દુનિયામાં કોરોનાથી હાહાકાર, પણ ચીને 'બંધબારણે' પોતાના લોકોને રસી આપવાની શરૂ કરી દીધી!
ચીનના વુહાન શહેરથી નીકળેલો ઘાતક કોરોના વાયરસ આખી દુનિયામાં તબાહી મચાવી રહ્યો છે. અત્યાર સુધી આ મહામારીની વેક્સિનના પરિક્ષણ સંપૂર્ણપણે પૂરું થયું નથી. આવામાં એક સામે આવેલા કેટલાક રિપોર્ટ્સમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આખરે ચીને કેવી રીતે જુલાઈ મહિનામાં જ પોતાના શહેરોમાં કોરોનાનો પ્રભાવ રોકી લીધો.
Trending Photos
નવી દિલ્હી: ચીન (China) ના વુહાન શહેરથી નીકળેલો ઘાતક કોરોના વાયરસ (Corona Virus) આખી દુનિયામાં તબાહી મચાવી રહ્યો છે. અત્યાર સુધી આ મહામારીની વેક્સિનના પરિક્ષણ સંપૂર્ણપણે પૂરું થયું નથી. આવામાં એક સામે આવેલા કેટલાક રિપોર્ટ્સમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આખરે ચીને કેવી રીતે જુલાઈ મહિનામાં જ પોતાના શહેરોમાં કોરોનાનો પ્રભાવ રોકી લીધો. ચીનના નેશનલ હેલ્થ કમિશને ખુલાસો કરતા કહ્યું કે ચીનમાં 22 જુલાઈથી જ કોરોના વાયરસની રસીનો ઉપયોગ મોટા પાયે થઈ રહ્યો છે.
ચીનના નેશનલ હેલ્થ કમિશનના ડાઈરેક્ટર ઝેંગ ઝોંગવેઈએ કહ્યું કે રસીને પ્રાથમિક તબક્કામાં હાલ ઈમિગ્રેશન અધિકારીઓ અને મેડિકલ સ્ટાફને આપવામાં આવી રહી છે. આ માટે તેમણે એવો તર્ક આપ્યો કે ચીનમાં હવે કોરોના વાયરસના કેસ વિદેશથી આવી રહ્યાં છે. આથી ઈમિગ્રેશનના અધિકારીઓને રસી આપવી જરૂરી છે. જ્યારે સ્વાસ્થ્ય અધિકારીઓ કોરોના સંક્રમિતોની સારવાર કરી રહ્યાં છે.
અત્રે જણાવવાનું કે ચીન હાલ એક વેક્સિન પર કામ કરી રહ્યું છે. ઝોંગવેઈ આ ટાસ્કફોર્સનું નેતૃત્વ કરી રહ્યાં છે. આવામાં તેમણે ચીની મીડિયા સાથે અધિકૃત રીતે વાત કરતા કહ્યું કે ચીનમાં છેલ્લા એક મહિનાથી એટલે કે 22 જુલાઈથી કોરોના વાયરસની રસીનો ઈમરજન્સી ઉપયોગ થઈ રહ્યો છે. જો કે વેક્સિન હજુ પણ ટ્રાયલ સ્ટેજમાં છે. તેમણે જણાવ્યું કે જેમને આ વેક્સિનના ડોઝ અપાયા હતાં તેમાંથી કોઈના પર રસીનો ખરાબ પ્રભાવ જોવા મળ્યો નથી. તેમણે જણાવ્યું કે જે લોકોને રસી અપાઈ રહી છે તેઓ કાં તો સ્વાસ્થ્ય સંબંધિત લોકો છે અથવા તો ઈમિગ્રેશનનો સ્ટાફ છે.
નોંધનીય છે કે રશિયાએ પણ હાલમાં જ રસી બનાવી લેવાનો દાવો કર્યો હતો. જો કે હજુ સુધી રશિયાની સ્પૂતનિક રસીને વિશ્વ સ્વાસ્થ્ય સંગંઠન તરફથી મંજૂરી મળી નથી. રશિયાની વેક્સિનની સરખામણીમાં ચીને ત્રણ અઠવાડિયા પહેલા જ પોતાના લોકોને વેક્સિનના ડોઝ આપવાના શરૂ કરી દીધા હતાં. પરંતુ બંને વેક્સિનમાં સમાનતા એ છે કે ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન બંને રસીએ માપદંડોને સાબિત કર્યા નથી. જ્યારે આખી દુનવિયા કોરોના વાયરસની રસી બનાવવા માટે અને લોકોના જીવન બચાવીને સુરક્ષિત કરવા માટે સંઘર્ષ કરી રહી છે ત્યારે ચીનની આ ચાલબાજીએ ફરીથી તેના અસલ ચહેરાને બેનકાબ કરી દીધો છે.
હાલ દુનિયાભરના અનેક દેશો કોરોના વાયરસની રસી બનાવવામાં લાગ્યા છે. આવામાં ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયની પાર્ટનરશીપમાં બની રહેલી દવાના નિર્માણ અને સ્ટોરેજ માટે મંજૂરી પ્રદાન કરી દેવાઈ છે. કારણ કે ઓક્સફોર્ડની રસીએ ત્રીજું સ્ટેજ પાર કરી લીધુ છે. આવામાં જો વેક્સિન અંતિમ તબક્કામાંથી પાસ થઈ જાય તો આ વેક્સિનને મોટા પાયે લોકોને આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે