કેનેડા: ટ્રક ડ્રાઈવરોએ નાકે દમ લાવી દેતા આખરે સરકારે દેશમાં કટોકટી લગાવવી પડી
કેનેડામાં કોરોના રસીકરણને ફરજિયાત કરાયા બાદ શરૂ થયેલું પ્રદર્શન ઉગ્ર બની રહ્યું છે. ટ્રક ડ્રાઈવર્સે રાજધાનીમાં ઠેર ઠેર ટ્રોલી ઊભી કરીને નાકેબંધી કરી દીધી છે. જેનાથી સ્થાનિક લોકોએ મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. આવામાં તણાવગ્રસ્ત હાલાતને જોતા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ મોટો નિર્ણય લીધો છે.
Trending Photos
ઓટાવા: કેનેડામાં કોરોના રસીકરણને ફરજિયાત કરાયા બાદ શરૂ થયેલું પ્રદર્શન ઉગ્ર બની રહ્યું છે. ટ્રક ડ્રાઈવર્સે રાજધાનીમાં ઠેર ઠેર ટ્રોલી ઊભી કરીને નાકેબંધી કરી દીધી છે. જેનાથી સ્થાનિક લોકોએ મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. આવામાં તણાવગ્રસ્ત હાલાતને જોતા કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ દેશમાં કટોકટી લાગૂ કરવાની જાહેરાત કરી છે.
અનેક વિસ્તાર જામ
અત્રે જણાવવાનું કે કેનેડા સરકાર તરફથી રસીકરણને ફરજિયાત કરવામાં આવ્યું હતું. આવામાં સેંકડોની સંખ્યામાં ટ્રક ડ્રાઈવર્સ ટ્રકો સાથે પ્રદર્શન પર ઉતરી ગયા છે. જેનાથી રાજધાની ઓટાવાના અનેક વિસ્તારો ચક્કાજામ છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓ પ્રધાનમંત્રી જસ્ટિ ટ્રુડોના રાજીનામાની પણ માગણી કરી રહ્યા છે. આવામાં તેમણે કટોકટી એક્ટ લાગૂ કરવાની જાહેરાત કરી.
કેનેડાને મોટું આર્થિક નુકસાન
પીએમનું કહેવું છે કે આ પ્રદર્શનથી દેશની કેટલીક સરહદો અને રાજધાનીના કેટલાક હિસ્સા બંધ થઈ ગયા. આવામાં કદાચ જ ઉપયોગમાં લેવાયેલી ઈમરજન્સી શક્તિઓને લાગૂ કરી રહ્યા છીએ. જેનાથી સરકાર તરફથી મળનારી નાણાકીય મદદમાં પણ કાપ મૂકાશે. આ વિરોધ પ્રદર્શનોથી અર્થવ્યવસ્થા અને વિશ્વસનીય વેપારી ભાગીદાર તરીકે કેનેડાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી રહ્યું છે.
પોલીસને મળશે વધુ અધિકાર
આ એક્ટ લાગૂ થવાથી પોલીસફોર્સને વધુ હક મળશે તથા આતંકવાદ અંગે ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ્સ પર રોક લાગશે. ટ્રુડોએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ વિરોધ પ્રદર્શન અમારી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહ્યું છે અને જનતાની સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યું છે. અમે ગેરકાયદેસર અને જોખમી ગતિવિધિઓ ચાલુ રાખવાની મંજૂરી આપી શકીએ નહીં.
1970 બાદ લાગી કટોકટી
ટ્રુડોએ કહ્યું કે પ્રદર્શન ખતમ કરવા માટે તેમના તરફથી દરેક પ્રયત્નો કરવામાં આવ્યા. પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આ વિરોધ હવે લો એનફોર્સમેન્ટ માટે ગંભીર પડકાર બની ગયું છે. વર્ષ 1988માં બનાવવામાં આવેલો આ ઈમરજન્સી એક્ટ દેશની સરકારને પ્રાંતોને ઓવરરાઈડ કરવા અને રાષ્ટ્રીય કટોકટી સ્થિતિઓ દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મંજૂરી આપે છે. આ અગાઉ કેનેડામાં ઈમરજન્સી 1970માં ટ્રુડોના પિતા તથા પૂર્વ પ્રધાનમંત્રી પિયરે ટ્રુડોના શાસનકાળ દરમિયાન લાગી હતી.
રાજ્યોએ કર્યો વિરોધ
આ અગાઉ ચાર જાય્ અલ્બર્ટા, ક્યૂબેક, મેનિટોબા અને સસ્કેચેવાનએ કાયદો લાગૂ કરવાની યોજનાનો વિરોધ કરતા કહ્યું કે તે બિનજરૂરી છે. જ્યારે ટ્રુડોએ કહ્યું કે સુરક્ષા અંગે ઉઠાવવામાં આવેલા ઉપાય ફક્ત તે જગ્યા પર લાગૂ થશે, જ્યાં તેમની જરૂર છે. એક્ટને લાગૂ કરવાની સમય મર્યાદા પણ નિર્ધારિત છે. તેમણે કહ્યું કે કેનેડાની સંસદે 7 દિવસની અંદર આ એક્ટના ઉપયોગની મંજૂરી આપવી પડશે. સંસદ પાસે તેને રદ કરવાનો પણ અધિકાર છે.
ક્રાઉડફંડિંગનો થઈ રહ્યો છે ગેરકાયદેસર ગતિવિધિઓ માટે ઉપયોગ
કેનેડાના નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે કહ્યું કે ઉપયોગ કરાયેલા તમામ ક્રાઉડફંડિંગ કાર્યક્રમ અને ફંડ આપનારાને કેનેડાની એન્ટી મની લોન્ડરિંગ એજન્સી, ફિનટ્રેક સાથે રજિસ્ટર હોવું જોઈએ. તથા સંદિગ્ધ ગતિવિધિઓ તરત રિપોર્ટ કરવી જોઈએ. ફ્રીલન્ડે કહ્યું કે અણે આ ફેરફાર એટલા માટે કરી રહ્યા છે કારણે અમે જાણીએ છીએ કે આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ ગેરકાયદેસર નાકેબંધી અને ગતિવિધિઓના સમર્થન માટે થઈ રહ્યો છે. જે કેનેડાની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચી રહ્યા છે. આ બાજુ સરકારે બેંકોને કહ્યું કે તેઓ એવા સંદિગ્ધ ખાતાઓ પર રોક લગાવે જે કોઈ કોર્ટના આદેશના વિરોધનું સમર્થન કરી રહ્યા છે. આ સાથે જ નાકેબંધીમાં સામેલ ટ્રકોના વીમા પણ સસ્પેન્ડ થશે. કેનેડાના અધિકારીઓએ કહ્યું કે વિરોધ પ્રદર્શન માટે લગભગ અડધું ફંડ અમેરિકી સમર્થકો તરફથી આવ્યું છે.
અમેરિકી વેબસાઈટ બની પૈસાનું માધ્યમ
સરકાર દ્વારા ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ ગોફંડમે દ્વારા પ્રદર્શનકારીઓને અપાઈ રહેલા પૈસાને રોક્યા બાદ હવે અમેરિકાની વેબસાઈટ ગિવસેન્ડગો પ્રદર્શનકારીઓ માટે પૈસાનું મુખ્ય સાધન બની ગઈ છે. જ્યારે પ્રદર્શનકારીઓએ રવિવારે 6 દિવસ માટે ડેટ્રોઈટ માટે એક મહત્વપૂર્ણ વેપાર માર્ગ, એમ્બેસેડર બ્રિજને બ્લોક કરી દીધા હતા. આ સાથે જ અલ્બર્ટા, મેનિટોબા અને બ્રિટિશ કોલંબિયામાં નાની સરહદો પણ બંધ કરી દેવાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે