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
We have opened a third hotline-+8618610952903,
+8618612083629,
+8618612083617
to respond to concerns. Please continue to follow us for further updates. @CGIHongKong @cgiguangzhou @IndiaInShanghai
— India in China (@EOIBeijing) January 26, 2020
વિદેશ પ્રધાન જયશંકરે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે, 'પેઇચિંગ સ્થિત અમારુ દૂતાવાસ ભારતીયોના સ્વાસ્થ્ય તથા તેની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. મહેરબાની કરી સ્થિતિની વધુ જાણકારી માટે (ટ્વીટર પર) @EOIBeijing જુઓ.'
આ વાયરસને લઈને હજુ ઘણી અનિશ્ચિતતાઓ છે. અંતિમ તારણની જાહેરાત બાકી છે. પરંતુ ચીની સ્વાસ્થ્ય અધિકારીઓનું માનવું છે કે તે વુહાનના મીટ બજારમાં ગેરકાયદે રૂપથી વેંચવામાં આવેલા માંસથી આવ્યો છે, જ્યાં ઉંદરથી લઈને ભેંસ-બકરી અને મોટી સેલામેન્ડર સહિત દરેક પ્રકારના જાનવરોનું માંસ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે