નવા વાયરસના મિશન પર ચીનની 'BATWOMAN'? કોરોના બનાવવાનો છે આરોપ

ફિલ્મો અને પુસ્તકોમાં બેટમેનનું પાત્ર લોકોના જીવ બચાવતું હતું, પરંતુ ચીનની એક બેટવુમન પર દુનિયાભરમાં લોકોના જીવ સાથે રમત કરવાનો આરોપ લાગ્યો છે. બેટવુમન હકીકતમાં એક મહિલા વૈજ્ઞાનિક છે. જે વુહાનની કુખ્યાત લેબમાં રિસર્ચ કરે છે. એ જ લેબ જ્યાંથી દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાવવાનો દાવો થઈ રહ્યો છે. દાવો તો એ પણ થઈ રહ્યો છે કે ચાઈનીઝ બેટવુમને પહેલા તો ચીની સરકારના ઈશારે લેબમાં કોરોના વાયરસ બનાવ્યો અને હવે દુનિયાને નવો વાયરસ આપવાના મિશનમાં લાગી છે. 

નવા વાયરસના મિશન પર ચીનની 'BATWOMAN'? કોરોના બનાવવાનો છે આરોપ

નવી દિલ્હી: ફિલ્મો અને પુસ્તકોમાં બેટમેનનું પાત્ર લોકોના જીવ બચાવતું હતું, પરંતુ ચીનની એક બેટવુમન પર દુનિયાભરમાં લોકોના જીવ સાથે રમત કરવાનો આરોપ લાગ્યો છે. બેટવુમન હકીકતમાં એક મહિલા વૈજ્ઞાનિક છે. જે વુહાનની કુખ્યાત લેબમાં રિસર્ચ કરે છે. એ જ લેબ જ્યાંથી દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાવવાનો દાવો થઈ રહ્યો છે. દાવો તો એ પણ થઈ રહ્યો છે કે ચાઈનીઝ બેટવુમને પહેલા તો ચીની સરકારના ઈશારે લેબમાં કોરોના વાયરસ બનાવ્યો અને હવે દુનિયાને નવો વાયરસ આપવાના મિશનમાં લાગી છે. 

ચીનની આ એ જ ખતરનાક લેબ છે જ્યાંથી જીવલેણ કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં ફેલાયો. હવે ખુલાસો થયો છે કે આ જ લેબમાં કામ કરતી એક મહિલા વૈજ્ઞાનિકે જ કોરોના વાયરસ બનાવ્યો અને દુનિયાને કોરોના વાયરસના યુગમાં ધકેલી દીધી. 

BATWOMAN બે શબ્દોથી બનેલો છે. બેટ અને વુમન. બેટ એટલે ચામાચિડીયું અને વુમન એટલે મહિલા. ચીનની આ મહિલા વૈજ્ઞાનિક શી ઝેંગલીને બેટવુમન એટલા માટે કહે છે કારણ કે શી ઝેંગલી અનેક વર્ષોથી વુહાનની પી4 લેબમાં ચામાચિડીયામાં મળી આવતા વાયરસ પર રિસર્ચ કરતી આવી છે. 

જ્યારે ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયો અને લાખો લોકો તેના ભરડામાં આવવા લાગ્યા તો ચીનની ગુપ્તચર એજન્સીઓએ વૈજ્ઞાનિક શી ઝેંગલીને ક્યાક છૂપાવી દીધી. રિપોર્ટ્સ મુજબ ચીની વૈજ્ઞાનિક શી ઝેંગલીએ ફેબ્રુઆરી મહિનામાં તો કોરોના વાયરસના વુહાન લેબ સાથે કનેક્શનને સંપૂર્ણ રીતે નકારી દીધુ હતું, પરંતુ માર્ચ આવતા આવતા તો તેના સૂર બદલાઈ ગયાં. તેણે દાવો કર્યો હતો કે કોરોના વાયરસ લેબમાંથી લીક થવાની આશંકાથી તેને અનેક રાતો ઊંઘ નહતી આવી.

હાલ દુનિયા કોરોના સામે યુદ્ધ લડી રહી છે. દુનિયાના લગભગ તમામ દેશોમાં જીવ બચાવવા માટે લોકડાઉન લાગ્યું છે. અને હજુ સુધી કોરોનાની કોઈ દવા કે રસી શોધાઈ નથી. પરંતુ અહેવાલો મુજબ ચાઈનીઝ બેટવુમન એટલે કે વાયરસ વૈજ્ઞાનિક શી ઝેંગલી વુહાનની પી4 લેબમાં ફરીથી પહોંચી ગઈ છે. 

જુઓ LIVE TV

ચાઈનીઝ બેટવુમન નવો વાઈરસ બનાવવા કામે લાગી!
એવો દાવો થઈ રહ્યો છે કે વુહાનની ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીમાં શી ઝેંગલીએ ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધુ. દાવો એમ પણ થઈ રહ્યો છે કે શી ઝેંગલી હવે કોરોનાથી પણ વધુ ખતરનાક વાયરસ બનાવવામાં કામે લાગી છે. એટલે કે એવી આશંકા પેદા થઈ રહી છે કે જો કોરોનાનો ઈલાજ દુનિયા આવનારા સમયમાં શોધી પણ લે તો ચીન કોઈ બીજો નવો જીવલેણ વાયરસ ફેલાવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news