આ CEOનો પત્ર વાંચી તમે પણ છોડી દેશો નોકરી, જાણો શું લખ્યું છે પત્રમાં
આ પત્રને ફેસબુકમાં શેર કરવામાં આવ્યો છે. આ પત્રમાં તેણે લખ્યું છે કે, પ્રિય કર્મચારીઓ, મેં તમને કંપનીમાં હાયર એટલા માટે કર્યા છે. જેથી તમે તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખી શકો.
Trending Photos
ફિલિપિન્સની ચેરિટી ડેલ્મો એક કંપનીની સીઇઓ છે. તે વિઝા સંબંધિત અભિપ્રાય આપતી કંપની ચલાવે છે. પાછલા થોડા દિવસોથી તેનો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ પત્ર તેણે તેના કર્મચારીઓ માટે લખ્યો હતો. એવું તો તેણે પત્રમાં શું લખ્યું હતું, જેના કારણે આ પત્ર 45 હજારથી વધારે વખત ફેસબુકમાં શેર થયો છે અને ઘણા લોકોએ તેને પસંદ પણ કર્યો છે. આમ તો આ વાત 100 ટકા છે કે આ પત્ર વાંચીને બની શકે તેમે પણ નોકરી છોડી દો.
(ફોટો સાભાર: @Facebook, Charity Delmo)
આ પત્રને ફેસબુકમાં શેર કરવામાં આવ્યો છે. આ પત્રમાં તેણે લખ્યું છે કે, પ્રિય કર્મચારીઓ, મેં તમને કંપનીમાં હાયર એટલા માટે કર્યા છે. જેથી તમે તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખી શકો. એટલા માટે નહીં કે તમે તમારા પરિવારથી દુર થઇ જાઓ. તમે માત્ર કંપની માટે નહીં, પહેલા તમારા પરિવાર માટે જરૂરી છો.
વધુમાં તણે લખ્યું હતું કે, જ્યારે એવો સમય આવે કે તમારે તમારા બાળકની સ્કૂલની મિટીંગમાં હાજરી આપવાની હોય અથવા કોઇ ક્લાઇન્ટની ફરજિયાત ડિમાન્ડ પૂર કરવાની હોય, જો તમે તમારા પરિવારને છોડી કામને પહેલું સ્થાન આપી રહ્યાં છો, તો હું કહીશ તમે તમારા પરિવારને પહેલા પસંદ કરો.
(ફોટો સાભાર: @Facebook, Charity Delmo)
હું જાણું છું કે લીડરશીપના સિંદ્ધાતો પર ચાલતા લોકોને મારી વાત સમજાશે નહીં. પરંતુ જો તમારા પરિવારમાં કંપનીના કામથી કોઇ મુશ્કેલી આવી રહી છે તો હું કંપની બંધ કરવાનું વધારે યોગ્ય ગણીશ. પહેલા ઘર, બીજા નંબર પર કંપની છે. એક કર્મચારી પહેલા તમે એક પરિવારના સભ્યો છો.
મારૂં માનવું છે કે જે માણસ તેમના ઘરમાં ખુશ રહે છે, તો વર્કપ્લેસમાં પણ ખુશ રહેવાનો છે. તો ઘરે જાઓ, ઘરે રહો. તમારું કામ ક્યાંય ભાગી જવાનું નથી. અમે તમારી માટે રાહ જોઇશું. પરંતુ જે પરિવાર, જે ઘર તમે બનાવ્યું છે તે એકવાર તૂટી જશે તો ફરી ક્યારે જોડાશે નહીં. સ્નેહ... તમારી બોર્સ
(ફોટો સાભાર: @Facebook, Charity Delmo)
પહેલા મેસેજ તો આ તમારા બોસને વાંચવો જોઇએ. પશ્ચિમી દેશોમાં કર્મચારીઓને ખુશ રાખવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે બીજી બાજુ, વિકાસશીલ દેશોમાં સંશોધન સતત જોવા મળે છે. ભૂતકાળમાં એક રિસર્ચ સામે આવ્યું હતું, જેમાં એવુ કહેવામાં આવ્યું હતું કે વધારે કામ કરવાથી ભારતીઓને બેકાર બનાવી શકે છે. નોકરીની બદલામાં વધુ બલિદાન આપવાની જરૂર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે