મહામારીમાં પણ ફાયદો શોધી રહ્યું છે ચીન, ભારતમાં મોંઘા સામાનની સપ્લાઇ પર આપ્યો તર્ક

જોકે હોંગકોંગ (Hong Kong) માં ભારતની દૂત પ્રિયંકા ચૌહાણ (Priyanka Chauhan) એ તાજેતરમાં જ ચીન સાથે મેડિકલ સપ્લાયની કિંમતોમાં વધારો રોકવા માટે કહ્યું હતું.

મહામારીમાં પણ ફાયદો શોધી રહ્યું છે ચીન, ભારતમાં મોંઘા સામાનની સપ્લાઇ પર આપ્યો તર્ક

બીજિંગ: કોરોના (Coronavirus) મહામારીની બીજી લહેરને લઇને ભારત (India) મુશ્કેલીમાં છે, આ જાણતા હોવાછતાં પણ ચીન (China) નફાખોરીની આદતની બાજ આવતું નથી. એકતરફ તે નવી દિલ્હીની સંભવ પ્રયત્નનો દેખાવો કરે છે, બીજી તરફ ઓક્સિઝન કંસંટ્રેટૅર (Oxygen Concentrators) જેવી કેટલીક COVID-19 મેડિકલ સપ્લાય મોંઘી કરીને પોતાના ખિસ્સા પણ ભરી રહ્યું છે. જોકે બીજિંગનું કહેવું છે કે તેને મજબૂરીમાં કિંમત વધારવી પડી છે, કારણ કે ભારતની માંગ પુરી કરવા માટે કાચો માલ આયાત કરવો પડી રહ્યો છે. 

Priyanka Chauhan એ ઉઠાવ્યો હતો મુદ્દો 
જોકે હોંગકોંગ (Hong Kong) માં ભારતની દૂત પ્રિયંકા ચૌહાણ (Priyanka Chauhan) એ તાજેતરમાં જ ચીન સાથે મેડિકલ સપ્લાયની કિંમતોમાં વધારો રોકવા માટે કહ્યું હતું. પ્રિયંકા ચૌહાણે કહ્યું હતું કે ઓક્સિજન કંસંટ્રેટરો (Oxygen Concentrators) જેવી મેડિકલ સપ્લાયની કિંમતોમાં વધારો અને ભારત માટે માલવાહક ઉડાનોના અવરોધના લીધે ચિકિત્સા સામાનોની આવક ધીમી થઇ રહી છે. હવે તેનો જવાબ આપતાં બીજિંગે વધ્તી જતી કિંમતોને યોગ્ય ગણાવી છે. 

Hua Chunying એ આપ્યો તર્ક
ચીનના વિદેશ મંત્રાલયની પ્રવક્તા હુઆ ચુનયિંગ (Hua Chunying) એ કહ્યું કે ભારતની માંગને પુરી કરવા માટે અમે અમારી કંપનીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. પરંતુ મોટાભાગની માંગના કારણે તેમને આયાત કરવું પડી રહ્યું છે જેના લીધે ભાવ વધી રહ્યા છે. હુઆએ કહ્યું કે ઉદાહરણ તરીકે ઓક્સિજન કંસંટ્રેટરની માંગ ભારતમાં થોડા સમયમાં ઘણી વધી ગઇ અને કાચા માલની અછત છે. એવામાં કંપનીઓને કાચો માલ આયાત કરવા પર મજબૂર થવું પડે છે. તેના લીધે કિંમતોમાં ઉછાળો આવ્યો છે. 

Cargo Flights પર આપ્યો નહી સીધો જવાબ
હુઆ ચુનયિંગએ માલવાહક ઉડાનો (Cargo Flights) ને બાધિત થવા વિશે કોઇ સીધો જવાબ આપ્યો નહી, પરંતુ કહ્યું કે બીજિંગ ઔધૌગિક આપૂર્તિ શૃંખલાઓને ખુલી રાખવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે 'અમે વૈશ્વિક ઔદ્યોગિક અને આપૂર્તિ શ્રૃંખલાઓને સુચારુ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ અને તે આશા રાખીએ છીએ કે તમામ પક્ષ વૈશ્વિક ઔદ્યોગિક સ્થિરતા સુનિશ્વિત કરશેઅ ને રાજકીય ઉદ્દેશ્યો માટે આ શૃંખલાઓને બાધિત કરવાના બદલે મળીને કામ કરીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news